Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વાહ રે ખજૂરભાઈ તમારી ઉદારતાને સૌ સૌ સલામ! રોડ ઉપર મકાઈ વેચતા એક ગરીબ વૃધ્ધને મસીહા બની કરી ગયા મદદ, વિડીયો જોઈને તમારી આંખમાં પણ ઝળઝળિયા આવી જશે

વાહ રે ખજૂરભાઈ તમારી ઉદારતાને સૌ સૌ સલામ! રોડ ઉપર મકાઈ વેચતા એક ગરીબ વૃધ્ધને મસીહા બની કરી ગયા મદદ, વિડીયો જોઈને તમારી આંખમાં પણ ઝળઝળિયા આવી જશે

Our Visitor

017846
Total Users : 17846
Total views : 21003
Who's Online : 0

વાહ રે ખજૂરભાઈ તમારી ઉદારતાને સૌ સૌ સલામ! રોડ ઉપર મકાઈ વેચતા એક ગરીબ વૃધ્ધને મસીહા બની કરી ગયા મદદ, વિડીયો જોઈને તમારી આંખમાં પણ ઝળઝળિયા આવી જશે

ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાત મંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે ત્યારે ફરી એકવાર એક નવો કિસ્સો સામે આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગત વર્ષે આવેલા એ વાવાઝોડા દરમ્યાન કેટલા લોકો બે ઘર બન્યા હતા.
ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો હતો.એટલું જ નહીં પરંતુ ઉનાળાની સિઝનમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને ગરમીથી રાહત મેળવવા માટે કુલર જેવી પણ વ્યવસ્થાઓ કરી આપી હતી. એવામાં જ આજ રોજ તેમણે પોતાના instagram અકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ એક દાદાની રૂપિયા આપીને મદદ કરી રહ્યા છે.

તમે પણ એ વીડિયો જોઈ શકો છો જેમાં તેમણે રોડ પર એક વૃદ્ધ જેવો રોડ પર ડોડા વેચી રહ્યા છે એવામાં જ જ્યારે ખજૂર ભાઈ ત્યાંથી પસાર થાય છે ત્યારે તેમણે પોતાની કાર ત્યાં જ ઉભી રાખી દીધી અને ખજૂર ભાઈએ એ દાદાને બોલાવ્યા એ ડોડાનો ભાવ પૂછ્યો તો એ વૃદ્ધે 40 રૂપિયા કિલો હોવાનું કહ્યું હતું ત્યારે ખજૂર ભાઈએ તેમને કહ્યું કે કંઈક ઓછું કરો.

એવામાં જ વૃદ્ધે ફરી પૂછ્યું કે તમારે કેટલા લેવા છે ત્યારે ખજૂર ભાઈ કહે છે કે તમારી પાસે કેટલા છે તો વૃદ્ધ કહે છે ચાર કિલો એવામાં જ ખજૂર ભાઈએ એ વૃદ્ધને કહ્યું કે આ ચાર કિલોના મારે કેટલા આપવાના? ત્યારે વૃદ્ધે કહ્યું કે 160 રૂપિયા થાય છે તમે દસ રૂપિયા ઓછા આપજો. તો ખજૂર ભાઈ પૂછે છે કે અમેરિકન મકાઈ છે કે દેશી. એવામાં જ એ વૃદ્ધ મકાઈના ડોડા ખજૂર ભાઈને આપી રહ્યા છે.

ત્યારે ફરી ખજૂર ભાઈ દ્વારા તેને પૂછવામાં આવ્યું કે કેટલા રૂપિયા આપવાના ત્યારે દાદા ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે પહેલા તો કીધું તમને 150 આપવાના તો પછી વારે ઘડીએ શા માટે પૂછો? ત્યારે દાદા કહે છે કે હું દસ રૂપિયા ખોટ ખાઈને તમને એક તો આપું છું તમે કંઈ ખોટ નથી ખાતા. ત્યારબાદ ખજૂર ભાઈએ ₹100 ની નોટ નું મોટું બંડલ કાઢીને એ દાદાને આપો. અને કહ્યું કે લો આ ગણી લો 10000 જ છે ને.
એવામાં જ ખજૂર ભાઈ તેમને ચલો જય માતાજી કહીને રવાના થઈ ગયા. ત્યારે કહીશ કે નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચા રહ્યા છે, તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈમાં હોતી નથી. પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈ ને કેટલાય વધુ નો આશીર્વાદ મળ્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ. આજ કારણ છે તેઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહ્યા છે.


વાહ રે ખજૂરભાઈ તમારી ઉદારતાને સૌ સૌ સલામ! રોડ ઉપર મકાઈ વેચતા એક ગરીબ વૃધ્ધને મસીહા બની કરી ગયા મદદ, વિડીયો જોઈને તમારી આંખમાં પણ ઝળઝળિયા આવી જશે

Related posts

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Ritesh Parmar

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Ritesh Parmar

⚖️ ભાવનગર :જ્યારે ‘ખાખી’ જ ‘ખાખી’ની દુશ્મન બને! કરોડોના વ્યાજખોરીના નેટવર્કમાં હોમાયો એક કોન્સ્ટેબલ: ગૃહ વિભાગ સુધી પહોંચશે આ આક્રોશ?

Ritesh Parmar

Leave a Comment