Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના માંગરોળ જિલ્લામાં ધોળા દિવસે રાહદારીના ખિસ્સા માંથી મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરતી વાલિયા પોલીસ, ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો

સુરતના માંગરોળ જિલ્લામાં ધોળા દિવસે રાહદારીના ખિસ્સા માંથી મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરતી વાલિયા પોલીસ, ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 2

સુરતના માંગરોળ જિલ્લામાં ધોળા દિવસે રાહદારીના ખિસ્સા માંથી મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરતી વાલિયા પોલીસ, ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો
  રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

   ગુજરાતનાં દરેક ખૂણે ચોરીઓ અને લૂંટની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. જેમાં નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે. રોજબરોજ વધતી ક્રાઈમની ઘટનાઓમાં ભોગ બનેલા નાગરિકો સમગ્ર દોષનો ટોપલો પોલીસ ઉપર ફોડતા હોય છે. જેના લીધે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે. આવીજ એક ઘટના સુરતના માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનવા પામી હતી. જેમાં ત્રણ જેટલા અજાણ્યા ઈસમો એક રાહદારીના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભમાં ભોગ બનનાર વ્યક્તિએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં તારીખ 14/2/2022 ના રોજ ફરીયાદ લખાવી હતી.

     માંગરોળમાં ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ ચિલઝડપના બનાવથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો, તો બીજીતરફ કેટલાક અગ્રણીઓ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી સમગ્ર મામલે સચોટ તપાસ કરી લૂટારા આરોપીઓને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. જેથી વડોદરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડાએ આ મામલે ગંભીર નોંધ લઈ તાત્કાલિક ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરીને ઘટના વિશે સમગ્ર માહિતી આપી હતી. એસપી રાજેન્દ્ર ચુડાસમા દ્વારા અંકલેશ્વર ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશ્નર વિકાસ સુન્ડાને માર્ગદર્શન આપી આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી.

 ત્યારબાદ વિકાસ સુંન્ડાની સીધી દેખરેખ અને સૂચના હેઠળ પીઆઈ એસ. કે. ગામીત દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. પીઆઈ ગામીતે ઘટના સ્થળના સીસીટીવી અને સ્થાનિક વ્યક્તિઓ કે જેમણે આ ઘટના નજરો નજર જોઈ હતી તેવા લોકોના નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં પોલીસને માહિતી મળી હતી કે ઘટનાને  અંજામ આપનાર મુખ્ય આરોપી અજયભાઈ અરવિંદ ભાઈ વસાવા ઉમર 24 રહે, ભરાડીયા ગામ મંદિર ફળિયું તાલુકા વાલિયા, જિલ્લા ભરૂચનો છે. જેથી વાલિયા પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી તેમની પાસેથી ફરિયાદીનું ભૂરા કલરનું રેડમી કંપનીનો મોબાઈલ કી, 12000  કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ આરોપી અજય વસાવાની સાથે ચિલઝડપની ઘટનાને અંજામ આપનાર અન્ય બે શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

સુરતના માંગરોળ જિલ્લામાં ધોળા દિવસે રાહદારીના ખિસ્સા માંથી મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરતી વાલિયા પોલીસ, ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો

Related posts

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Ritesh Parmar

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Ritesh Parmar

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

Ritesh Parmar

Leave a Comment