Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે વીજળી દરમાં કર્યો ઘટાડો! પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે વીજળી દરમાં કર્યો ઘટાડો! પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો

Our Visitor

013351
Total Users : 13351
Total views : 15631
Who's Online : 0

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે વીજળી દરમાં કર્યો ઘટાડો! પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો

લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય નાગરિકને મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને સરચાર્જમાં રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ.3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી. જેમાં હવે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જાણકારી
ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ.3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે. ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1340 કરોડનો લાભ થશે.


લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે વીજળી દરમાં કર્યો ઘટાડો! પ્રતિ યુનિટ 50 પૈસાનો ઘટાડો

Related posts

ભરૂચમાં વેચાઈ રહ્યો છે જીવલેણ દારૂ! ઈન્જેકશનવાળો દેશી દારૂ અને ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ યુવાધનને બરબાદ કરી નાખશે, પોલીસ દારૂના અડ્ડાઓથી હપ્તા ઉઘરાવે છે : ચેતર વસાવા

Ritesh Parmar

જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

Ritesh Parmar

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

Ritesh Parmar

Leave a Comment