Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

Our Visitor

013169
Total Users : 13169
Total views : 15416
Who's Online : 2

ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના પૈસાની લેતીદેતી મામલે થઇ હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખેતલાઆપા ટી સ્ટોલના માલિકની ઊંઘમાં જ એક ઈસમે હત્યા કરી નાખી હતી અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
રિપોર્ટ અનુસાર સુરતના ડુમસ રોડ પર વી.આર મોલની સામે ખેતલાઆપા ટી સ્ટોલ આવેલો છે. રોહિત સિંઘ પરિહાર નામના વ્યક્તિએ આ ટી સ્ટોલ દોઢ મહિના પહેલાં શરૂ કર્યો હતો. રોહિતસિંઘ ગુરૂવારના રોજ તેની દુકાનની બહાર ખાટલો નાખીને સુઈ રહ્યો હતો. ત્યારે કોઈ ઇસમે તેની હત્યા કરી નાખી હતી. મોડી રાત્રે દુકાનની બહારથી કોઈની બુમ અને રીક્ષાનો અવાજ સંભળાયો હોવાના કારણે દુકાનમાં રહેલા વિરાજ નામના વ્યક્તિએ દુકાનનું શટર ખોલવા માટે રોહિતને ફોન કર્યો હતો પરંતુ રોહિતે ફોન રિસીવ કર્યો ન હતો. જેથી વિરાજે રોહિતના મિત્ર ચિરાગને ફોન કર્યો હતો. તથી ચિરાગ ઘટના સ્થળ પર આવ્યો ત્યારે તેને જોયું તો રોહિતની હત્યા કરાયેલી લાશ શટરની બાજુમાં પડેલી છે અને તે ખાટલાની નીચે પડ્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની વાત વિરાજ અને ચિરાગે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવી હતી. મોડી રાત્રે હત્યાની ઘટનાની જાણ ઉમરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કર્યા બાદ રોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન વિરાજે પોલીસને જણાવ્યું હતું કે, અજય સુદામ નામના એક વ્યક્તિ પાસેથી રોહિત 80 હજાર રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો હતો અને આ વ્યક્તિ છેલ્લા 10 દિવસથી રોહિતને વાયદા આપતો હતો. શંકાના આધારે પોલીસે અજયની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, મોડી રાત્રે તેને જ રોહિતને 8થી 10 ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. સાથે જ પોલીસને આશંકા છે કે, હત્યાએ ઘટનાને અંજામ આપતા પહેલા ઘટના સ્થળની રેકી કરી હોય શકે છે.


ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

Related posts

દિલ્હી સુપ્રીમ કોર્ટથી છૂટ્યો આદેશ! વેજલપુર કસ્ટોડિયલ ડેથ મામલે SIT ને તપાસનો આદેશ, પોલીસના વેશમાં કાયદાના રક્ષક કે ભક્ષક ? ગુનો નોંધી ૨ મહિનામાં રિપોર્ટ કરવા હુકમ

Ritesh Parmar

એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે: વડાપ્રધાન

Ritesh Parmar

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

Ritesh Parmar

Leave a Comment