Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

ગુજરાત પોલીસ (ખાખી) ને શર્મસાર કરતી ઘટના અમદાવાદ ગ્રામ્ય માંથી સામે આવી રહી છે. જ્યાં ખુદ પોલીસ ઇંગ્લિશ દારૂની ચોરી કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. છેલ્લા ઘણા સમય થી અમદાવાદ ગ્રામ્યનો કણભા પોલીસ સ્ટેશન વિવાદિત પોલીસ સ્ટેશન રહ્યો છે. કણભા પોલીસના છુપા આશીર્વાદ થી આ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલી ફાલી રહી છે. કણભા પોલીસ અને બુટલેગરોની મિલીભગતના લીધે જ કણભા પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. અને જેના કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પણ કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડો કરવામાં આવી હતી.

હાલ પ્રાપ્ત માહિતી અનુસાર કણભા પોલીસે ગુનાના કામે ઝડપી પાડેલા ઇંગ્લિશ દારૂના જથ્થા માંથી 20 જેટલી ઇંગ્લિશ દારૂની પેટીઓની ખુદ પોલીસે ચોરી કરી હોવાની ચર્ચાએ ચકચાર મચાવી છે. જેમાં સૂત્રો જણાવી રહ્યા છે કે કણભા પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરા અને તેમના મળતીયા પોલીસકર્મીઓ દ્વારા ચોરી કરેલો દારૂ બુટલેગરોને બારોબાર વેચી દીધો હતો. ત્યારબાદ આ ઘટનામાં અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ વડા મેઘા તેવર તેમજ અમદાવાદ રેન્જ DIG શ્રી પ્રેમવીરસિંહ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરાઈ હતી. અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ ગંભીર મામલામા કણભા પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરાએ 20 પેટી ઇંગ્લિશ દારૂ ચોરી કરી બારોબાર બુટલેગરોને વેચી માર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઇન્ચાર્જ પોલીસ વડા મેઘા તેવરે જણાવ્યું હતું કે જો તપાસમાં વધુ કોઈ હકીકત સામે આવશે તો કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે. આ વિવાદિત મામલાની જાણ અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ વડા મેઘા તેવર અને અમદાવાદ રેન્જ DIG પ્રેમવીરસિંહ ને માલુમ પડતા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. તે દરમ્યાન કણભા પોલીસ સ્ટેશનના PSI જે. યુ. કાલોતરા દસ દિવસની હક્ક રજા ઉપર ઉતરી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ ચોરી થયેલ દારૂ બાબતે PSI કાલોતરા થી પૂછપરછ કરતા તેઓ કોઈ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. હાલ તો આ મામલે PSI કાલોતરા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને દારૂ ચોરી અને બુટલેગરોને વેચી મારવાના મામલે તેમની સામે અને આ ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ ઉપર ગુનો નોંધવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

અગાઉ પણ કણભા પોલીસ વિવાદોમાં સપડાઈ હતી….

થોડા સમય પહેલા ગુજરાતનાં નામચીન બુટલેગર બંસી અને તેમના ભાઈ દ્વારા ગુજરાત બહારથી ઇંગ્લિશ દારૂની મોટી ખેપ મંગાવી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વેચાણ કરતા હોવાની વિગતો ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. ત્યારબાદ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કણભા વિસ્તારમાંથી 46 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહીત કુલ 1 કરોડ થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો કુખ્યાત બુટલેગર બંસીના ઈશારે તેમના ભાઈ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા ગુજરાત પોલીસ વડા દ્વારા કણભા પોલીસ સ્ટેશનના PSI આર. ડી. સાંભડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા.

કણભાના બે પોલીસકર્મીઓ 7 લાખના ઇંગ્લિશ દારૂના પ્રકરણમાં સસ્પેન્ડ કરાયા હતા…..

થોડા સમય અગાઉ DG વિજિલન્સ દ્વારા કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બિનવારસી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં રૂપિયા 7 લાખની કિંમતનો બિનવારસી દારૂનો જથ્થો ઝડપી લેવાયા બાદ પોલીસ તપાસ હાથ ધરાઈ હતી. ગેરકાયદે શરાબ લાવવામાં સુત્રધાર ખુદ કણભા પોલીસના પોલીસકર્મીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ મસમોટી કિમતના દારૂના જથ્થાનાં પ્રકરણમાં અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનના બે જવાનો મહેન્દ્રસિંહ અને યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બંને પર હરિયાણાથી દારૂ મંગાવવાનો આરોપ લાગતા બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

Related posts

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Ritesh Parmar

રાજકોટ / કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ASI ની પુષ્પા અંદાજમાં ફેસબુક ઉપર પોસ્ટ! “ઝૂકેગા નહી સાલા “, રાજકીય આગેવાનના બનેવીના ત્યાં જુગારની રેડ કરતા બદલી કરાવી દેવાની ધમકી?

Ritesh Parmar

વડોદરા /ઉતરાયણના તહેવાર નિમિતે દારૂ પ્યાસી લોકો માટે મોજ કરાવવા રાજસ્થાનથી મંગાવેલો 44 લાખનો દારૂ અને કન્ટેનર પકડાયું, બાતમીના આધારે હરણી પોલીસે દરોડો પાડ્યો

Ritesh Parmar

Leave a Comment