Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા

પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા

અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

પંચમહાલ-:આ દુર્ઘટના આજે વહેલી સવારે ભારે વરસાદ દરમિયાન સર્જાઈ હતી, જેમાં અચાનક મોટા પથ્થરો નીચે ગબડીને પગથિયાં પર પડતાં અંદાજે ૧૫ જેટલા યાત્રિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

મુખ્ય વિગતો અને બચાવ કામગીરી તેમજ દુર્ઘટના સ્થળ:-

પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢ ડુંગર, પાટિયા પુલ નજીકના પગથિયાં પાસે ઘટના બનતા કાટમાળ અને પથ્થરો નીચે દબાવાના કારણે ૨ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તાત્કાલિક સારવાર:-

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદને પગલે પાણીના ભારે પ્રવાહના કારણે આ ભેખડ ધસી પડી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. આ આકસ્મિક દુર્ઘટનાને પગલે સમગ્ર પંથક અને શ્રદ્ધાળુઓમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.


પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા

Related posts

ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમ ખાતેના દાદા,દાદીઓ માટે મેડિકલ કેમ્પ, ડીજેના તાલે ગરબા, અંતાક્ષરી સાથે ભોજન કરાવી ભાગવત ગીતા ભેટ અપાઈ, કાર્યક્રમમાં ઝોન 5 ડીસીપી હાજર રહ્યા

Ritesh Parmar

ગાંધીનગર / માણસા ના પીઆઈ એ હોટેલમાં જમવા બેસેલી મહિલાઓને બે હાથ જોડી આશીર્વાદ લીધા,લોકો સ્તબ્ધ થયા,

Ritesh Parmar

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ! જુગારના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંજ બેભાન થઈ જતા નીપજ્યું મોત, મૃતકના શરીર ઉપર ઇજાના ઘા દેખાયા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Ritesh Parmar

Leave a Comment