Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

રીતેશ પરમાર

ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે આજે અથવા આવતીકાલે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. 15 ખેલાડીઓની આ ટીમમાં 10 ખેલાડીઓ નિશ્ચીત છે તો બાકીની પાંચ જગ્યા માટે 12 જેટલા ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેો પોતપોતાની ટીમોનું એલાન કરી ચૂક્યા છે અને અન્ય દેશો પણ બે-ત્રણ દિવસમાં પોતપોતાની ટીમની જાહેરાત કરશે.
જે 10 ખેલાડીઓની પસંદગી પાક્કી માનવામાં આવી રહી છે તેમાં રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. જો કે સુંદર હજુ અનફિટ હોવાને કારણે તેની ઈજા પર નજર રખાઈ રહી છે. જ્યારે શિખર ધવન અને પૃથ્વી શો વચ્ચે ઓપનિંગ બેટસમેનને લઈને ટક્કર ચાલી રહી છે. જ્યારે મીડલ ઓર્ડર માટે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રેસમાં છે

ટી-20 ફોર્મેટમાં ઓલરાઉન્ડરોની બોલબાલા રહે છે ત્યારે તેના માટે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનું પસંદ થવું લગભગ નિશ્ચીત છે. જ્યારે અન્ય સ્થાન માટે કૃણાલ પંડ્યા પણ રેસમાં સામેલ થઈ ગયો છે. સ્પીનર માટે યુઝવેન્દ્ર ચહલની પસંદગી નિશ્ચીત મનાય રહી છે જ્યારે અન્ય સ્પીનરોમાં રાહુલ ચાહર અને વરુણ ચક્રવર્તી વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર તરીકે જસપ્રિત બુમરાહની પસંદગી ફાઈનલ છે જ્યારે અન્ય ફાસ્ટ બોલર તરીકે ભુવનેશ્ર્વર કુમાર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ શમી અને ટી.નટરાજનમાંથી કયા કયા બોલરની પસંદગી કરાય છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

ભારતનો ક્યારે કોની સામે મુકાબલો
તારીખ – હરિફ ટીમ
24 ઓક્ટોબર – પાકિસ્તાન
31 ઓક્ટોબર – ન્યુઝીલેન્ડ
3 નવેમ્બર – અફઘાનિસ્તાન
5 નવેમ્બર – ક્વોલિફાય થયેલી ટીમ સામે
8 નવેમ્બર – ક્વોલિફાય થયેલી ટીમ સામે


યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,

Related posts

વિસાવદરમાં GRD જવાને ચાલુ ફરજે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું, “પરીક્ષા આપવા જાઉં છું અને પરીક્ષા રદ્દ થઇ જાય છે.” જુઓ બીજું શું કહ્યું ?

Ritesh Parmar

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

Ritesh Parmar

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment