Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ PCB નો તરખાટ! ચાંદખેડામાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક બુટલેગર અને કાર સહીત કુલ 11,62,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ PCB નો તરખાટ! ચાંદખેડામાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક બુટલેગર અને કાર સહીત કુલ 11,62,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

અમદાવાદ PCB નો તરખાટ! ચાંદખેડામાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક બુટલેગર અને કાર સહીત કુલ 11,62,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદમાં PCBની ટીમે ચાંદખેડામાં બાતમીના આધારે એક કારમાં થતી ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.કારમાં મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન (1138)નંગ PCB એ પકડી પાડ્યા છે અને સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવાના લીધે નાનામોટા બુટલેગરો દ્વારા આસપાસના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. પોલીસ સતત રાજ્યની સરહદો પર ચેકિંગ કરી દારૂ રાજ્યમાં ઘુસતો અટકાવાવ પ્રયાસ કરતી હોય છે. પરંતુ ભેજાબાજ બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવી પોતાના અંગત વાહનોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.ત્યારે બીજીતરફ SMC,PCB,SOG અને ક્રાઈમબ્રાન્ચ જેવી સતર્ક એજન્સીઓ આવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓને અટકાવવા માટે કમર કસી છે. જે સંદર્ભમાં આજરોજ અમદાવાદ PCB દ્વારા ચાંદખેડા ખાતેથી કારમાં થતી ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર PCB ની ટીમને બાતમી મળી હતી કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી કેટલાક ઈસમો પોતાના અંગત આર્થિક ફાયદા માટે કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર અને પોલીસથી છુપી રીતે પોતાના અંગત ફોર વ્હીલર કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાના છે.જેની બાતમી PCB ના નીડર અને બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. સી. ચૌધરીને મળતા જ PCBની ટીમને એક્ટિવ કરી દીધી હતી. અને તાત્કાલિક ચાંદખેડા ખાતેના સારથી BRTS બસ સ્ટોપ પાસે વોચ ગોઠવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી.

PCBની ટીમે TATA NEXON ગાડી નં GJ-08 CR -0875 કારમાંથી આરોપી કાર્તિક ઉર્ફે લડ્ડુની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના દારૂ ભરેલી ઇંગ્લિશ દારૂની બોટલ સહીત બિયરના 1138 નંગ કિંમત 1,48,950 એક મોબાઈલ મળી કુલ રૂ.11,62,620 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મહત્વનું છે કે PCBની ટીમે રેડ કરીને સાબરમતી ધર્મ નગરમાં રહેતા આરોપી કાર્તિક ઉર્ફે લડ્ડુ જાદવને ઝડપી લીધો હતો. આરોપી ફોર વ્હીલર કારમાં ઈંગ્લિશ દારૂ ભરી વેચવાનું રેકેટ ચલાવતા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ કાર્તિક જાદવ સાથે (1)નિલેશ પ્રવીણભાઈ રાઠોડ રહે, લક્ષ્મણજી ની ચાલી સાબરમતી, (2)ભુટો રહે, સાબરમતી (3)મેકાભાઈ ઠાકોર રહે અસારવા અમદાવાદ અને (4) મંગલસિંહ દરબાર પણ સંડોવાયેલા હતા. પોલીસે હાલ કાર્તિક જાદવની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ ચાંદખેડાની સ્થાનિક પોલીસને આ સમગ્ર ઘટના વિશે જાણ થાય એ પહેલા PCB એ દરોડો કરી દારૂનું રેકેટ ઝડપી પાડી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી.


અમદાવાદ PCB નો તરખાટ! ચાંદખેડામાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક બુટલેગર અને કાર સહીત કુલ 11,62,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો

Related posts

સાયલા દારૂકાંડ પ્રકરણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ચંડાળ ચોકડીએ SMC ને ગોટાળે ચડાવી? રીમાન્ડનો આજે ત્રીજો દિવસ તેમ છતાં કોઈ અસર નહી! ચારેય પોલીસકર્મીઓની સઘન પૂછપરછ, જરૂર પડે નાર્કો ટેસ્ટ કરાવાશે

Ritesh Parmar

ગૌરવ ગુજરાતનું / ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ: 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ, 12 અધિકારીઓને પણ મળ્યા રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

Ritesh Parmar

ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ, PI વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ

Ritesh Parmar

Leave a Comment