Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત /અમરોલી કોસાડ તેમજ છાપરાભાઠામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ચાલી રહ્યો છે કારોબાર! મહિલાઓ સાથે છેડતી અને નાગરિકોને ડરાવી ધમકાવી ચલાવવામાં આવી રહ્યા છે દારૂના અડ્ડાઓ, સમગ્ર મામલે ગૃહમંત્રી તેમજ સુરત પોલીસ કમિશ્નર કરે યોગ્ય તપાસ : દર્શન નાયક

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

સુરત /અમરોલી કોસાડ તેમજ છાપરાભાઠામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ચાલી રહ્યો છે કારોબાર! મહિલાઓ સાથે છેડતી અને નાગરિકોને ડરાવી ધમકાવી ચલાવવામાં આવી રહ્યા છે દારૂના અડ્ડાઓ, સમગ્ર મામલે ગૃહમંત્રી તેમજ સુરત પોલીસ કમિશ્નર કરે યોગ્ય તપાસ : દર્શન નાયક

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ ખેડૂતોના હિત અને પ્રજાના પડતર પ્રશ્નો માટે હરહંમેશ બહાદુરી પૂર્વક લડતા ખેડૂત સહકારી આગેવાન શ્રી દર્શન નાયકે સતત બીજા દિવસે પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને તેમજ સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરને પત્ર લખી જણાવ્યું હતું કે, સુરત શહેરની ગણતરી સમગ્ર ભારત દેશમાં સ્માર્ટ સીટી તરીકે થાય છે .પરંતુ સુરત શહેરને સ્માર્ટ બનાવવાની સાથે ગુના મુક્ત પણ બનાવવાની જરૂર છે.ગુના બનવા માટેનું કોઈ મુખ્ય પરિબળ જવાબદાર હોય તો તે દેશી તથા વિદેશી દારૂનો નશો છે.મોટાભાગના ગુનાઓ નશાનાં દુષણના કારણે જ બનતા હોય છે.જેથી સુરત શહેરનાં વિસ્તારોમાં પણ પ્રોહીબીશનનાં કાયદાનું પાલન કરાવવું જરૂરી છે.

પત્રમાં દર્શન નાયકે લખ્યું કે સુરત શહેરનાં છાપરાભાઠા,અમરોલી તથા કોસાડ આવાસ વિસ્તારનાં સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ સદરહુ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહેલ છે. ખાસ કરીને કોસાડ આવાસ વિસ્તારનાં શ્રી રામ ચોકડી ગેટ નંબર ૧ પાસે ,મેલડી માતાજી- સાઈબાબાનાં મંદિરની આસપાસ,કોસાડ આવાસ ની એચ – ૦૧ ની બિલ્ડિંગ નંબર ૨૫ તથા એચ – ૦૪ ખાતે આવેલ મચ્છી માર્કેટ અને શાકભાજી માર્કેટ ખાતે, અમરોલી ખાતે આવેલ પોલીશ સ્ટેશનની પાછળનાં આવાસ વિસ્તારમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

પબ્લિકને ડરાવી ધમકાવી દેશી દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે
તેમજ મહિલાઓની છેડતી પણ કરવામાં આવે છે : દર્શન નાયક

ઉપરોક્ત વિસ્તારમાં સભ્ય સમાજનાં પરિવારનાં અનેક નાગરીકો વસવાટ કરે છે.સદરહુ વિસ્તારમાં ખુલ્લેઆમ પબ્લિક ને ડરાવી – ધમકાવી ને દેશી દારુનો વેપાર કરવામાં આવી રહ્યો છે તથા રસ્તા ઉપરથી અવર – જવર કરતી માતા-બહેનો તથા દીકરીઓની  દારૂનાં નશામાં છેડતી કરવાની પણ ફરિયાદો અમોને રૂબરૂમાં મળી રહી છે.સામાન્ય નાગરિક આવી ઘટના બને ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પણ ડરી રહ્યો છે. આવી ગંભીર ઘટનાઓ વારંવાર બની રહી છે તથા સભ્ય સમાજનાં પરિવારજનો દરનાં માહોલમાં જીવી રહ્યા છે.જેથી કોઈ અગતિત ઘટના ન બને એ માટે સમગ્ર બબાતે કાર્યવાહી કરી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવવું જરૂરી છે જેથી સભ્ય સમાજનાં પરિવારજનો નિર્ભય થઇ પોતાનું જીવન જીવી શકે.

વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત પોલીસ કમિશ્નર અજય તોમરને લખેલા પત્રમાં કોંગ્રેસના લડાયક નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે ઝીણવટપૂર્વક સ્થળ તપાસ કરી સુરત શહેરનાં છાપરાભાઠા,અમરોલી તથા કોસાડ આવાસ વિસ્તારમાં દેશી દારૂ તથા વિદેશી દારૂનાં વેચાણ અટકાવવા માટે પ્રોહિબીશનનાં કાયદાનું પાલન કરાવવામાં આવે તથા યોગ્ય દિશામાં દાખલો બેસે એવા પગલાં એક સ્વસ્થ સમાજના હિત માટે લેવામાં તે પ્રજા હિત માટે ખુબજ જરૂરી છે.

સુરત /અમરોલી કોસાડ તેમજ છાપરાભાઠામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ચાલી રહ્યો છે કારોબાર! મહિલાઓ સાથે છેડતી અને નાગરિકોને ડરાવી ધમકાવી ચલાવવામાં આવી રહ્યા છે દારૂના અડ્ડાઓ, સમગ્ર મામલે ગૃહમંત્રી તેમજ સુરત પોલીસ કમિશ્નર કરે યોગ્ય તપાસ : દર્શન નાયક

Related posts

ગુજરાત /પોલીસ બેડામાં મોટા ફેરફાર : 2 IPS 23 DySp ની બદલીઓ! અમદાવાદ રૂરલ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

Ritesh Parmar

શત શત નમન/ બંધારણના ઘડવૈયા મહાન પુરૂષ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશ વાસિયોને શુભકામનાઓ, શુ હતા બાબાસાહેબના અમૂલ્ય શબ્દો અને તેમના વિચારો

Ritesh Parmar

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Ritesh Parmar

Leave a Comment