Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Our Visitor

013341
Total Users : 13341
Total views : 15620
Who's Online : 2

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમરેલી જીલ્લાના ચલાલામાં કરુણ ઘટના બની છે અહીંની હરિધામ સોસાયટીમાં એક માતાએ પોતાની ૨ પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરી સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઘરકંકાસના કારણે બે બાળકીઓ સાથે સુસાઇડ કર્યું હોવાનું પોલિસ તપાસમાં સામે આવ્યું છે એક સાથે એકજ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચલાલાના હરિધામ સોસાયટીના એક મકાનમાં ધુમાડાના ગોટે-ગોટા નીકળતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને આસપાસના લોકોએ મકાન માલિક અને મૃતક મહિલાના પતિ ભરતભાઈ દેવમુરારીને જાણ કરી હતી અને ત્યાર બાદ ઘરનું દરવાજો અને આગ લાગવાનું સ્થળ બેડરૂમમાં પહોંચ્યા હતા અને દરવાજો ખોલતાની સાથે જ ભરતભાઈ દેવમુરારીના પત્ની સોનલબેન દેવમુરારી(ઉ.વ.૪૦) તેમજ તેમની બે પુત્રીઓ હિતાલી તેમજ ખુશી(ઉ.વ.૩ માસ) ખરાબ રીતે દાઝી ગયેલી હાલતમાં મળ્યા હતા અને અને ત્યાર બાદ સ્થાનિકોએ ફાયરની ગાડી પંહોચે તે પહેલા જ આગ પર કાબુ મેળવ્યો હતો અને આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી તેમજ મામલતદાર અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્રણેયની લાશને પીએમ માટે ચલાલાના સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Related posts

બોલો અમદાવાદમાં મુંબઈ વાળી, શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો, આરોપી યુવકનો છે ગુનાહિત ઇતિહાસ, પોલીસે મેથીપાક ચખાડી કર્યો જેલ હવાલે

Ritesh Parmar

સુરત / અશ્લીલ મેસેજ કરનાર કડોદરાના PSI ને સસ્પેન્ડ કરાયા! મહિલા સહકર્મીને મોડી રાત્રે અશોભનીય મેસેજ કરતા કરાઈ કાર્યવાહી, પોલીસ બેડામાં મચ્યો ખળબળાટ

Ritesh Parmar

સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે

Ritesh Parmar

Leave a Comment