Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચના ભ્રીગુ ફૂડસ કંપનીના 250 કામદારોએ કામના કલાકો અને વેતનને લઈ થતા અન્યાય સામે કલેકટર કચેરી ગજવી

ભરૂચના ભ્રીગુ ફૂડસ કંપનીના 250 કામદારોએ કામના કલાકો અને વેતનને લઈ થતા અન્યાય સામે કલેકટર કચેરી ગજવી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ભરૂચના ભ્રીગુ ફૂડસ કંપનીના 250 કામદારોએ કામના કલાકો અને વેતનને લઈ થતા અન્યાય સામે કલેકટર કચેરી ગજવી

8 કલાકના બદલે 10 કલાક કામ સામે મહિલાને ₹315 અને પુરૂષને 365 દૈનિક વેતનને લઈ RDC ને આવેદન આપ્યું
કામદારોએ સમાન કામ સમાન વેતનની માંગ ઉઠાવતા પરપ્રતીઓની ભરતી કરતા મામલો ગરમાયો

ભરૂચ તાલુકાના વરેડિયા ગામે આવેલી ભ્રીગુ ફૂડસ કંપનીના 250 જેટલા કામદારોને વધારે કલાક કામ અને ઓછું વેતનને લઈ રજુઆત કરતા કામે નહિ આવવા કહી દેતા તેઓ કંપની સામે કલેકટર કચેરીએ રજુઆત કરવા પોહચ્યા હતા.ભરૂચ તાલુકાના વરેડીયા ગામે આવેલી ભ્રીગુ ફૂડ્સ કંપનીમાં 250 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે પરંતુ વેતન ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે કંપની બહાર આંદોલનનું ફૂકતા બીજા દિવસે પરપ્રાંતીઓની ભરતી કરતા કામદારોએ સમાન કામ સમાન વેતનની માંગ સાથે કંપની સામે બાયો ચઢાવી ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી ઉગ્ર રજૂઆત કરી હતી.

ભરૂચ તાલુકાના વરેડીયા ગામ પાસે આવેલી ભ્રીગુ ફૂડ્સ કંપનીના ગેટ ઉપર કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કામદારોનું કહેવું છે કે, અમારા લોકોનું શોષણ થઈ રહ્યું છે અને અમારા લોકોને 10 કલાક કામ કરાવે છે. જેના પગલે કંપનીના ગેટની બહાર ગઈકાલે કામદારો સમાન કામ સમાન વેતનની માંગ સાથે આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું.

પગાર વધારાની માંગ ઉઠાવી હતી. બીજા દિવસે કામદારો ફરજ ઉપર જતા તેઓને પરત કાઢ્યા હતા અને પરપ્રાંતીઓની ભરતી કરાઈ હોવાનું રટણ કરતા 250 જેટલા કામદાર ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભ્રીગુ ફૂડ્સ કંપની સામે પગલા ભરવાની માંગ ઉઠાવી છે અને આગામી દિવસોમાં હજુ ફરજ ઉપર લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં વોશરૂમમાં તાળા મારી રાખવામાં આવે છે.


ભરૂચના ભ્રીગુ ફૂડસ કંપનીના 250 કામદારોએ કામના કલાકો અને વેતનને લઈ થતા અન્યાય સામે કલેકટર કચેરી ગજવી

Related posts

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

Ritesh Parmar

ગુજરાતનાં રાજકારણમાં મોટી ઉથલપાથલ, ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું એકાએક રાજીનામુ,

Ritesh Parmar

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું ! ઉત્તર પ્રદેશના બરેલી માંથી એક પિતાના હૈયાફાટ રુદનનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે

Ritesh Parmar

Leave a Comment