Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરતમાં પુણા વિસ્તારમાં અનોખી રીતે ચોરી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.
પ્લમ્બરની આડમાં ફરતો શખ્સ ઘરની રેકી કરી ચોરીને આપતો હતો અંજામ
પોલીસે ચોર પાસેથી સોના – ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ રીકવર કરી

સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર બિલ્ડીંગમાં પ્લમ્બીંગનું કામકાજના બહાને ઘરની રેકી કરી તેમજ આજુબાજુના મકાનમાં કામ કરવાના બહાને બાલ્કની મારફતે બંધ ઘરમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરતા એક ઈસમને પુણા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક બાઈક અને સોના ચાંદીના દાગીના મળી કુલ 81 હજારની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો

સુરતમાં પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ચોરીના દાગીના સાથે એક ઇસમ પુણા વિસ્તારમાંથી બાઈક પર પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે કડોદરા લેન્ડ માર્ક પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળી બાઈકની માહિતી મળતા બાઈક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક ચાલકે બાઈક ઉભી રાખી ન હતી.અને ભાગવા જતા બાઈક સ્લીપ મારી ગયી હતી. જેથી પોલીસે ચાલકને પકડી લીધો હતો.

પોલીસે તેની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કુશેહી ખુરશીદ આલમ અસરૂદિન શેખ અને તે કતારગામ સ્થિત રીવરવ્યુ સોસાયટીમાં રહતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી 45 હજારની કિમતના સોનાના હાથમાં પહેરવાના બે બ્રેસલેટ, 10 હજારની કિમતની સોનાની ડાયમંડ વાળી વીટી, 6 હજારની કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, એક સોનાની નાકમાં પહેરવાનો દાણો એક સ્ક્રુ ડ્રાઈવર તથા 20 હજારની કિમતની બાઈક મળી કુલ 81 હજારની મત્તા કબજે કરી હતી.

પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પ્લમ્બરનું કામ કરે છે. અને સુરત શહેર અલગ અલગ બિલ્ડીંગોમાં પ્લ્મ્બીગનું કામકાજ કરતો હોય તે દરમ્યાન આજુબાજુના બંધ મકાન કે ફ્લેટની રેકી કરી આજુબાજુના મકાનમાં કામ કરવાના બહાને બાલ્કની મારફતે બંધ મકાનમાં ઘુસી ચોરી કરતો હતો. આવી જ રીતે તેણે પુણા વિસ્તારમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.


ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

Related posts

સુરત બનેલ ગ્રીષ્મા હત્યાંકાંડ બાદ હવે જરૂર છે કે બાળકોને સ્કૂલમાં સજા કરવા માટે શિક્ષકોને છૂટ આપવી જોઈએ! જેથી ફરી કોઈ ફેનિલ પેદા ના થાય

Ritesh Parmar

સુરતના ઓલપાડમાં કોંગ્રેસની અભૂતપૂર્વ કામગીરી, લાખો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ,લડાયક નેતા દર્શન નાયકે કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર

Ritesh Parmar

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

Ritesh Parmar

Leave a Comment