Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી સમાજ સુધારણા અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો

છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી કુ રિવાજો અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી કુ રિવાજો અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે છેડાલ પરગણા વણકર સમાજના આગેવાનો અને શિક્ષિત મહિલાઓ દ્વારા સમાજમાં ચાલતી , અંધશ્રદ્ધા, જન્મ મરણ, લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચાઓ, નવી પેઢીના યુવાનો ડ્રગ્સ, દારૂ, ગાંજા અને પ્રકારના વ્યસનોમાં સંડોવાઈ પોતાનું અને પોતાના પરિવારનું જીવન બરબાદ ના કરે, તેમજ સમાજના યુવાનો, દીકરીઓ, મહિલાઓ શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ વધારે, તથા મહિલાઓ સાથે થતી હેરાનગતિ, સાસરિયા પક્ષ તરફથી પજવણીઓ અને છુટાછેડા જેવા ગંભીર મુદ્દાઓ ઉપર જાગૃતિ લાવવા માટે એક સંમેલનનો આયોજન કરાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા શહેર, ગામડાઓ અને નજીકના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, શિક્ષિત મહિલાઓ, યુવાનો અને દીકરીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં છેડાલ પરગણા વણકર સમાજની ઉચ્ચ શિક્ષિત બહેનોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા ક્લાસ ટુ ઓફિસર સંજયભાઈ પુરબીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

નીતા એસ રાઠોડ, જે કાયદા અધિકારી છે અને ભારતના બંધારણમાં સ્ત્રીના હકો અને શિક્ષણના ફાયદા અંગે લોકોને જાગૃતિ ફેલાવી છે.

ભારતનું બંધારણ એ ભારતીય નાગરિકોને મળેલી આઝાદીની સર્વોત્તમ ભેટ છે. બંધારણ દ્વારા ભારતના નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. બંધારણમાં સ્ત્રીને સમાનતાનો અધિકાર આપેલ છે, સ્ત્રી ને શિક્ષણ મેળવવાનો અધિકાર આપેલ છે, સ્ત્રી ને લગ્નજીવન અંગેના હક્કો જેવા કે ઘરેલુ હિંસા સામે રક્ષણ અને ભરણપોષણ મેળવવાનો હક્ક આપેલ છે, સ્ત્રી ને દહેજ પ્રથા અને બાળ લગ્ન સામે રક્ષણ મળે છે, સ્ત્રીને વારસાગત મિલકત મેળવવાનો અધિકાર પણ છે અને સ્ત્રી ને વ્યાવસાયિક કાર્યસ્થળે જાતિગત હેરાનગતિ, હિંસા તથા શોષણ ન થાય અને રક્ષણ મળે તે માટે પણ કાયદા બનાવવામાં આવેલ છે.

ડો. ધર્મિષ્ઠા આર. પરમાર, Asst. Professor, જેમણે દીકરા દીકરીના ભેદભાવ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.
દીકરા અને દીકરીનો ભેદભાવ વર્ષોથી સમાજમાં ચાલ્યો આવ્યો છે અને ડો. બાબા સાહેબે આપણા બંધારણમાં સ્ત્રીને સમાન હક આપેલ છે પરંતુ સ્ત્રીને શિક્ષણ, સ્વાસ્થ, સુરક્ષા, ખાન-પણ માં પુરતા હકો મળતા નથી. સન 2020 માં થયેલ સર્વે અનુસાર ચાઈલ્સ એક્ટ રેશિયો મુજબ 1000 દીકરાની સરખામણી માં દીકરીઓ ની સંખ્યા 948 રહી છે જે ચિંતા જનક બાબત કહેવાય. અત્યારે સ્ત્રી દરેક ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે છે જે તાજેતરનો દાખલો છે કે આપણા દેશના રાષ્ટ્રપતિ તરીકે સુ.શ્રી દ્રોપદી મૂર્મુ ને ચૂંટવામાં આવેલ છે.

ઉન્નતિ મયૂરકુમાર રાઠોડ : સામાજિક કાર્યકર છે અને અંધશ્રદ્ધા વિષય ઉપર પ્રકાશ પાડેલ છે.

અત્યારે શિક્ષણની સાથે અંધશ્રદ્ધા પણ વધી છે લોકો શુકન-અપશુકનમાં માનતા થઈ ગયા છે, ચોગડિયું જોઈને બહાર નિકડે છે, જો બિલાડી આડે આવે તો નક્કી અપશુકન થશે, જો દહી ખાઈને નિકડીયે તો દિવસ સારો જાય, છીંક આવે એટેલે બહાર નહીં જવું, રાહુ કેતુ નડે છે અને ખોટી વિધિ કરાવીને નંગ પહેરે છે, કાળો દોરો બાંધીએ તો નજર ના લાગે, દિવસ મુજબ કલરના કપડાં પહેરવાથી કોઈ તકલીફ ના આવે વગેરે.

ઉલ્પા જાદવ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આર & બી વિભાગ ગાંઘીનગર જેમણે વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.

આજે ૨૧ મી સદી તરફ અધ્યતન ટેકનોલોજીયુ્કત પ્રગતિ સાથે વિશ્ર્વમાં અગ્રતા પામતા દેશ તરીકે ઉભરી રહ્યો છે. પરંતુ સાથે સાથે સર્વત્ર દારૂ, ગુટખા, તમાકુ, ગાંજો ,સિગારેટ જેવા વ્યસનોની બદી સાથે બરબાદીની ગતિ તરફ ધકેલાઇ રહ્યો છે. જે સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે. દર વર્ષે ૩૧ મે ના રોજ ‘વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જેથી લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે જાગૃત અને વ્યસનથી મુકત થાય પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે તેનો કોઇ અમલ થતો નથી જે ખુબ જ શરમજનક બાબત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અંદાજ પ્રમાણે વિશ્વભરમાં ૧૪૦ મિલીયન લોકો મદ્યપાન કરે છે. આપણા સમાજમાં વ્યસનના બંધાણી થવાના કારણે કેન્સર જેવી ભયંકર બીમારીને લીધે ઘણા કુટુંબો બરબાદ થઇ ગયા છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આવનારા ભવિષ્યમાં એઇડ્સ કે ક્ષય જેવી બિમારી કરતા કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે હશે. આવો આપણે સૌ સાથે મળી સમય સાથે તાલ મિલાવી સ્વસ્થ અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવાના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરીએ.

સમાજ માટે શું કહે છે ગાયત્રીબેન શાહ

વણકર સમાજના આગળ પડતા મહિલા સમાજ કાર્યકર્તા ગાયત્રીબેન શાહ કહે છે કે, મને વણકર હોવાનું ખુબજ ગર્વ છે. કેમ કે ભૂતકાળમાં આદિમાનવ કપડાં નતા પહેરતા હતા ત્યારે સૌ પ્રથમ કપડાં સીવવાનું કામ વણકર સમાજે શરુ કર્યુ હતું. ત્યારે હવે દેશ- વિદેશથી કોઈ મોટા નેતા કે આગેવાન આવે છે ત્યારે તેમનું સ્વાગત સુતરની આટી પહેરાવી કરવામાં આવે છે. જે કામ પણ વણકર સમાજના લોકોએ શરુ કર્યુ હતું. જેથી દરેક વણકર સમાજના લોકોએ ગૌરવ અનુભવ કરવો જોઈએ.

ગીતાબેન રજનીકાંત ડોડીયા, જેમણે છુટાછેડા અંગે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે તેની સાથે સાથે છૂટાછેડાના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો છે. જે દરેક સમાજમાં જોવા મળે છે અને જે આપણને ઉધઇની જેમ કોરી ખાય છે. છુટાછેડાનું મુખ્ય કારણ અહમ (Ego), શિક્ષણનો અભાવ, સાસરીપક્ષની વધારે પડતી દખલગીરી, જતું કરવાની (Let-go) ભાવના નથી રાખતા, કોઈને Adjust થવું જ નથી, માં-બાપ યોગ્ય ન્યાય(justice) કરતાં નથી, સહનશક્તિ(Tolerance) નો અભાવ, Mobile નો વધુ પડતો ઉપયોગથી શંકા-કુશંકા ઉપજે છે અને લગ્ન બાહ્ય સંબધો(Extra Marital Affairs). હાલના સંજોગોમાં ખાલી અમદાવાદની ફેમિલી કોર્ટમાં અંદાજે ૧૧,૬૮૦/- જેટલા છુટાછેડા, મારઝુડ અને ભરણ-પોષણના કેસો પેન્ડિંગ છે. જેટલા કેસનો નિકાલ થતો નથી તેનાથી વધારે કેસો દાખલ થાય છે. તો વિચારો કે આખા ગુજરાતમાં કે દેશમાં કેટલા કેસો હશે? માં-બાપ આખી જિંદગીની કમાણી દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગમાં ખર્ચી નાખે છે અને છેલ્લે એક નાનકડી વાતમાં છૂટાછેડા લઈ લે છે, અંગે સમાજ જાગૃતની જરૂર છે.


છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી સમાજ સુધારણા અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો

Related posts

ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Ritesh Parmar

આ ટેણીયાએ તો કમાલ કરી ભાઈ, મોટા મોટા એન્જીનીયરો ગોથા ખાય જશે! લાકડાથી બનાવી નાખ્યું JCB મશીન, વિડીયો જોનાર થયાં આકર્ષિત

Ritesh Parmar

1 comment

Avatar
Gayatri shah August 29, 2022 at 6:22 pm

Superb work…..keep it up

Reply

Leave a Comment