Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના માલીકના આંખમાં મરચું છાંટી 62 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, ત્રણ લૂંટારુઓ કારમાં બેસી ફરાર

કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના માલીકના આંખમાં મરચું છાંટી 62 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, ત્રણ લૂંટારુઓ કારમાં બેસી ફરાર

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના માલીકના આંખમાં મરચું છાંટી 62 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, ત્રણ લૂંટારુઓ કારમાં બેસી ફરાર

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આંગડીયા પેઢીની ઓફિસ પાસે જ કાર સાથે ઇરાદા પૂર્વક અકસ્માત સર્જી બાઇક પર આવેલા ત્રણ શખ્સો લૂંટ ચલાવી કાર લઇ ફરાર

લૂંટમાં સંડોવાયેલા 30 થી 35 વર્ષના અજાણ્યા શખ્સોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા

પૂર્વ કચ્છના અંજાર પી.જી.મિસ્ત્રી ગલ્લીમાં આવેલા એન.આર.આંગડીયા પેઢીના માલિકની આંખમાં મરચુ છાંટી ત્રણ અજાણ્યા શખ્સોએ રૂા.62 લાખ રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
પોલીસે લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી. સીસીટીવી ફૂટેજ મેળવી શોધખોળ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના સતાપર રોડ પર આવેલા માધવવિલામાં રહેતા ભાવીન તુલશીદાસ ભીંડે ગઇકાલે સાંજે પોતાની પી.જી.મિસ્ત્રી ગલ્લીમાં આવેલા એન.આર.આંગડીયા પેઢીની ઓફિસેથી ઘરે જવા નીકળ્યા ત્યારે ત્રણ શખ્સોએ રૂા.62 લાખની લૂંટ ચલાવ્યાની અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભાવીન ભીંડે ગઇકાલે રૂા.62 લાખની રોકડ સાથેનો થેલો પોતાની જી.જે.24એએ. 3423 નંબરની સ્વીફટ કારમાં રાખી ઘરે જવા નીકળ્યો ત્યારે એક શખ્સે કાર સાથે બાઇક ભટકાડયું હતું. ત્યારે જ બીજા શખ્સે કારનો દરવાજો ખટખટાવતા ભાવીનભાઇ ભીંડેએ કારનો કાચ ખોલ્યો ત્યારે અજાણ્યા શખ્સે આંખમાં મરચું છાંટી ભાવીનભાઇ ભીંડેને કારની બહાર ખેચી રોકડ રહેલા થેલા સાથેની કાર લઇ ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સરા જાહેર આંગડીયા પેઢીની થયેલી રૂા.62 લાખની લૂંટનો ભેદ ઉકેલવા પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. ત્રણેય લૂંટારા પૈકી બે શખ્સોએ સફેદ શર્ટ પહેર્યો હોવાનું અને ત્રણેય સ્પષ્ટ ગુજરાતી ભાષા બોલતા હોવાનું ભાવીનભાઇ ભીંડેએ જણાવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન લૂંટ ચલાવેલી કાર રેઢી મળી આવ્યાનું જાણવા મળે છે.


કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના માલીકના આંખમાં મરચું છાંટી 62 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, ત્રણ લૂંટારુઓ કારમાં બેસી ફરાર

Related posts

10 વર્ષ બાદ ભારત નં.1 બનશે-જ્યાં સૌથી વધુ મોત કેન્સરથી થશે-યુએસએના ડો.કશ્યપ પટેલની ચેતવણી

Ritesh Parmar

સુરતના એસટી બસ સ્ટોપના ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા યુવકની લટકતી લાશ મળી! હત્યાં કે આત્મહત્યા પોલીસ અને પબ્લિકમાં તર્ક-વિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment