
વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજી માં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને મળ્યો પ્રેસિડેન્ટ મેડલ
અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સ ને મળ્યા પ્રેસિડેન્ટ મેડલ
ટાઈમ્સ ઓફ અમદાવાદ-
Republic Day: 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા, ગૃહ મંત્રાલયે ગુરુવારે સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો અને સેવા ચંદ્રકોની જાહેરાત કરી હતી. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 1,132 સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જેમને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેઓ ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને કરેક્શનલ સર્વિસના છે.

ગુજરાતના ક્યા જવાનને મળશે

બે પોલીસ અધિકારીઓને એનાયત થશે પ્રેસિડેન્ટ મેડલ
15 પોલીસકર્મીઓએ એનાયત થશે વિશિષ્ટ સેવા મેડલ
અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંહને એનાયત થશે મેડલ
અમદાવાદ શહેર ટ્રાફિકના એડી.કમિશનર નરેન્દ્ર ચૌધરીને મેડલ
આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરીને મેડલ
આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટને એનાયત થશે મેડલ
ભગીરથસિંહ ગોહિલને પણ એનાયત થશે મેડલ
ASI જાલુભાઈ દેસાઈને પણ મેડલ એનાયત
ASI જયેશભાઈ પટેલને પણ મેડલ થશે એનાયત
દિલીપસિંહ ઠાકોરને એનાયત થશે મેડલ
અલતાફ પઠાણને એનાયત થશે મેડલ
હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડીયાને મેડલ એનાયત
અભેસિંહભાઈ રાઠવાને મેડલ એનાયત
PSI કમલેશભાઈ ચાવડાને મેડલ એનાયત
PSI યોગેન્દ્રસિંહ ચાવડાને મેડલ એનાયત
ASI શૈલેષકુમાર દુબેને મેડલ એનાયત
PSI શૈલેષ કુમાર પટેલને મેડલ એનાયત







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0