Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મમ્મી-પાપા I LOVE YOU મને માફ કરજો’ કહીને અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે ટુંકાવ્યું જીવન

મમ્મી-પાપા I LOVE YOU મને માફ કરજો’ કહીને અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે ટુંકાવ્યું જીવન

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

મમ્મી-પાપા I LOVE YOU મને માફ કરજો’ કહીને અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે ટુંકાવ્યું જીવન

સમગ્ર રાજ્યમાં આપઘાત (Suicide) ની ઘટનાઓમાં સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા અમરેલી (Amreli) માંથી સામે આવી છે.અમરેલીમાં આવેલા સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આજે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે.

સુસાઈડ નોટમાં મૃતક યુવાને પોતાના માતા-પિતાની માફી માગી છે. ઘટનાની જાણ થતા પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે. જેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી કલેકટર કચેરીના પાછળના ભાગે આવેલી સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં નોકરી કરતો આશિષ બગડા નામનો યુવક કાલે સવારે નોકરી પર આવ્યો હતો. ત્યારબાદ બાજુની ઓફિસમાંથી તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આશિષનો ફોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા. ત્યારબાદ આશિષની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે અમરેલી પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની શક્યતા જોવા મળી રહી છે. હાલમાં પોલીસે વધુ માહિતી મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પોહચી ગયા હતા.


મમ્મી-પાપા I LOVE YOU મને માફ કરજો’ કહીને અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે ટુંકાવ્યું જીવન

Related posts

કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

Ritesh Parmar

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Ritesh Parmar

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Ritesh Parmar

Leave a Comment