Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો

સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો

Our Visitor

009742
Total Users : 9742
Total views : 11403
Who's Online : 0

સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો

સુરત જીલ્લાનાં ઓલપાડ તાલુકામાં વિજિલન્સ ની ટીમ દ્વારા કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની પ્રોહિબિશન કાયદાનાં પાલન કરાવવાની કામગીરી શંકાના દાયરામાં હોય યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા બાબતે ફરી એક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ લડાયક સહકારી ખેડૂત આગેવાન શ્રી દર્શન નાયક દ્વારા ગુજરાતનાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ગુજરાતના રાજ્ય પોલીસના DGP શ્રી વિકાસ સહાયને પત્ર લખ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકે લેખિત રજુઆત કરી સુરત ગ્રામ્યના ઓલપાડ સહિતના અન્ય ગામોમાં સ્થાનિક પોલીસની દારૂબંધીની ભૂમિકાને લઈ અનેક સવાલો કર્યા છે. અને તાત્કાલિક ધોરણે દારૂની હેરાફેરી, અખાદ્ય ગોળ, ચોરી, લૂંટફાટ, અને વધતી ગુનાખોરીને અટકાવવા જરૂરી કાનૂની પગલાં તેમજ કસૂરવાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ વિરુદ્ધ કડક થી કડક પગલા ભરી કાયદો અને વ્યવસ્થાની કથળથી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા આગ્રહ કર્યો હતો.
 
       
                      
સહ ઉપરોક્ત વિષય તથા સંદર્ભનાં અનુંસંધાનમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે, આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દારૂ નો વિરોધ કરતા ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવી હતી. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર જ રહી છે. ગુજરાત રાજ્યનાં કોઈ પણ શહેરમાં હોય કે છેવાડાના ગામમાં દેશી દારૂ અને વિદેશી દારૂ સરળતાથી આજે પણ મળી જાય છે, એ જગજાહેર છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે દેશી અને વિદેશી દારૂનો વેચાણ ઓલપાડમાં થાય છે : દર્શન નાયક

દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂ અને દેશી દારૂનું સૌથી વધુ વેચાણ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં થાય છે. દેશી દારૂનાં ઉત્પાદનમાં વપરાતા અખાદ્ય તેમજ સડેલા ગોળનો  ગેરકાયદેસર વેપાર પણ ઓલપાડ તાલુકામાં મોટા પાયે ચાલી રહ્યો છે.ઓલપાડ તાલુકાનાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ ગામોમાં આજે પણ આવા સડેલા અને અખાદ્ય ગોળ માંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ની હાટડીઓ ધમધમી રહી છે. અહીં બુટલેગરોનું પ્રમાણ પણ સૌથી વધુ છે. જાગૃત નાગરિકો કે સામાજિક આગેવાનો દ્વારા વારંવાર ગૃહ વિભાગમાં ફરિયાદો કરવામાં આવે છે, ત્યારે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરાય છે. વિદેશી દારૂનું કન્ટેનર, ટેમ્પો, ટ્રક સહિતનાં વાહનોમાં મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવી રહી છે.

ગાંધીનગર ગૃહ વિભાગ અને પોલીસ વિભાગમાં અનેક વખત રજુઆત કરવા છતાં દારૂબંધીને લઈ કોઈ અસરકારક કામગીરી નથી કરાતી : દર્શન નાયક

વારંવાર પોલીસ વિભાગમાં રજુઆત કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. સરકાર, સ્ટેટ વિજિલન્સ અને ગૃહ વિભાગ ગંભીરતાથી પગલાં લેવાની સૂચના કરે છે, પરંતુ તેનો જે અમલ થવો જોઈએ એવો અમલ ઓલપાડ તાલુકામાં થઇ રહ્યો નથી.

ઓલપાડ તાલુકામાં ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓને ખુલ્લેઆમ પરમિશન આપવામાં વહીવટદારોની ભૂંડી ભૂમિકા :દર્શન નાયક

ખાસ કરીને, ઓલપાડ તાલુકામાં દારૂનો ધંધો ફૂલીને ફાલ્યો છે. લોકોની જે ફરિયાદ મળી છે એ જો માનીએ તો, સમગ્ર દારૂના ધંધામાં ખુદ વહીવટદાર ની જ ભૂંડી ભૂમિકા હંમેશા રહી છે. બુટલેગરોની સાથે સાંઠગાંઠ કરીને ખૂબ જ ખૂબીપૂર્વક મોનીટરીંગ કરવામાં આવે છે. આવા વહીવટદારો કોના આર્શીવાદ થી સમગ્ર વેપલા ને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ પણ એક તપાસનો વિષય છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સમગ્ર હકીકતથી વાકેફ હોવા છતાં કેમ આંખ આડા કાન કરે છે એ સમજાતું નથી. બુટલેગરોની સાથે રાજકીય પીઠબળ હેઠળ સમગ્ર દારૂનું ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ વહીવટદારો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જેને કારણે ઓલપાડ તાલુકામાં દારૂનું દુષણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે.

