Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત, 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાશે

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત, 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાશે

Our Visitor

017845
Total Users : 17845
Total views : 21002
Who's Online : 0

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત, 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાશે

પોલીસ વિભાગમાં જવા ઇચ્છનાર માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું સરકાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા કરવામાં આવી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આવનારા સમયમાં 12 થી 13 હજાર જગ્યાઓ માટે પોલીસ ભરતીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.તેની સાથે નવી ભરતી માટે નવા નિયમો બનાવવા ગૃહમંત્રીની સૂચના મળી ચુકી છે. પોલીસ ભરતીના નિયમો વર્તમાન સમય મુજબ તૈયાર કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ભરતી પ્રક્રિયાના નવા નિયમો માટે કમિટીની રચના કરવામાં આવશે. તેના માટે 20 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે. આગામી 2 થી 3 મહિનામાં સમિતિ નવા નિયમો અંગે અહેવાલ પણ આપવામાં આવશે. ત્યારબાદ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરાશે.

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવાશે. GPSC ની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 ના રોજ લેવામાં આવશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023 ના રોજ લેવાશે. અને ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના લેવાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીના યોજાશે.


ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત, 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાશે

Related posts

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Ritesh Parmar

ગુનેગાર કેટલો પણ ચાલાક હોય પણ પોલીસથી બચી શકે નહી, સુરતનો કુખ્યાત ગુનેગાર જે 35 ગુનાઓમાં હતો વોન્ટેડ, ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં છુપાઈને રહેતા સજ્જુ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો

Ritesh Parmar

બોડેલી ST ડેપોમાં બસમાંથી ઝડપાયો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો! ત્રણ મહિલાઓએ સ્કૂલ બેગમાં છુપાવ્યો હતો દારૂ, નાની મોટી સહીત કુલ 500 નંગ બોટલો ઝડપાઈ

Ritesh Parmar

Leave a Comment