Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચ જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક! સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

ભરૂચ જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક! સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

Our Visitor

013131
Total Users : 13131
Total views : 15370
Who's Online : 2

ભરૂચ જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક! સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

ભરૂચ-

આવેશમાં આવેલા પતિએ પત્નીને ૩ તલાક આપી કહ્યું જો આ અંગે પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશ…!

  • પતિના કૃત્યથી ભયભીત થયેલ પત્નિએ પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી..
  • ત્રિપલ તલાકના કાયદાનો ઉલ્લંઘન કરતા તત્વોને પોલીસ પાઠ ભણાવી શાન ઠેકાણે લાવે તે જરૂરી બન્યું..

ભરૂચ જિલ્લામાંથી વધુ એક ત્રિપલ તલાકના કિસ્સાની ઘટના સપાટીએ આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે પતિએ પત્નીને કહ્યું તને ૩ વાર તલાક નહિ પરંતુ ૧૦૦ વાર તલાક આપુ છું તેમ કહી માર માર્યો હતો. બનાવને પગલે પત્નીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરતી અરજી પાઠવી યોગ્ય ન્યાયની માંગણી કરી છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ હલીમાં ઐયુબ કોળાના લગ્ન મુસ્લિમ રીતી રીવાજ મુજબ તારીખ ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ કંથારિયાના ઇનામુલ મેહબૂબ પટેલ સાથે થયા હતા લગ્ન બાદ ૧૫ દિવસ સુધી તેઓનું લગ્ન જીવન તેઓ સારી રીતે જીવી રહ્યા હતા.

અરજીમાં જણાવ્યા અનુસાર લગ્નના ૧૫ દિવસ બાદ પતિ ઇનામુલ પોતાની પત્નિ હલીમાંને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો અને કહેતો હતો કે મે તારા સાથે ખોટા લગ્ન કર્યા છે. તારા કરતા પણ સારી છોકરી મને મળી જાત તેમ કહી તે પત્નીને માર મારતો હતો તેવા આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યા છે. વધુમાં ઉમેરાયું છે કે પતિ ઈનામુલના ફોઈ તેને વારંવાર કહેતા હતા કે તું આને તલાક આપી દે આનાથી સારી છોકરી મેં તારા માટે શોધી રાખી છે. તેમ કહી તેઓ મહિલા ઉપર ત્રાસ ગુજારતા હતા, અને પતિ ઈનામૂલ કહેતો હતો કે તારા પિતાએ મારા સ્ટેટ્સ પ્રમાણે દહેજ નથી આપ્યું અને જો તારે હવે મારા સાથે રહેવુ હોય તો ૧૦ લાખ રૂપિયા તારા પિતા પાસેથી લઈને આવ તેવા પણ સનસની ખેજ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. વધુમાં હલિમાંને ૫ મહિનાનું ગર્ભ રહી જતા તેના પતિ અને તેની માતા તેમજ ફોઈ વારંવાર ગર્ભપાત કરાવી દેવા હેરાન કરતા હોવાની વાતનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે .

ઘટના અંગે વધુ ઊંડાણમાં નજર નાખીએ તો પતિ ઇનામુલે ખાનગી મહિલા ટ્રસ્ટમાં પોતાની પત્ની હલીમાં સાથે છૂટાછેડા લેવા માટે પણ અરજી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના આધારે હલીમાને ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૨ ના રોજ મહિલા ટ્રસ્ટ ખાતે બોલાવવામાં આવી હતી.જ્યાં ઇનામૂલ તેમજ તેના પિતા મેહબૂબ તેની માતા ફરજાના અને આરીફ તેમજ ઇનામુલના ફોઈ ફાતેમાબેન ત્યાં હાજર હતા. ત્યાં એકાએક ઇનામુલ તેમજ તેના પિતા માતા અને આરીફ અને તેના ફોઈ ઉશ્કેરાઈ જઈ હલિમાને માર મારવા લાગ્યા હતા. અને હલીમાના કાકા સસરાને તેને પેટના ભાગે લાત મારી દીધી હતી. ત્યાં પતિ ઇનામુલે એકાએક આવેશમાં આવી જઇ પત્ની હલીમાને એક સાથે ૩ વાર તલાક, તલાક, તલાક કહી પોતાના લગ્ન જીવનમાંથી કાઢી મુકવાની ગુહાર લગાવી હતી. વાત આટલે સીમિત ન રહેતા વધુમાં તેણે કહ્યું હતું કે તને ૩ વાર નહિ પણ ૧૦૦ વાર તલાક આપુ છું તેમ કહી પત્નીને તરછોડી ગંભીર કૃત્ય કર્યું હતું.

પોતાના લગ્ન જીવનમાંથી કાઢી મુક્યા પછી પણ પતિનો ગુસ્સો શાંત ન પડ્યો અને વધુ એક કારસ્તાન કરી નાખ્યું હતું. પતિએ પત્નીને તલાક આપ્યા બાદ તેને ધમકી આપી હતી કે જો તે આ અંગે ફરિયાદ નોંધાવીશ તો તને જાનથી મારી નાખીશ. હલીમાને પેટના ભાગે લાત મારતા હલીમાને પેટમાં દુખાવો થતાં તેને તાત્કાલિક ભરૂચની પટેલ વેલફર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લામાં એકબાદ એક ત્રિપલ તલાકનો કિસ્સો સપાટી પર આવતા ટ્રિપલ તલાક પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બનાવ અંગે હલીમાએ ભરૂચ મહિલા પોલીસ મથકના દ્વાર ખખડાવી ફરિયાદ આપી પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા બેફામ બની કાયદાનો ઉલ્લંઘન કરતા તત્વો સામે કેવી રીતના પગલા ભરશે.


ભરૂચ જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક! સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

Related posts

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Ritesh Parmar

રાજકોટ / કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ASI ની પુષ્પા અંદાજમાં ફેસબુક ઉપર પોસ્ટ! “ઝૂકેગા નહી સાલા “, રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગારની રેડ કરતા બદલી કરાવી દેવાની ધમકી?

Ritesh Parmar

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

Ritesh Parmar

Leave a Comment