Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15368
Who's Online : 3

ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

*નાના ઝઘડાઓમાં 25 ટકા હત્‍યા થઇ, 2020માં લવ અફેરમાં 170 હત્‍યા
*રાજ્યમાં રોજના સરેરાશ 3 મર્ડર, 2020 માં 982 હત્યાઓ
ટાઈમ્સ ઓફ અમદાવાદ . ગુનાખોરીની દુનિયામાં સૌથી મોટો ગુનો શું હોય છે, તમામનો પહેલો જવાબ હત્યા જ હશે. કોઈની હસતી-રમતી દુનિયા ક્ષણભરમાં ઉજડી જાય છે.

બીજા બધા ગુનામાં તો બીજો મોકો પણ મળે છે. પણ જુર્મની દુનિયામાં મર્ડર એવી ઘટના છે, જેમાં કોઈ બીજી લાઈફલાઈન નથી હોતી. મળે છે તો માત્ર મોત. ત્યારે, સાવલ એ ઉભો થાય કે હત્યા પાછળ કયા કારણો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો NRCB ની 2021માં આવેલા રિપોર્ટમાં ગુજરાતમાં હત્યાની પાછળ સૌથી મોટું કારણ લવ અફેર અને આડા સંબંધ છે હોવાનું સામે આવ્યું છે.

ત્યારબાદ, ગુજરાતમાં નાના-નાના ઝઘડાઓ પણ વિરાટ સ્પરૂપ લઈ લે છે. અને આખરે તે હત્યામાં પરિણમે છે. આ જાણીને તમને થોડી નવાઈ લાગશે પણ આ હકિકત છે. NRCBના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં ગુજરાતમાં લવ અફેર અને આડા સંબંધોમાં 25 ટકા જેટલી હત્યાઓ થઈ છે. ત્યાર બાદ, ગુજરાતમાં નાના-નાના ઝઘડાઓમાં પણ 25 ટકા જેટલી હત્યાઓ થાય છે.

*રાજ્યમાં રોજની સરેરાશ 3 જેટલી હત્યા

NCRBની રિપોર્ટમાં વર્ષ 2020નો ડેટા જાહેર કરાયો છે. જેમાં, 2020 ગુજરાતમાં કુલ 982 હત્યાઓ થઈ છે. એટલે સરેરાશ રોજ 3 હત્યાઓ રાજ્યમાં થાય છે. જેમાં દર 4 હત્યા પાછળ 1 હત્યાનું કારણ પ્રેમ સંબંધ અને આડા સંબંધમાંથી હોય છે. જ્યારે, ગુજરાતમાં નાના ઝઘડાઓ પણ મોટું સ્વરૂપ લઈ લે છે અને જેના કારણે હત્યાઓના ગુના પણ વધ્યા છે.

ગુજરાતમાં 2020માં લવ અફેરમાં 170 હત્યાઓ થઈ છે. ત્યારે, આડા સંબંધમાં ગુજરાતમાં 61 હત્યાઓ થઈ છે. એટલે 18 ટકા હત્યાઓ લવ અફેરમાં થાય છે અને 7 ટકા જેટલી હત્યાઓ આડા સંબંધોના કારણે થાય છે. ત્યારે 100 ટકામાંથી 25 ટકા હત્યાઓ પાછળનું મુળ કરાણ આ પ્રેમ છે તેવું પ્રતિત થાય છે.

*નાના-ઝઘડાઓમાં 24 ટકા હત્યા

નાની બાબતોમાં રાજ્યમાં 226 હત્યાઓ થઈ છે. જે 24 ટકા જેટલું કહી શકાઈ. ત્યારે, અંગત અદાવતોમાં પણ ગુજરાતમાં હત્યાનો આંકડો ખુબ જ મોટો છે. અંગત અદાવતમાં 2020માં 167 હત્યાઓ થઈ છે.


ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

Related posts

કમોસમી માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓને અસર,પેટા-ખેતરોમાં કપાયેલી શેરડીનો મોટો જથ્થો પડી રહેતા ખેડૂતોની ચિંતા વધી

Ritesh Parmar

સાવધાન : ત્રીજી આંખ સક્રિય, 4000 કેમેરા રાખશે વોચ અમદાવાદ શહેર પર પોલીસની બાજ નજર ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર રખાશે નજર,

Ritesh Parmar

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Ritesh Parmar

Leave a Comment