Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

ગુજરાત વિધાનસભામાં ભાજપના 156+3 એમ 159 ધારાસભ્યો છે પરંતુ અનેક પૂર્વ મંત્રીઓ અને ભુતકાળમાં જેમનો વિધાનસભાથી લઇ સચિવાલયમાં દબદબો હતો તેવા અનેક ધારાસભ્યોને પોતાને ટીકીટ મળી તેથી લક્કી સમજતા હતા અને જીતી ગયા પછી મંત્રીમંડળમાં સ્થાન મેળવશે તેવી આશા હતી.

પરંતુ જે રીતે મોદી-શાહ અને પાટીલની જોડીએ નાનુ મંત્રી મંડળ રાખ્યુ અને તેમાં પણ અનેક જૂુના મંત્રીઓને તેમજ મોટુ સ્થાન ભોગવી ચૂકેલા પક્ષના નેતાઓને નહીં સમાવતા તેઓને વિધાનસભામાં સમય પસાર કરવો પણ મુશ્કેલ છે.સૌથી મહત્વનું શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા તેની પાછળ પક્ષની ચાલ શું છે તે હજુ સુધી કોઇ સમજી શક્યું નથી અને અંતે તેમનો અવાજ ખુબ જ સારો છે તેમ કહી મન મનાવી લેવાયું છે તો બીજી તરફ બે પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવા ફરી વિધાનસભામાં તો ચૂંટાયા અને હવે બાજુબાજુમાં બેસીને એકબીજાને સાંત્વના આપે છે.

ભાજપના પૂર્વ દંડક પંકજ દેસાઈ પાસે હવે કોઇ કામ નથી અને તેથી તેઓ આંટા મારતા નજરે ચડ્યા હતા. કેટલાક પૂર્વ મંત્રીઓ અને સિનિયર સભ્યો મંત્રીઓની ચેમ્બરમાં જતા પણ શરમ અનુભવે છે અને તેથી તેઓ તૂર્ત જ તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાન અથવા વતનમાં ચાલ્યા જાય છે.


ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Related posts

24 કલાકની અંદર જ અમદાવાદમાં હિટ એન્ડ રનની બીજી ઘટના, નરોડા પાટિયા પાસે જ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો, યુવકનું થયું મોત

Ritesh Parmar

રાજકોટ/ હિસ્ટ્રીશીટરને જાહેરમાં મારમારી અને વરઘોડો કાઢવાના કેસમાં PSI સહીત પાંચ પોલીસકર્મીઓ સામે હાઇકોર્ટે 10-10 હજાર રૂપિયાનો દંડ ફ્ટકાર્યો, ત્રણ દિવસમાં પૈસા ભરી દેવા કડક આદેશ

Ritesh Parmar

અત્યાચાર /સત્યના’ પારખા’ માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં ડૂબાડ્યો
પાડોશી મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ

Ritesh Parmar

Leave a Comment