ઓલપાડ, કીમ, સાયણમાં ચોરીઓ તેમજ અકસ્માતની બનતી ઘટનાઓ થી નાગરીકો પરેશાન : દર્શન નાયક

સાંધીયેર , સાયણ સહિતના આજુબાજુનાં વિસ્તારોમાં ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે. જે પણ ચિંતાજનક છે. સાયણ ત્રણ રસ્તા, ઓલપાડ બજાર વિસ્તારમાં તેમજ કીમ બજાર જેવા ટાઉન, સાયણ સુગર પાસે, દેલાડ ચાર રસ્તા, માળી ફળીયા, સાયણ ફાંટા જેવા વિસ્તારોમાં વારંવાર અકસ્માત સર્જાય રહ્યા છે. જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરેલા વાહનો છે. જે બાબતે ઘટતું કરવાની જરૂર છે.

ઓલપાડ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરાયેલ રેડમાં કસૂરવાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી : દર્શન નાયક

તાજેતરમાં જ ઓલપાડ તાલુકાના આડમોર, માસમાં, પરીયા જેવા ગામોમાં સ્ટેટ વિજિલન્સ ની ટીમે દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાંધીનગર થી સ્ટેટ વિજિલન્સ ની ટીમ અહીં ઓલપાડ આવીને દરોડા પાડી શકતી હોય તો સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં કેમ આંખ આડા કાન કરે છે.એ એક યક્ષ પ્રશ્ન છે. અન્ય જિલ્લામાં કે તાલુકામાં સ્ટેટ વિજિલન્સ ની ટીમ જ્યારે જ્યારે કાર્યવાહી કરે ત્યારે સ્થાનિક પોલીસ અધિકારી અને જે-તે કાર્યક્ષેત્રના બીટ જમાદારો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના એક માત્ર ઓલપાડ વિસ્તારમાં જ સ્થાનિક પોલીસ સામે કોઈ કાર્યવાહી થતી નથી.

દારૂ જુગારના અડ્ડાઓને ચાલવા દેવા બુટલેગરો સાથે મીલીભગત કરતા પોલીસ સ્ટેશનના વહીવટદારો પાસે કોની લાઈન દોરી છે તેની તપાસ ખુબજ જરૂરી : દર્શન નાયક

પોલીસ મથકના કહેવાતા વહીવટદારો તો એવું પણ કહે છે કે, ‘મારી તો ડાયરેક્ટ લાઈન છે’. હવે આ કઈ લાઈન છે એની પણ તપાસ થવી જોઈએ. આવા વહીવટદારો ને કાયદાનો પણ ડર રહ્યો નથી.આ ગંભીર મામલે પણ તપાસ થવી જોઈએ.

 ખરેખર તો ગુનાખોરી વધવાનું મુખ્ય કારણ જ દારૂ છે. જેની ઉપર અંકુશ આજના સમયની માંગ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે, જે ગંભીર છે, અને આપણા સૌ માટે ચિંતાજનક છે. આથી આપ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ગુજરાત પોલીસના DGP શ્રી વિકાસ સહાય સાહેબ આ બાબતને ગંભીરતાથી લઇ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરી યોગ્ય દિશામાં દાખલો બેસે એવા પગલાં એક સ્વસ્થ સમાજના હિત માટે લેવા જોઈએ એવી લાગણી કોંગ્રેસના ઝૂઝારું તેમજ લડાયક નેતા શ્રી દર્શન નાયક દ્વારા ગૃહમંત્રી અને DGP ને પત્ર લખી કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા ગૃહખાતા અને પોલીસ તંત્ર ગાંધીનગરને પત્ર લખી કરેલી માંગણીઓ….

તા.૦૪/૦૧/૨૦૨૩ નાં રોજની ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત.

તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજની ઓલપાડ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્તિથી જાળવવા માટે પગલાં ભરવા બાબતની રજુઆત.

તા. ૨૮/૦૩/૨૦૨૩નાં રોજની ઓલપાડ તાલુકામાં અંગ્રેજી અને દેશી દારૂનું  વેચાણ અને દેશી દારૂ ચાલતી હાટડીઓ બંધ કરાવવા અને દેશી દારૂની જાહેરમાં થતી હેરફેર અટકાવવા બાબતની રજુઆત.

તા.૦૬/૦૪/૨૦૨૩ ના રોજની દેશી દારૂનાં ઉત્પાદનમાં વપરાતા અખાદ્ય તેમજ સડેલા ગોળનાં ગેરકાયેસર વેપાર કરનાર વેપારીઓની તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવા બાબતની રજુઆત.

તા.૧૩/૦૭/૨૦૨૩ ના રોજની વહીવટદારોની બુટલેગરો સાથેની સાંઠગાંઠ અંગે તપાસ કરી તેની બેનામી મિલકત અંગે તપાસ કરાવી યોગ્ય પગલાં લેવા બાબતની રજૂઆત.              


સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો

Related posts

રાજકોટના જસદણમાં દારૂ પીને વિડીયો વાયરલ કરનાર શખ્સને પોલીસ પકડવા ગઈ તો તેની પત્નીએ ઝેરી પાઉડર પી લીધો! આરોપીની અટકાયત અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

Ritesh Parmar

દાહોદમાં જાતરની વિધીમાં બકરાનું મટન ખાધા બાદ 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની આશંકા,4 લોકોના મોત, સાચું કારણ વીસેરાના પરીક્ષણ બાદ સામે આવશે

Ritesh Parmar

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

Ritesh Parmar

Leave a Comment