Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 1

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પોલીસ ભરતીને લઈને હાલમાં શારિરીક કસોટી ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શારીરિક કસોટીના કોલ લેટરમાં છેડછાડ કરનાર 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી યોજાઈ હતી. જેમાં વહેલી સવારે દોડ લગાવવા માટે 5 ઉમેદવારોએ તેમની પાસે રહેલા સાચા કોલ લેટરની સાથે સવારે છ વાગ્યાનો દોડનો સમય લખીને બોગસ કોલ લેટર બનાવી ગ્રાઉન્ડ ઉપર દોડવા આવેલા 5 ઉમેદવારોનો ભાંડો ફૂંટ્યો હતો.

આ 5 શખસ વિરુદ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ચેકિંગ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટતા ખોટા કોલલેટર બનાવી અને પરીક્ષા આપનાર પાંચેય આરોપીની અટકાયત કરાઈ છે.

સુરેન્દ્રનગર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, શારીરિક કસોટી સમયે કોલલેટરમાં જણાવેલી સૂચના પ્રમાણે પ્રવેશ અપાઈ રહ્યો હતો તે દરમિયાન એક ઉમેદવાર પાસેથી બે કોલ લેટર મળી આવ્યા હતા.

જેમાં એક કોલ લેટરમાં 6 વાગ્યાનો સમય લખ્યો હતો તથા બીજા કોલ લેટરમાં 8 વાગ્યાનો સમય હતો. જેથી તેમાં ગેરરીતી થઈ હોવાની શંકા જતા જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ આ રીતે કુલ 5 આરોપીઓએ કોલ લેટર સાથે છેડછાડ કર્યા હોવાનું સામે આવતા સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા.

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

Related posts

અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા! આરોપીને જામીન અપાવડાવવા અને માર નહી મારવા માટે 50 હજારની લાંચ માંગી હતી

Ritesh Parmar

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Ritesh Parmar

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિજે બ્યુરોક્રેસી પર ઉઠાવ્યા ગંભીર સવાલ, કહ્યું સત્તા બદલતા જ પાટલી બદલી નાખે છે પોલીસ

Ritesh Parmar

Leave a Comment