Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટમાં યુપી વાળી સ્ટાઈલ, સોપાન હાઈટ્સમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી માટે મળેલી મિટિંગમાં ડખો થતાં કોલેજના ક્લાર્કને રિવોલ્વર તાકી ખૂનની ધમકી

રાજકોટમાં યુપી વાળી સ્ટાઈલ, સોપાન હાઈટ્સમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી માટે મળેલી મિટિંગમાં ડખો થતાં કોલેજના ક્લાર્કને રિવોલ્વર તાકી ખૂનની ધમકી

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

રાજકોટમાં યુપી વાળી સ્ટાઈલ, સોપાન હાઈટ્સમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી માટે મળેલી મિટિંગમાં ડખો થતાં કોલેજના ક્લાર્કને રિવોલ્વર તાકી ખૂનની ધમકી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

‘આટલી વાર લાગશે, ભડાકા થઈ જશે’ કહી ધમકી આપી: આર્મ્સ એક્ટ હેઠળ નોંધાતો ગુનો

રાજકોટમાં રૈયારોડ પર આલાપ ગ્રીન સીટી પાસે આવેલા સોપાન હાઈટ્સ બિલ્ડીંગમાં સોસાયટીની મીટીંગ વેળાએ ચુંટણી કરવા મુદે ડખ્ખો કરી સોસાયટીમાં રહેતા શખ્સે રિવોલ્વર સાથે ધસી આવી સોસાયટીમાં કોને ચુંટણી કરવી છે.

કહી સરકારી કોલેજના કલાર્કને રિવોલ્વર તાકી આટલી વાર લાગશે, ભડાકા થઈ જશે તેવી ધમકી આપી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે કલાર્કની ફરિયાદ પરથી ધમકી આપનાર શખ્સ સામે આર્મ્સ એક્ટ અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા સોપાન હાઈટ્સ ફેસ-2માં બ્લોક નંં.જે 802માં રહેતા અને સરકારી કોલેજમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં કમલભાઈ તુલજાશંકર વ્યાસ (ઉ.વ.35)એ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોપાન હાઈટસમાં બ્લોક નં.જી-1201માં રહેતા હરેશ પાઠકનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સોપાન હાઈટસ બિલ્ડીંગની કમીટીમાં મેમ્બર હોય સોપાન હાઈટસમાં કુલ પાંચ વિંગ છે દરેક વિંગમાંથી ત્રણ-ત્રણ કમિટી મેમ્બર નીમેલા છે તથા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવાની હજુ બાકી હોય જેથી આ વરણી કરવા માટે ચુંટણી યોજવી જોઈએ કે નહીં તે નકકી કરવા માટે ગત તા.11ના રાત્રે સોસાયટીની મિટીંગ રાખેલી હોય જેમાં ચુંટણી યોજવાની વાત ચાલતી હતી.
મિટીંગ ચાલુ હતી તે વેળાએ જી વિંગમાં રહેતો હરેશ પાઠક રિવોલ્વર લઈ ધસી આવ્યો હતો અને કોને ચૂંટણી કરવી છે, તેમ કહી કમલભાઈની સામે રિવોલ્વર તાકી આટલી વાર લાગશે અને ભડાકા થઈ જશે તેમ કહી ચુંટણી નહીં કરવા ધમકી આપી નાશી ગયો હતો.
આ અંગે કમલભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપી હરેશ પાઠક સામે ધમકી અને આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ બી.જી.ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં યુપી વાળી સ્ટાઈલ, સોપાન હાઈટ્સમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી માટે મળેલી મિટિંગમાં ડખો થતાં કોલેજના ક્લાર્કને રિવોલ્વર તાકી ખૂનની ધમકી

Related posts

વાઇબ્રન્ટ ગુજરાત : વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની મુલાકાતે, વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

Ritesh Parmar

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Ritesh Parmar

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Ritesh Parmar

Leave a Comment