Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારોની મુલાકાત લેવા આવેલા અરવિંદ કેજરીવાલની ટીકા ટિપ્પણી બંધ કરે ભાજપના નેતાઓ!લાજવાને બદલે ગાજી રહ્યા છો શરમ કરો, વાણી વિલાસ ઉપર ધ્યાન આપો અને ગુજરાતને સંભાળો: ગોપાલ ઈટાલિયા

લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારોની મુલાકાત લેવા આવેલા અરવિંદ કેજરીવાલની ટીકા ટિપ્પણી બંધ કરે ભાજપના નેતાઓ!લાજવાને બદલે ગાજી રહ્યા છો શરમ કરો, વાણી વિલાસ ઉપર ધ્યાન આપો અને ગુજરાતને સંભાળો: ગોપાલ ઈટાલિયા

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારોની મુલાકાત લેવા આવેલા અરવિંદ કેજરીવાલની ટીકા ટિપ્પણી બંધ કરે ભાજપના નેતાઓ!લાજવાને બદલે ગાજી રહ્યા છો શરમ કરો, વાણી વિલાસ ઉપર ધ્યાન આપો અને ગુજરાતને સંભાળો: ગોપાલ ઈટાલિયા

તારીખ: 26 અમદાવાદ

ભાજપ ના નેતાઓ કેજરીવાલ જી ની ટીકા કરવાનું છોડો અને ગુજરાત સંભાળો: ગોપાલ ઇટાલિયા

લઠ્ઠાકાંડ થી પીડિત પરિવારો ની ખબર લેવા જતા કેજરીવાલ જી ની સરાહના કરવાની જગ્યાએ ભાજપ ના નેતાઓ ના પેટમાં તેલ રેડાયું છે: ગોપાલ ઇટાલિયા

લઠ્ઠાકાંડની ઘટનાઓ વારંવાર સામે આવા છતાંય ભાજપ ના નેતા ઓ સંવેદના જતાવાના બદલે વાણીવિલાસ કરે છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાત ને લઠ્ઠાકાંડ જેવા હાદસાઓ થી બચાવવાની જરૂર છે: ગોપાલ ઇટાલિયા

ભાજપ સરકારે ગુજરાત ની ગેરકાનૂની પરિસ્થિતિઓ પર ધ્યાન આપવાની જરૂર છે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વિડીયો ના માધ્યમ થી ભાજપ ના સાંસદ સભ્ય જુગલ ઠાકોર ની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત માં દર વર્ષે લઠ્ઠાકાંડ ની ઘટના સામે આવી રહી છે. અને વારંવાર આવી ઘટનાઓ સામે આવા છતાંય ભાજપ ના નેતા ઓ લાજવાના બદલે, શરમાવાના બદલે, સંવેદના જતાવાના બદલે ગાજે છે, ઉછળે છે, બેશરમ બનીને વાણીવિલાસ કરે છે.

ખુબ જ દુઃખદ બાબત છે કે, છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાંય જો ગુજરાતમાં લઠ્ઠાકાંડ બનતો હોય તો ભાજપ ના નેતા ઓ ને શરમ આવવી જોઈએ. તેના બદલે ભાજપના નેતાઓ જેમ ફાવે એમ નિવેદનબાજી કરી રહ્યા છે. જ્યારે દિલ્હી થી અરવિંદ કેજરીવાલ જી પોતે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થી પીડિત પરિવારો ની ખબર લેવા ગયા તો અરવિંદ કેજરીવાલ જી ની સરાહના કરવાની જગ્યાએ ભાજપ ના નેતાઓ ના પેટ માં તેલ રેડાયું છે અને તેઓ નિવેદન આપી રહ્યા છે કે, કેજરીવાલ પહેલા દિલ્હી સંભાળે પછી ગુજરાત આવે.

આ નિવેદન પર મારે ફક્ત એટલું જ કહેવું છે કે, તમે પહેલા કેજરીવાલ જી ની ટીકા કરવાનું છોડો અને ગુજરાત સંભાળો. આ બધો ઝેરીલો દારૂ ક્યાંથી આવે છે ? આટલો કેમિકલ વાળો દારૂ ક્યાંથી આવે છે ? કેમ આટલી બુટલેગરો ની હિમ્મત થઇ ગઈ છે કે તેઓ ગુજરાતમાં દારૂ વેચે છે. ભાજપ સરકારે આ પરિસ્થિતિ ની અંદર ધ્યાન આપવાની જરૂર છે, અને ગુજરાત ને આવા હાદસાઓ થી બચાવવાની જરૂર છે.

લઠ્ઠાકાંડમાં પીડિત પરિવારોની મુલાકાત લેવા આવેલા અરવિંદ કેજરીવાલની ટીકા ટિપ્પણી બંધ કરે ભાજપના નેતાઓ!લાજવાને બદલે ગાજી રહ્યા છો શરમ કરો, વાણી વિલાસ ઉપર ધ્યાન આપો અને ગુજરાતને સંભાળો: ગોપાલ ઈટાલિયા

Related posts

🔥 બુટલેગરોના કાળજા ધ્રુજાવતી કાર્યવાહી! અમદાવાદમાં રૂ. 2.33 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર, 68 હજારથી વધુ બોટલો માટીમાં મળી!

Ritesh Parmar

સુરતમાં સ્પાની આડમાં દેહ-વિક્ર્યના ચાલતા અડ્ડા પર પોલીસની રેડ, 8 વિદેશી યુવતીઓ રાખી ચલાવાતું હતું વેશ્યાવૃત્તિનો ધંધો! હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી ફરીયાદ

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. પંચોલીએ પટના હાઇકોર્ટના જસ્ટિસ તરીકેના શપથ લીધા! જસ્ટિસ પંચોલીના આમંત્રણને આવકારી ગુજરાત હાઇકોર્ટના નામાંકિત જજ અને વકીલો શપથવિધિમા હાજર રહ્યા

Ritesh Parmar

Leave a Comment