Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Our Visitor

013007
Total Users : 13007
Total views : 15231
Who's Online : 0

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

.વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવાની ઝુબેશમાં અમદાવાદ શહેર પોલીસે એક સપ્તાહમાં ૨૮ જેટલા લોક દરબાર યોજીને ૫૦ વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નાધ્યા છે.જેમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. જેણે વાર્ષિક ૩૦ ટકાના વ્યાજે સાત લાખનું ધિરાણ કરીને નાણાં લેનાર પાસેથી ૧૪ વસુલવા માટે ધાકધમકી આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા ૫મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવા માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ ડ્રાઇવ યોજવાની શરૂ કરી છે. જે અતર્ગત માહિતી આપતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગત તારીખ ૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવ્યા હતા.

જેમાં વ્યાજખોરો વિરૂદ્વ ૭૦ જેટલી અરજીઓ આવી હતી. જેમાં વિશેષ ટીમ દ્વારા તપાસ હાથ ધરીને ૫૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નોંધવામાં આવ્યા છે અને તે પૈકી ૧૯ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે એક મહિલા પોલીસ કોસન્ટેબલ વિરૂદ્વ પણ ગુનો નોંધાયો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સુમનબેન નામની મહિલા કોન્સ્ટેબલે એક વ્યક્તિને વાર્ષિક ૩૦ ટકાના દરે સાત લાખનું ધિરાણ આપ્યું હતું અને તેની સામે તે ૧૪ લાખની રકમની માંગણી કરતી હતી. જેમાં તે ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી પણ આપતી હતી. જેથી પિડીત વ્યક્તિ ફરિયાદ કરતા ડરતો હતો. જો કે વ્યાજખોરો વિરૂદ્વ વિશેષ ડઇવ શરૂ થતા તેણે ઉચ્ચ અધિકારીઓની મળીને અરજી આપતા ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Related posts

બ્લેક ડે / 26/11/ 2008 મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 13 મી વરસી, તમે કોઈ ઉપર ના આવતા, હું સંભાળી લઈશ, વીર સપૂતે પોતાના જીવની બાજી લગાવી સેકડો લોકોના જીવ બચાવ્યા

Ritesh Parmar

ફરજ અને જિંદગીની જંગ હાર્યા: ગાંધીનગર SOGના યુવા કોન્સ્ટેબલે હોમટાઉનમાં જ જીવન ટૂંકાવ્યું

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસ મામલો, IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી, પીડિત આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ, 28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

Ritesh Parmar

Leave a Comment