Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કોણ છે આ વહીવટદારો જેને ગુજરાત રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાનો ડર નથી, દેશી દારૂની સપ્લાય કરવાનો ખુલ્લો પરવાનો કોના આશીર્વાદથી? કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂના કટ્ટાઓની હેરાફેરીનો વિડીયો વાયરલ!

કોણ છે આ વહીવટદારો જેને ગુજરાત રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાનો ડર નથી, દેશી દારૂની સપ્લાય કરવાનો ખુલ્લો પરવાનો કોના આશીર્વાદથી? કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂના કટ્ટાઓની હેરાફેરીનો વિડીયો વાયરલ!

Our Visitor

009822
Total Users : 9822
Total views : 11500
Who's Online : 1

કોણ છે આ વહીવટદારો જેને ગુજરાત રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાનો ડર નથી, દેશી દારૂની સપ્લાય કરવાનો ખુલ્લો પરવાનો કોના આશીર્વાદથી? કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂના કટ્ટાઓની હેરાફેરીનો વિડીયો વાયરલ!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

          ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અવારનવાર દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓની મીલીભગતના કારણે સમગ્ર ગુજરાતમાં બે રોકટોક દારૂનું વેચાણ થાય છે. એવા ઘણા બધા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે જેમાં ગુજરાત પોલીસના અમુક પોલીસકર્મીઓની શંકાસ્પદ ભૂમિકાના લીધે સમગ્ર ગુજરાત પોલીસને શર્મશાર થવું પડ્યું છે. તેમ છતાં શોર્ટકટ રીતે પૈસા કમાવવાની લાલચમાં બુટલેગરો સાથે મીલીભગત કરી ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો વેપલા અમુક પોલીસકર્મીઓ અને વહીવટદારોના પાપે ચાલી રહ્યા છે. જેને અનુસરતી એક ઘટના અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જતા સ્થાનિક પોલીસના કાળા કારનામાની પોલ ખોલી નાખી છે.

       આ ઘટનાના લીધે ફરી એક વખત રાજ્ય સરકારના દારૂબંધીના મજબૂત દાવાઓ પોકળ સાબિત થયા છે. આશ્ચર્યજનક બાબત તો એછે કે, એકટીવા ઉપર કોથળામાં દેશી દારૂનો મોટો જથ્થો લઈ જતા બુટલેગરને સ્થાનિક જાગૃત નાગરિકે ઝડપી પાડ્યો હતો, બુટલેગરે મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરાવતા સામે છેડેથી કઈ લઈને જવાદોની વાત કરવામાં આવી હતી. ત્યારે એકટીવા ઉપર માલ સપ્લાય કરનાર શખ્સ પણ પૈસા આપવાની વાત કરી રહ્યો છે.  વિડીયોમાં ચોકાવનારી વિગત સામે આવી હતી જેમાં દેશી દારૂનો જથ્થો  બુટલેગર ઉદયસિંહનો હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજીતરફ આ વીડિયોમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના વહીવટદારોએ ઉદયસિંહને પરમિશન આપી છે તેવું સ્પષ્ટ સાંભળવા મળી રહ્યું છે.

        હવે વાત કરીયે સ્થાનિક પીઆઈ ની તો સુ આવી રીતે ખુલ્લેઆમ દેશી દારૂની હેરાફેરી તેમના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થતી હોય તો સુ આ બાબતે તેઓ અજાણ છે? કે પછી સમગ્ર જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે? અગાઉ પણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી, ઇંગ્લિશ દારૂ, તેમજ જુગાર સટ્ટાની સચોટ ખબર સ્થાનિક અગ્રણી અખબારમા છપાઈ હતી. તેમ છતાં આજ દિન સુધી બુટલેગરો કે જુગાર સટ્ટાના સંચાલકો સામે કોઈ ઠોશ કાર્યવાહી કરવામાં નથી આવી. આટલુંજ નહી પરંતુ સ્થાનિક સૂત્રો અને એક જાગૃત નાગરિકની વાત કરીએ તો એમને જણાવ્યું હતું કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂની હાઠડીઓ ધમ ધમી રહી છે, તો અમુક જગ્યાએ પોલીસની મીલીભગત અને વહીવટદારોના ખુલ્લા આશીર્વાદ ના લીધે ઇંગ્લિશ દારૂ તથા જુગાર સટ્ટાઓ ના અડ્ડાઓ ચાલી રહ્યા છે. પરંતુ લાખો રૂપિયાનો ભરણ ભરતા બુટલેગરો અથવા અન્ય અસામાજિક પ્રવૃતિઓ ચલાવતા તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

       સૂત્રોની વાત કરીએ તો આ સમગ્ર બાબતે એક જાગૃત નાગરિક દ્વારા કૃષ્ણનગર અને નરોડા પોલીસ સ્ટેશનને લગતા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અવારનવાર વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓની જાણ કરવામાં આવી હતી. તેમ છતાં જાણે આવા અધિકારીઓને દારૂ જુગારના ચાલતા ગેરકાયદેસર ધંધાઓ બંધ કરાવવામાં કોઈ રસ નથી. જેથી કરીને આવી ઘટનાઓ પ્રકાશમાં આવે તો કોઈ નવાઈ ની વાત નથી. હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરાયો છે, જેમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારોની મીલીભગતના કારણે ખુલ્લેઆમ દેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવે છે. એટલુંજ નહી પણ આ સમગ્ર મામલે વિડીયો વાયરલ કરનાર જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે આ દેશી દારૂનો જથ્થો કોઈ ઉદયસિંહ નામના બુટલેગરનું છે. અને આ ઉદયસિંહ નામના બુટલેગરની સાંઠગાંઠ કૃષ્ણનગરના વહીવટદારો સાથે છે તેમજ નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદારો ઉપર પણ આક્ષેપ કરાયો છે. હવે જોવાનું રહ્યું કે આ વાયરલ થયેલા વીડિયોમાં કેટલી સત્યતા છે ને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ મામલે તપાસ કરે છે કે કેમ? અને જો તપાસ કરાય તો વિડીયોમાં કરેલા દાવાઓ કેટલા સાચા છે તે પણ ચોક્કસ રીતે સામે આવી શકે છે.
જુઓ ખુલ્લેઆમ દેશી દારૂની સપ્લાય કરતા શખ્સનો વિડીયો

કોણ છે આ વહીવટદારો જેને ગુજરાત રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાનો ડર નથી, દેશી દારૂની સપ્લાય કરવાનો ખુલ્લો પરવાનો કોના આશીર્વાદથી? કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂના કટ્ટાઓની હેરાફેરીનો વિડીયો વાયરલ!

Related posts

ભાવનગર / મમ્મી પપ્પા હું તમને બહુજ પ્રેમ કરું છું, પણ મારે ત્યાં લગન નથી કરવા, નર્સનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Ritesh Parmar

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી, કહ્યું સોમવાર સુધી જિલ્લા અને તાલુકાની કોર્ટમા ફિઝીકલ હિયરિંગ શરુ કરવામાં ના આવે તો મંગળવારે આંદોલન પર ઉતરીશુ

Ritesh Parmar

ડાંગ/ દિવાળી વેકેશન બાદ શાળા શરુ થયાના પહેલા જ દિવસે ધોરણ 11 માં ભણતા વિધાર્થીએ શાળામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ખળબળાટ મચ્યો

Ritesh Parmar

Leave a Comment