Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી / વડિયા કોર્ટમાં ચાલુ હિયરિંગ દરમ્યાન વકીલને હાર્ટ-એટેક આવ્યું! વકીલે જજ સાહેબને સાહેદ તપાસવાનું કહેતા જજ જોશી ઉશ્કેરાયી ગયા હોવાનું આક્ષેપ, જજે અશોભનીય વર્તન કરતા વકીલને હાર્ટ-એટેક આવ્યાનો આક્ષેપ, વકીલો હડતાલ ઉપર ઉતર્યા

ધારીમાં ચાલુ હિયરિંગ દરમ્યાન વકીલને હાર્ટ-એટેક આવ્યું! વકીલે જજ સાહેબને સાહેદ તપાસવાનું કહેતા જજ જોશી ઉશ્કેરાયી ગયા હોવાનું આક્ષેપ, જજે અશોભનીય વર્તન કરતા વકીલને હાર્ટ-એટેક આવ્યાનો આક્ષેપ, વકીલો હડતાલ ઉપર ઉતર્યા

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ધારીમાં ચાલુ હિયરિંગ દરમ્યાન વકીલને હાર્ટ-એટેક આવ્યું! વકીલે જજ સાહેબને સાહેદ તપાસવાનું કહેતા જજ જોશી ઉશ્કેરાયી ગયા હોવાનું આક્ષેપ, જજે અશોભનીય વર્તન કરતા વકીલને હાર્ટ-એટેક આવ્યાનો આક્ષેપ, વકીલો હડતાલ ઉપર ઉતર્યા

કોર્ટ કાર્યવાહીથી અળગા રહી સેશન્સ કોર્ટમાં આવેદન પાઠવ્યું

ધારીમાં વકિલનું મેજિસ્ટ્રેટ દ્વારા અપમાન કરાતા વકિલ મંડળે અચોકકસ મુદતની હડતાલનું એલાન કરી આજે કોર્ટ કાર્યવાહીનો બહીષ્કાર કરી સેસન્સ કોર્ટને આવેદન પાઠવ્યુ હતું. ધારી વકીલ મંડળે આવેદન પાઠવી જણાવેલ કે વડીયા મુકામે જોષીની કોર્ટમાં ચાલતા ફો.કે.નં 160/2017 ના કામે આરોપીના વકીલ એન.બી.રાઠોડ સાથે બચાવપક્ષ ના સાહેદ તપાસવા બાબતે વડીયાના જજ જોષીએ ખુબજ ગરમ થઈને ખુલ્લી અદાલતમાં અપમાન કરી વકીલ રાઠોડ સાથે ખુબ જ અશોભનીય વર્તન કરેલ છે.વકીલ એન.બી.રાઠોડ હાર્ટ પેશન્ટ હોય તેમણે ખુબજ નમ્રતાથી જજ જોષીને સાહેદ તપાસવા માટે વિનંતી કરેલી તેમ છતા તેમની સાથે અશોભનીય અને અપમાન જનક વર્તન કરવામાં આવતા તેઓને હાર્ટએટેક આવી ગયેલ અને દવાખાના માં દાખલ કરવાની ફરજ પડી હતી.

વકીલ એન.બી.રાઠોડ અને તેમના પુત્ર મેહુલભાઈ રાઠોડ દવાખાના ના કામે રોકાયેલ હતા તેમ છતા જોષી તેમની સામે ઈન્કવાયરી કેસ નં 3/ર0રર કરી ઈ.પી.કો.કલમ – રર8રર4રરપ મુજબ કેસ દાખલ કરી કિન્નાખોરી થી તેઓની સામે વોરંટ નો હુકમ કરેલ જેની સામે નામદાર સેશન્સ કોર્ટ અમરેલી માં રિવીઝન દાખલ થતા નામદાર કોર્ટે વોરંટ ના હુકમ સામે સ્ટે આપેલ છે.
જોષી સાહેબે એક જજને શોભે નહી તેવો ગેર ન્યાયીક વ્યવહાર કરી ગેરશિસ્ત ભરેલ અને કોર્ટનો ડેકોરમ ન જળવાય અને કોર્ટની ગરીમાં ને ઠેસ પહોંચે તેવી ઉદ્ધતાઈ ભરેલ વર્તન અને વાણી વિલાસ કરી સમાજમાં કોર્ટની આબરૂૂ અને શિસ્તને ઠેસ પહોંચાડેલ છે. અને પોતાને મળેલ સત્તાનો દુરપયોગ કરવા સમાન છે. અને બાર અને બેન્ચ વચ્ચે તણાવ ભર્યું વાતાવરણ સર્જાયેલ છે. જેથી જજ જોષીના મનરવી અને ગેરશિસ્ત સભર વર્તન અને વર્તણુક ને ધ્યાને લઈ ધારી બાર એસોશિએશન ના તમામ વકીલો તા.01/08/2022 થી અચોકકસ મુદત સુધી નામ.કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવેલ છે.આમ અમારી આ રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય થવા મહે.થશે.અરજન્ટ સહીતની તમામ કામગીરીથી અલિપ્ત રહેવાનું તથા કોર્ટરૂૂમ મા પ્રવેશ કરવો નહી તેવુ પણ ઠરાવવામાં આવે છે. તેમજ તા.13/082022 સુધીમાં સદર પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આવનારી તા.13/08/2022ની લોક અદાલતનો બહિષ્કાર કરવો તેવ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.
જે આપ નાઓ ની જાણ સારુ તથા વડીયા બાર એસોશિએશન અને અમરેલી બાર એસોશિએશન ના ઠરાવોને ટેકો આપીએ છીએ અને વડીયા કોર્ટમાં બનેલ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.


અમરેલી / વડિયા કોર્ટમાં ચાલુ હિયરિંગ દરમ્યાન વકીલને હાર્ટ-એટેક આવ્યું! વકીલે જજ સાહેબને સાહેદ તપાસવાનું કહેતા જજ જોશી ઉશ્કેરાયી ગયા હોવાનું આક્ષેપ, જજે અશોભનીય વર્તન કરતા વકીલને હાર્ટ-એટેક આવ્યાનો આક્ષેપ, વકીલો હડતાલ ઉપર ઉતર્યા

Related posts

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

Ritesh Parmar

રાજકોટમાં યુપી વાળી સ્ટાઈલ, સોપાન હાઈટ્સમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી માટે મળેલી મિટિંગમાં ડખો થતાં કોલેજના ક્લાર્કને રિવોલ્વર તાકી ખૂનની ધમકી

Ritesh Parmar

મહીસાગર /સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બુટલેગરના ઘરમાંથી અધધધ 53 લાખની રોકડ મળી, મહિલા સહીત બે લોકોની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment