Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Our Visitor

013180
Total Users : 13180
Total views : 15431
Who's Online : 0

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

અહેવાલ -રીતેશ પરમાર

અમદાવાદ શહેરમાં યુવાનો નશાના બંધાણી બની ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા હોવાના રોજ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈને દારૂના નશામાં તો કોઈને ચરસ, ગાંજા અને એમડી ડ્રગ્સના નશામાં ચૂર થઈ વિસ્તારમાં ભાઈગીરી કરવાનો અભરકો લાગ્યો હોય તેવા દ્રશ્યો અવાર નવાર સોશ્યલ મીડિયા ઉપર જોવા મળી રહ્યા છે. પોલીસ પણ આવા લુખ્ખાઓને બરોબરનો પાઠ ભણાવી રહી છે. પરંતુ અમુક માથાભારે શખ્સો જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે પણ અમદાવાદમાં એક નશાના બંધાણી શખ્સે એક નિર્દોષ યુવકનું કોઈ ધારદાર વસ્તુ વડે માથું ફોડી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે. આટલુંજ નહી પણ આ લુખ્ખા તત્વે પોલીસ સામે પણ દાદાગીરી કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે.

ઘટના વિશે મળતી માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં સાબરમતી નદીના કિનારે છારાનગર સ્મશાન ભૂમિ આવેલ છે. ત્યાં એક વિકલાંગ યુવક ટી સ્ટોલ ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અમે જે ટી સ્ટોલ ની વાત કરી રહ્યા છે એ ટી સ્ટોલ સમગ્ર ગુજરાતમાં ફેમસ છે. કારણ કે આ ટી સ્ટોલનું નામ જ ભયાનક ટી સ્ટોલ છે. આ ટી સ્ટોલની ખાસ વાત એ છે કે, અહીંયા “ચા” ના નામ ખુબજ અનોખા છે, જેમાં ચુડેલ ચા, કંકાલ ચા, અને અન્ય ભૂત પીસાચોના નામથી ચા વેચાય છે. એટલુંજ નહી પણ આ ટી સ્ટોલ ચલાવનાર વિકલાંગ યુવક લોકોને આકર્ષિત કરવા અમુક સમયે ભૂતનો માસ્ક પહેરી ચા બનાવતો નજરે પડે છે. ભયાનક ટી સ્ટોલની પ્રચલીતતા અને મીડિયામાં પ્રચાર જોઈ લોકો દૂર દૂર થી આ ટી સ્ટોલ ઉપર ચા પીવાનો આનંદ લેવા આવતા હોય છે.

આજના બનાવ સંદર્ભે વાત કરીયે તો આજે બપોરના સમયે ભયાનક ટી સ્ટોલ ઉપર એક ગ્રાહક ચા પિવા આવ્યો હતો. અને ચા પીતા પીતા ટી સ્ટોલના સંચાલક સાથે વાત કરતો હતો. તે દરમ્યાન એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો જે ખુબજ નશો કરેલી હાલતમાં હતો. નશાની હાલતમાં યુવાને ટી સ્ટોલ ઉપર ચા પીતા શખ્સને કોઈ કારણ વગર ગાળો આપી માર મારવાનું શરુ કરી દીધું હતું. જેથી યુવકે નશેડી યુવકનો પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી. પરંતુ નશામાં ધુત યુવકે પોતાની પાસે રહેલી કોઈ ધારધાર વસ્તુ વડે પ્રતિકાર કરતા શખ્સનું માથું ફોડી નાખ્યું હતું. ટી સ્ટોલ ચલાવતા વિકલાંગ યુવકે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક 100 નંબર ઉપર કંટ્રોલ મેસેજ કરી પોલીસને સમગ્ર ઘટના કહી બતાવી હતી. જેથી એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી જતા લોકોના ટોળા એકઠા થયા હતા. પરંતુ નશામાં ધુત યુવકે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. એરપોર્ટ પોલીસે યુવકને પકડવાનો પ્રયાસ કરતા યુવકે પોતાની પાસે રહેલી ધારધાર વસ્તુ વડે પોલીસને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે પણ માથાભારે શખ્સનો સામનો કર્યો હતો. પરંતુ માથાભારે યુવકે પોલીસની પાસે રહેલી લાકડી પકડીને તેમને પથ્થર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ વિડીયોમાં દારૂના નશામાં ધુત માથાભારે યુવકનો આતંક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. હાલ એરપોર્ટ પોલીસે યુવકની ધરપકડ કરી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.


જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Related posts

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં દામકા,વાંસવા સહિતના ગામોનાં રોડ, રસ્તા, પાણી તેમજ રોજગારના પ્રશ્ને પડતી મુશ્કેલીઓ ના ઝડપી નિવારણ માટે કલેકટરને પત્ર લખી માંગણીઓ કરાઈ! નિવારણ ના કરવામાં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે કરાશે આંદોલન,” નેતા દર્શન નાયક:

Ritesh Parmar

સુરત / ઉધના વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા મહિલા બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી, સ્થાનિક પોલીસમા દોડધામ, દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Ritesh Parmar

અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી, જાણો શુ છે સમગ્ર બનાવ….

Ritesh Parmar

Leave a Comment