Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનો CMને ખુલ્લો પત્ર, સુરત પોલીસ કમિશનર અને રેંજ આઇજીની કાયમી નિમણુંક કરો

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનો CMને ખુલ્લો પત્ર, સુરત પોલીસ કમિશનર અને રેંજ આઇજીની કાયમી નિમણુંક કરો

Our Visitor

013339
Total Users : 13339
Total views : 15618
Who's Online : 0

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનો CMને ખુલ્લો પત્ર, સુરત પોલીસ કમિશનર અને રેંજ આઇજીની કાયમી નિમણુંક કરો

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે સુરત ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત શહેર હાલમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે. શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સેવા નિવૃત્તિ ને પગલે પોલીસ કમિશનરની પોસ્ટ ખાલી પડી છે. પરંતુ તેમની નિવૃત્તિ ને આજે એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયા પછી પણ હજુ સુધી રેગ્યુલર પોલીસ કમિશનર નિમણૂક કરવામાં આવેલ નથી. જેને કારણે સુરત શહેરમાં ગુનાખોરી પણ વધી રહી છે. આ ઉપરાંત માત્ર શહેર પોલીસ કમિશ્નર જ નહીં, સુરત રેન્જ આઈજી પણ રેગ્યુલર મુકાયા નથી અને હાલમાં ચાર્જ થી ગાડું ચલાવાય રહ્યું છે. સુરત રેન્જમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાના તમામ પોલીસ મથકો નો સમાવેશ થાય છે. તેમ છતાં વાબાંગ ઝમીરને સુરત રેન્જ આઇજીનો હવાલો છેલ્લા ઘણા સમયથી સોંપવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે પત્રમાં વધુ જણાવ્યું છે કે સુરત શહેરની ઘણા નામે ઓળખ ઉભી થઇ છે. છેલ્લા ઘણા સમયથી ડાયમંડ સીટી અને ટેક્સ્ટાઇલ સીટી થી ઓળખાતા શહેરમાં શહેરીજનોની સવલતો માટે ૧૨૦ કરતા પણ વધારે નાના મોટા બ્રિજ તૈયાર કરવામાં આવ્યા હોય હવે સુરત શહેરની ઓળખ બ્રિજ સીટી તરીકે પણ થાય છે. તેની સાથે સાથે શહેર સ્માર્ટ સિટીની કામગીરીમાં, સ્વચ્છતાની કામગીરીમાં કે મેટ્રોની કામગીરીમાં પણ અવ્વ્લ હોવાથી હવે તેની આ નામો સાથે પણ ઓળખ ઉભી થઇ છે. સુરત એ એક મેટ્રો સીટી છે, તમામ જ્ઞાતિના લોકો અહીંયા રહે છે અને પોતાનો ધંધો-વ્યવસાય કરે છે. આમ તો સુરત દેશનું લઘુ ભારત ગણાય છે. હીરાનો વ્યવસાય હોય કે પછી ટેક્ષટાઇલ નો, દરેક પ્રકારના વ્યવસાય અહીં ચાલે છે. પરંતુ તેમ છતાં હજુ સુધી પોલીસ કમિશનર ની નિમણુંક કરવામાં આવી નથી. આમ તો રાજ્ય સરકાર સબ સલામત ની વાતો કરે છે, પરંતુ સુરત જેવા વિકસિત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેગ્યુલર પોલીસ કમિશનર હોવા એ સમયની માંગ છે.

મહત્વની બાબત એ છે કે, રાજ્ય સરકારના ગૃહ મંત્રી આપણા સુરતના જ છે. તેઓ પણ હરહંમેશ કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા હોય છે, ગૃહ વિભાગને અવારનવાર રાજ્યના હિતમાં આદેશ આપતા આવ્યા છે, રાજ્ય સરકાર તો મોટા ઉપાડે વિકસિત ભારત ૨૦૪૭ ની વાતો કરે છે, પરંતુ રાજ્યના ગૃહ મંત્રીના શહેરમાં જ પોલીસ કમિશનર ની નિમણુંક માટે કેમ ચૂક રહી ગઈ એ સમજાતું નથી. અજયકુમાર તોમર ગત તા.૩૧/૦૧/૨૦૨૪ના રોજ નિવૃત થયા હતા. તેમની નિવૃત્તિ ને આજે એક અઠવાડિયું થઇ ગયું હોવા છતાં ગૃહ વિભાગ દ્વારા હજુ સુધી સુરતના નવા પોલીસ કમિશનરની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી ના શહેરમાં જ હાલ પોલીસ કમિશનર વગર સુરત શહેર ચાલી રહ્યું છે. માત્ર શહેર પોલીસ કમિશ્નર જ નહીં, સુરત રેન્જ આઈજી પણ રેગ્યુલર મુકાયા નથી અને હાલમાં ચાર્જ થી ગાડું ચલાવાય રહ્યું છે. સુરત રેન્જમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાના તમામ પોલીસ મથકો નો સમાવેશ થાય છે. તેમ છતાં વાબાંગ ઝમીરને સુરત રેન્જ આઇજીનો હવાલો છેલ્લા ઘણા સમયથી સોંપવામાં આવ્યો છે.


પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનો CMને ખુલ્લો પત્ર, સુરત પોલીસ કમિશનર અને રેંજ આઇજીની કાયમી નિમણુંક કરો

Related posts

ગંભીર આક્ષેપ / ભાજપના રાજમાં શિક્ષણની દુર્દશા! VNSGU નું નેકે નાક કાપ્યું:દર્શન નાયક VNSGUની ડિગ્રી લઈને બહાર નીકળતા અસંખ્ય યુવાનો બેરોજગાર

Ritesh Parmar

કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ડખા, ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા ભારે વિરોધ! ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવી નેમ પ્લેટ પર કાળી સ્યાહી લગાડાઈ, જાહેર કરાયેલ ઉમેદવારોથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પ્રદર્શન

Ritesh Parmar

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે

Ritesh Parmar

Leave a Comment