Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ

બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ

બોટાદ(Botad)-બરવાળામાં લઠ્ઠાકાંડથી દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદા વાળું ગુજરાત(Gujarat) હચમચી ગયું છે.અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જયારે 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક તરફ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડથી સ્તબ્ધ છે જયારે બીજી તરફ રાજકોટ (Rajkot)માં દેશી દારૂ (alcohol)નું ખુલ્લેઆમ વેચાણ થાય છે. રંગીલા શહેર રાજકોટમાં ગેરકાયદેસર રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ કેમેરામાં કેદ થઈ છે.

દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ:

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનથી નજીક આવેલા કુબલિયા પરા વિસ્તારમાં પોલીસના ભય વગર દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા. અને ત્યાં મોટી માત્રામાં દેશી દારૂ પણ મળી આવ્યું હતું. જેને જોતાની સાથે જ હાહાકાર મચી ગયો હતો.

તો શુ હવે રાજકોટમાં લઠ્ઠાકાંડ સર્જાશે?

આ બાબતની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી હતી. તેમજ પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડાનો ભાંડો ફૂટી જતા હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા મથી રહી હોય તેમ દેશી દારૂના હાટડાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં જો રાજકોટમાં દેશી દારૂનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો બોટાદના રોજિદ ગામની જેમ લઠ્ઠાકાંડ સર્જાવવાની શક્યતા છે.

દેશી દારૂના બે કેસ દાખલ:

આ અંગે જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા નિયમિત રીતે દેશી દારૂના ધંધાર્થીઓ પર ડ્રાઈવ ચલાવવામાં આવે છે. આજે સવારે જ કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે.સ્લમ વિસ્તાર હોવાથી કાયમી આ વિસ્તરમાં દેશી દારૂ ભઠ્ઠી બંધ થઇ શકતી નથી. આ ગેરકાયદેસર બાંધકામ છે, જે દૂર કરવા માટે મનપાને રિપોર્ટ કરવામાં આવશે.

પોલીસને ક્યારે સફળતા મળશે:

આ સિવાય ઝોન- 1 વિસ્તારમાં સૌથી વધુ કુબેલિયાપરા, ભક્તિનગર, જંગલેશ્વર, આજીડેમ વિસ્તારમાં દેશી દારૂ વહેંચાય હોવાની જાણકારી મળી આવી છે. ત્યારે જો પોલીસ સતત કામગીરી કરી રહી છે તો શા માટે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે! અને રાજકોટમાં વર્ષોથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં પોલીસને ક્યારે સફળતા મળશે એ જોવાનું રહેશે.


બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ

Related posts

જામનગરમા મુખ્યમંત્રીની બેઠક સમયે શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ કેરોસીન છાંટી આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કર્યો ! લમ્પી વાઇરસના કારણે અસંખ્ય ગૌવંશો ના મોત થયાના આક્ષેપ, સરકાર લમ્પી વાઇરસ રોકવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ

Ritesh Parmar

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Ritesh Parmar

અમદાવાદ એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ આવ્યો! એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની વિવિધ એજન્સીઓ થઈ દોડતી! આખરે બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી કોણે વાંચો

Ritesh Parmar

Leave a Comment