Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

Ahmedabad : એસઓજીએ પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad : એસઓજીએ પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડયા

Our Visitor

013341
Total Users : 13341
Total views : 15620
Who's Online : 2

Ahmedabad : એસઓજીએ પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડયા

31 ડિસેમ્બર પહેલા એસઓજીએ અમદાવાદ શહેરમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે. શહેરના સિંધુભવન રોડ પર પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે લોકોને એસઓજીએ પકડી પાડયા છે. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ ચોકાવનારી હકીકતો આપી હતી. આ બંને આરોપીઓ ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામતઅલીખાન નાગોરી મૂળ પાલનપુરના રહેવાસી છે.

છેલ્લા છ માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચુક્યા છે

આ બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ ખાસ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે તેઓ એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ બોગસ બનીને તેઓનો માલ ન પડાવી શકે અને ડિલ કરનાર વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા. જે વ્યક્તિએ ડિલ કરી હોય તેની સાથે જે કોડવર્ડ નક્કી કરાયો હોય તે જ કોડવર્ડ લેવા ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિ આપે તો જ આ જથ્થો અપાતો હતો. આ આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચુક્યા છે.

ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો

આ ડ્રગ્સ આરોપીઓ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. તો આરોપી ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેની સામે અન્ય મારામારી અને ધમકી આપવાનો પણ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


Ahmedabad : એસઓજીએ પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડયા

Related posts

વડોદરા / બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’- સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

Ritesh Parmar

રવિન્દ્ર જાડેજાની જોરદાર સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન અને 400 વિકેટ લેનારો બીજો ભારતીય કે ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો, આજની ટેસ્ટ મેચમાં 175 રનની ઈનીંગ રમી શેનવોર્ન ને શ્રદ્ધાંજલિ આપી

Ritesh Parmar

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment