Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/ મેટ્રોકોર્ટમાં મહિલા PSI પટેલ સામે વકીલોનો આક્રોશ, મહિલા વકીલને માર મારવાના મામલે કોર્ટમાં ધીંગાણું! PSI અને પોલીસ સ્ટાફને ભાગવું પડ્યું

અમદાવાદ/ મેટ્રોકોર્ટમાં મહિલા PSI પટેલ સામે વકીલોનો આક્રોશ, મહિલા વકીલને માર મારવાના મામલે કોર્ટમાં ધીંગાણું! PSI અને પોલીસ સ્ટાફને ભાગવું પડ્યું

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

અમદાવાદ/ મેટ્રોકોર્ટમાં મહિલા PSI પટેલ સામે વકીલોનો આક્રોશ, મહિલા વકીલને માર મારવાના મામલે કોર્ટમાં ધીંગાણું! PSI અને પોલીસ સ્ટાફને ભાગવું પડ્યું

અમદાવાદ.7
બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા વકીલને માર મારવાના કેસમાં આજે મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરતા મેટ્રો કોર્ટના વકીલો પોલીસ ઉપર ધસી આવતા પોલીસને પોતે પ્રોટેકશન લેવાની ફરજ પડી હતી.જ્યારે મહિલા વકીલે બાપુનગરના પી.આઇ અને પી.એસ. આઇ સામે માર મારવા અને બીભત્સ ગાળો આપી હોવાની ફરિયાદ કરતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. એચ.મુદ્રએ મહિલા વકીલની સારવાર કરવા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે.

મેટ્રોકોર્ટમાં જયારે બાપુનગરના મહિલા PSI પટેલ મહિલા વકીલને આરોપી તરીકે કોર્ટમાં રજુ કરવા પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં વકીલોએ બાપુનગર પોલીસનો ઘેરાવ કર્યો હતો. મહિલા વકીલ સાથે થયેલા વ્યવહારને અમદાવાદ મેટ્રોકોર્ટના વકીલ એસોસિએશને વખોડી કાઢ્યો હતો. તો બીજીતરફ વકીલો એકજુટ થઈ પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. પોલીસ તેરી દાદા ગીરી નહી ચલેગી નહી ચલેગી, વકીલ એકતા જિંદાબાદ જિંદાબાદના નારા લગાવી મહિલા PSI પટેલ અને તેમના સ્ટાફના માણસોનું ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

     કોર્ટ પરિસરમાં જ વકીલો ભારે સંખ્યામાં એકત્ર થતાં કોર્ટની કાર્યવાહી બંધ કરવાની ફરજ પડી હતી. તો સૂત્રો દ્વારા એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, બાપુનગરના મહિલા PSI પટેલ અને તેમના સ્ટાફના માણસો સાથે ટપલી દાવ કર્યો હતો અને ત્યારબાદ વકીલોએ મહિલા PSI ને એક રૂમમાં પુરી દીધા હોવાનું પણ ચર્ચાયું હતુ? જેથી મામલો વધુ બીચકાયો હતો. ત્યારબાદ મેટ્રોકોર્ટમાં પોલીસને પ્રોટેકશન લેવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા વકીલોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમ છતાં વકીલોમાં ખુબજ રોષ જોવા મળ્યો હતો, અને તેઓ કોઈ પણ રીતે સમાધાન કરવા તૈયાર થયા ન હતા.

     આખરે સમગ્ર મામલે પોલીસનો મોટો કાફલો બોલાવી મામલાને થાળે પાડવાની કોશિશ કરાઈ હતી. જેમાં DCP, ACP અને અન્ય પોલીસના અધિકારીઓ દ્વારા મધ્યસથી કરી મામલાને શાંત પાડ્યો હતો. જે બાદ મહિલા PSI પટેલ અને તેમના સાથી પોલીસકર્મીઓને કોર્ટમાંથી બહાર કઢાયા હતા. ટીંગાટોળીમાં ઈજાગ્રસ્ત થયેલા અને ઘબરાઈ ગયેલા મહિલા PSI સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

સમગ્ર બનાવ વિશે આપને જણાવી દઈએ કે મેટ્રો કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલ પોતાના અસીલને મળવા ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. જ્યાં મહિલા પી.એસ. આઇ પટેલે મહિલા વકીલને લાફા મારી દીધા હતા.ગંદી ગાળો આપી હતી.ત્યારે મહિલા વકીલે ગાળો નહિ આપવા કેહતા તેને પી.આઈ. ની ચેમ્બરમાં લઈ જઈ મારમારી ગુન્હો નોંધ્યો હતો. આજે મહિલા વકીલને કોર્ટે માં રજૂ કરતા મોટી સંખ્યામાં વકીલોએ બાપુનગર પોલીસ દ્વારા મહિલા વકીલ સાથે કરાયેલા અભદ્ર વ્યવહાર અને ગેરકાયદેસર કાર્યવાહી કરવાનાં વિરોધમાં ભેગા થઈ ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી કરી હતી. જેના લીધે ખુદ પોલીસને પોલીસ પ્રોટેકશન લેવાની ફરજ પડી હતી.કારંજ પોલીસ પોતાના કાફલા સાથે મેટ્રો કોર્ટમાં દોડી આવી હતી. અને તાત્કાલિક અસરે કાર્યવાહી કરી સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો.


અમદાવાદ/ મેટ્રોકોર્ટમાં મહિલા PSI પટેલ સામે વકીલોનો આક્રોશ, મહિલા વકીલને માર મારવાના મામલે કોર્ટમાં ધીંગાણું! PSI અને પોલીસ સ્ટાફને ભાગવું પડ્યું

Related posts

સુરત /મોટા વરાછામાં 35 વર્ષીય ખેડૂત ને માથાભારે યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

Ritesh Parmar

ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર

Ritesh Parmar

Leave a Comment