Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અત્યાચાર /સત્યના’ પારખા’ માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં ડૂબાડ્યો
પાડોશી મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ

અત્યાચાર /સત્યના’ પારખા’ માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં ડૂબાડ્યોપાડોશી મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

અત્યાચાર /સત્યના’ પારખા’ માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં ડૂબાડ્યોપાડોશી મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ
પીડિત બાળકી

*સાંતલપુરની ઘટના મંત્રી પ્રદીપ પરમારે વખોડી કાઢી

*મંત્રી પ્રદીપ પરમારનો હુંકાર કહ્યુ – ગુનેગારોને સખત સજા થશે

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પાટણ જિલ્લાના સાંતલપુર ગામખાતે કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. સતના પારખા માટે એક 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવવામાં આવ્યો હતો. બાળકીના વાલી તરફથી આ મામલે પાડોશી મહિલા સામે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહિલાએ પોતાની વાતની ખરાઈ કરવા માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો હોવાની વાત સામે આવી છે. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી. સામાજિક ન્યાય – અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે ઘટનાને વખાડી કાઢી છે, કહ્યું, ગુનેગારોને સખત સજા થશે.

સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર

પાટણના સાંતલપુરમાં લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલા ઘરે આવી હતી, તેણે બાળકીને કહ્યું હતું કે, ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ મામલે બાળકીએ ના પાડી હતી. પરંતુ લખીબેન માની ન હતી. તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ હતી અને સત્યના પારખા કરાવવા માટે તેનો હાથ ગરમ તેલમાં નંખાવડાવ્યો હતો.

મહિલાએ બાળકીનો જમણો હાથ ગરમ તેલમાં નાંખ્યો હતો. બાળકીનો કાંડા સુધીનો આખો હાથ દાઝી ગયો હતો. આ જોઈ મહિલા ત્યાંથી ભાગી ગી હતી. બાળકીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેના બાદ બાળકીને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીના પિતાએ લખીબેન મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. સાંતલપુર પીએસઆઈના જણાવ્યા મુજબ પોલીસ જ્યારે તપાસ કરવા માટે પહોંચી ત્યારે આરોપી મહિલા તેના ઘરેથી જ મળી આવી હતી.

ઘટના દુખદ છે – મહિલા અને બાળ વિકાસ આયોગ

પાટણ ઘટના અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, પાટણમાં સત્યના પરખા કરવાની ઘટના દુઃખદ બાબત છે. કૃત્ય કરનાર મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકીની સારવારની સ્થળ તપાસ માટે આદેશ અપાયા છે. સ્થળ તપાસ કરી અહેવાલ પણ માંગવામાં આવ્યો છે. માનસિક અને શારીરિક પીડા આપવાનો કોઈને અધિકાર નથી. બાળકોને લઈ સરકાર સાથે સમાજની પણ જવાબદારી બને છે. તેથી આ ખૂબ અસહ્ય અને ગંભીર બાબત છે. બાળ જાગૃકતાના અભાવને દૂર કરવામાં આવશે.


અત્યાચાર /સત્યના’ પારખા’ માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં ડૂબાડ્યો<br>પાડોશી મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ

Related posts

બારડોલી તાલુકા પંચાયતના કથિત સ્માર્ટ બોર્ડ કૌભાંડ મામલે કોંગ્રેસનો મોરચો!બારડોલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આ મામલે તટસ્થ તપાસની માગ કરી,બારડોલી તાલુકા પંચાયતમાં થતાં ભ્રષ્ટાચારને લઈ કોંગી કાર્યકરોએ રોષ ઠાલવ્યો

Ritesh Parmar

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Ritesh Parmar

Leave a Comment