Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુનેગાર કેટલો પણ ચાલાક હોય પણ પોલીસથી બચી શકે નહી, સુરતનો કુખ્યાત ગુનેગાર જે 35 ગુનાઓમાં હતો વોન્ટેડ, ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં છુપાઈને રહેતા સજ્જુ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો

ગુનેગાર કેટલો પણ ચાલાક હોય પણ પોલીસથી બચી શકે નહી, સુરતનો કુખ્યાત ગુનેગાર જે 35 ગુનાઓમાં હતો વોન્ટેડ, ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં છુપાઈને રહેતા સજ્જુ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

ગુનેગાર કેટલો પણ ચાલાક હોય પણ પોલીસથી બચી શકે નહી, સુરતનો કુખ્યાત ગુનેગાર જે 35 ગુનાઓમાં હતો વોન્ટેડ, ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં છુપાઈને રહેતા સજ્જુ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

જેને શોધવા માટે પોલીસ ઘણા સમયથી મહેનત કરી રહી હતી તે બીજે કશેથી નહિ પણ તેના જ ઘરમાં બનાવવામાં આવેલા ગુપ્ત રૂમ માંથી મળી આવ્યો
સ્પેશ્યલ ઓપરેશનમાં એસીપી સહિતના 50 જવાનોની ટીમ કામે લાગી હતી
પાંચ માળની બિલ્ડીંગમાં પોલીસે 10 વખત તપાસ હાથ ધરી, સાડા ત્રણ કલાકની જહેમત બાદ પોલીસને સફળતા હાથ લાગી
ઘણી ફિલ્મોમાં તમે ડાયલોગ સાંભળ્યો હશે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ, સુરત પોલીસે આ જ સંવાદ ને સાર્થક કરીને છેલ્લા લાંબા સમયથી ભાગતા ફરતા કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.

આ આરોપી જેને શોધવા માટે પોલીસ ઘણા સમયથી મહેનત કરી રહી હતી તે બીજે કશેથી નહિ પણ તેના જ ઘરમાં બનાવવામાં આવેલા ગુપ્ત રૂમ માંથી મળી આવ્યો હતો. પોલીસે કડીયા પાસે બારી અને દરવાજો ખોલાવી ને અંદર થી સજ્જુ કોઠારીને બહાર કાઢ્યો હતો.પોલીસે આ જ ઘરમાં બીજા ઓરડામાં રૂમની બહારથી તાળું મારીને અંદર રહેલા ગુજસીટોક ના આરોપી સમીર શેખ ને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

આ સ્પેશ્યલ ઓપરેશનમાં એસીપી સહિતના 50 જવાનોની ટીમ કામે લાગી હતી. અને સાડા ત્રણ કલાકની જહેમત બાદ પોલીસને સફળતા હાથ લાગી હતી. પાંચ માળની બિલ્ડીંગમાં પોલીસે 10 વખત તપાસ હાથ ધરી હતી અને આખરે સજ્જુ રૂમમાં શોકેસની પાછળ બનાવેલા ગુપ્ત રૂમમાં મળી આવ્યો હતો.

કોઈને ગંધ શુદ્ધા ન આવે તે રીતે આ ગુપ્ત રૂમ બનાવવામાં આવ્યો હતો.પણ પોલીસને મળેલી ખાસ બાતમીના આધારે સજ્જુ સુધી પહોંચી શકાયું હતું. આરોપી સજ્જુ એક બે નહિ પણ 35 ગુનાઓનો આરોપી છે. જેમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ, મની લોન્ડરિંગ એક્ટ, પોલીસ પર હુમલો, ખંડણી, ગુજસીટોક વગેરે નો સમાવેશ થાય છે. સજ્જુ એટલો કુખ્યાત આરોપી છે કે આ પહેલા તે પોલીસને અનેક વાર ચકમો આપીને ફરાર થઇ ચુક્યો છે. પહેલીવાર તે સુરતમાંથી અને તે બાદ નાગપુર અને મુંબઈમાંથી પકડાઈ ચુક્યો છે.

ફિલ્મી ઢબે પકડવામાં આવ્યો

પોલીસ તેને શોધવા સુરત ખાતેના તેના નિવાસસ્થાને પહોંચી હતી. પાક્કી બાતમીના આધારે શોધખોળ પણ શરૂ કરી હતી. પણ સજ્જુ મળ્યો ન હતો. આખરે એક શોકેસની બાજુમાં લાકડાના દરવાજા જેવું હતું, તેને થપથપાવ્યો હતો, જેમાંથી બોદો અવાજ આવતા પોલીસને વધારે શંકા ગઇ હતી. જેથી કડીયાને બોલાવીને દરવાજો ખોલાવતા અંદરથી સજ્જુ મળી આવ્યો હતો.

ગુનેગાર કેટલો પણ ચાલાક હોય પણ પોલીસથી બચી શકે નહી, સુરતનો કુખ્યાત ગુનેગાર જે 35 ગુનાઓમાં હતો વોન્ટેડ, ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં છુપાઈને રહેતા સજ્જુ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો

Related posts

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Ritesh Parmar

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

પોતાની બીમાર દીકરીની દવા લેવા નીકળેલા પિતાની કરપિણ હત્યા! નરોડા પાટિયા પાસે એક્ટિવા ચાલકને રીક્ષા ડ્રાઈવરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Ritesh Parmar

Leave a Comment