Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે રહેતાં શ્રમિક પરિવારની સગીરાને પરપ્રાંતિય શખ્સે ધાક ધમકી આપી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની પરિવારજનોને જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતાં. પણ પરિવારને પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ઢોર મારમારી બળજબરીથી સમાધાનના કાગળો પર સહી કરાવી લીધી હતી. આ ઘટનાની હાઈકોર્ટમાં રીટ દાખલ કરતાં હાઈકોર્ટે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને નોટિસ ફટકારી 15મીએ હાજર રહેવા હુકમ કર્યો છે.

શાપર-વેરાવળ પોલીસ મથકમાંથી ન્યાય નહીં મળતાં બીજા દિવસે પરિવારજનો રેસકોર્ષ પાસે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભોગ બનનાર બાળા અને તેના પરિવારજનોને કડવો અનુભવ થયો હતો.
આ ઘટના સંદર્ભે ભોગ બનનાર બાળાના પરિવારજનો દ્વારા એન.જી.ઓ.મારફતે ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવી તમામ પુરાવા સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરતાં હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓને નોટિસ ઈસ્યુ કરી 15મી માર્ચે હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Related posts

ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટના 27મા સમૂહલગ્ન યોજાયા,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ

Ritesh Parmar

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Ritesh Parmar

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Ritesh Parmar

Leave a Comment