Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂ વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે

પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂના વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂના વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે
પ્રતિકાત્મક તસ્વીર

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

કાયદાનું પાલન કરાવનાર પોલીસ જ જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે સામાન્ય પ્રજાને તો શું કહેવું? આવું જ કંઈક અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરેલ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદ શહેરના બે પોલીસ કર્મીઓની દારૂ વેચવાના ગુનામાં અમદાવાદ ગ્રામ્યની કણભા પોલીસે ધરપકડ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, બંને આરોપીમાં એકનું નામ યુવરાજસિંહ છે જે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે.
અને બીજાનું નામ મહેન્દ્રસિંહ છે જે mt વિભાગમાં નોકરી કરે છે. હાલ કણભા પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.સમગ્ર બાબત અંગે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, ગત તારીખ 8 જાન્યુઆરી 2022ના રોજ આ વિસ્તારમાંથી ડિજી વિજિલન્સે વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક ટ્રક પકડી પાડ્યો હતો.

જેમાં 14 લાખથી વધુઓ મુદ્દામાલ તેમજ લગભગ 6.5 લાખ નો દારૂ મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. અને સ્થાનિક પોલીસે આ મામલે તપાસ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં એકનું નામ રાજેન્દ્ર સિંહ જાટ અને અમિત જાટ હતું. આ બંને આરોપીઓની તપાસ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. વધુ તપાસ કરતા સામે આવ્યું કે જસપાલ સિંહ પવાર તેમજ બે પોલીસ કર્મી યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ દ્વારા હરિયાણાથી દારૂ મંગાવવામાં આવ્યો હતો. આ લોકો બહારથી દારૂ મંગાવીને અમદાવાદમાં બીજા લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હતા.

જણાવી દઈએ કે આમાંનો એક આરોપી યુવરાજ સિંહ આ પહેલા પણ દારૂના કેસમાં પકડાઈ ગયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ લોકોએ પહેલા કેટલી વાર આ રીતે દારૂ મંગાવી ચુક્યા છે. અમદાવાદ ગ્રામ્ય sp વીરેન્દ્ર યાદવે આ મામલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને આ કેસમાં હજુ બીજા લોકોની ધરપકડ પણ થઈ શકે છે.


પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂ વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે

Related posts

પંચમહાલ / શહેરાની અણીયાદ ચોકડી પર ભાજપના કાર્યકરો પર હુમલો, પોલીસે હવામાં કરવું પડ્યું ફાયરિંગ, 50 લોકોના ટોળા સાથે 6 સામે નામ જોગ ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

ઘોર કળયુગ… પતિએ પત્નીને કહ્યું મારી સાથે શારીરિક સંબંધ બાંધવા હોય તો તારા પિયરમાંથી થી 5 લાખ રૂપિયા લઈ આપ

Ritesh Parmar

રાજ્યના DGP વિકાસ સહાય જામનગરની મુલાકાતે: SP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી કરાયું સ્વાગત

Ritesh Parmar

Leave a Comment