Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ થયો

ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ થયો

Our Visitor

013141
Total Users : 13141
Total views : 15381
Who's Online : 2

ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ થયો

છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે.
ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સુકુ રહેવાની પણ સંભાવના છે. આજે રાજ્યમાં અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.

રાજ્યમાં વાદળછાયા વાતાવરણને કારણે ડબલઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. હાલમાં ઠંડીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે 15 ડિસેમ્બરે મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે 16મી ડિસેમ્બરે વાતાવરણમાં સમગ્ર ગુજરાતમાં પલટો જોવા મળી શકે છે.આજે અમદાવાદના પાલડી, વાસણા, સેટેલાઈટ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે. હાલમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા વાતાવરણ પર અસર થઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. 17મી ડિસેમ્બર પછી વાતાવરણમાં ફેરફાર થતાં જ ઠંડીમાં વધારો જોવા મળશે. હવામાન વિભાગ પ્રમાણે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ જશે. વાદળછાયા વાતાવરણ અને માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. માવઠું થાય તો ઘઉં, ચણા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચે એવી સંભાવના છે. હાલ શિયાળાની સિઝન હોવાથી ખેડૂતોએ લીલા શાકભાજી, રાઈડો સહિતના ઘણા પાકો વાવ્યા છે. જેથી માવઠાને કારણે પાકને નુકસાન પહોંચી શકે છે.


ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ થયો

Related posts

પાકિસ્તાનની નાપાક કોશિશ! ભારતના મિસાઈલના જવાબમાં પાકિસ્તાને પણ મિસાઈલ છોડવાનું ટેસ્ટિંગ કર્યુ! મિસાઈલ દિશાથી ભટકતા ટેસ્ટિંગ ફેલ!

Ritesh Parmar

राजस्थान / सिरोही में गर्भवती महिला की रहस्यमयी हत्या! महिला का शव मिला! राजस्थान पुलिस को मृत महिला के गुजराती होने का शक, हत्या के पीछे अनैतिक संबंध की प्रबल संभावना? हत्यारा इलाके को जानता है

Ritesh Parmar

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

Ritesh Parmar

Leave a Comment