Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

🚨 બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં; ગૃહમંત્રી અને DGPના કડક આદેશ વચ્ચે અમદાવાદના રામોલમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો!

🚨 બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં; ગૃહમંત્રી અને DGPના કડક આદેશ વચ્ચે અમદાવાદના રામોલમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો!

Our Visitor

014590
Total Users : 14590
Total views : 17102
Who's Online : 0

🚨 બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં; ગૃહમંત્રી અને DGPના કડક આદેશ વચ્ચે અમદાવાદના રામોલમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો!

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ:ભાવનગરના કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગરથી લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનો સુધી કડક કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે અને બુટલેગરોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સરકાર અને પોલીસ વડા દ્વારા અભૂતપૂર્વ અને કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

🛑 ગૃહમંત્રી અને DGPના આકરા આદેશ: “અડ્ડાઓ બંધ કરો, નહિતર અધિકારીઓ સસ્પેન્ડ થશે”:-

ભાવનગરની દુર્ઘટનાને પગલે ગુજરાત રાજ્યના ડીજીપી (DGP) શ્રી જી. એસ. મલિક સાહેબે સમગ્ર રાજ્યની પોલીસને યુદ્ધના ધોરણે પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, “ગુજરાતના કોઈપણ ખૂણામાં દેશી કે વિદેશી દારૂ વેચાતો હોય, તે તમામ અડ્ડાઓને નેસ્તનાબૂદ કરો અને બુટલેગરોને તાત્કાલિક ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલો.
રાજ્યમાં ક્યાંય પણ દારૂ વેચાવો જોઈએ નહીં.”

બીજી તરફ, આ મામલે સરકારનું કડક વલણ રાખતા ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ગૃહમંત્રી દ્વારા આકરો હુકમ કરવામાં આવ્યો છે કે, “જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જો ગેરકાયદેસર દારૂ પકડાશે, તો ત્યાંના જવાબદાર પોલીસ અધિકારીઓ (PI/PSI) સામે તાત્કાલિક સસ્પેન્શન સહિતના કડક પગલાં લેવામાં આવશે.” આ આદેશના કારણે સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

⚡ રામોલ પોલીસની સચોટ અને પ્રશંસનીય કામગીરી: 65 પેટી દારૂ જપ્ત:-

ગૃહમંત્રી અને DGPની આ કડક સૂચનાઓ વચ્ચે, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી વી. ડી. મોરી અને તેમની ટીમે એક મોટી સફળતા મેળવી છે. સીનિયર પીઆઈ વી. ડી. મોરીને મળેલી સચોટ અને ખાનગી બાતમીના આધારે પોલીસે રામોલના રાજીવ નગર ટેકરા પર તાબડતોડ દરોડો પાડ્યો હતો.

આ સફળ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ/વિદેશી દારૂની કુલ 65 પેટીઓનો જંગી જથ્થો કબ્જે કર્યો છે. દારૂના આ મોટા નેટવર્ક સાથે સતીશ ચુનારા નામના બુટલેગરનું નામ સામે આવ્યું છે. રામોલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. ઉચ્ચ અધિકારીઓના દબાણ અને કડક આદેશો વચ્ચે રામોલ પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહી ખૂબ જ પ્રશંસનીય ગણાઈ રહી છે.

❓ જનતામાં મોટો સવાલ: કડકાઈ છતાં આટલો મોટો જથ્થો આવે છે ક્યાંથી?

એકતરફ પોલીસ અવારનવાર ચેકિંગ, નાકાબંધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચલાવી રહી હોવાના દાવા કરે છે. જ્યારે બીજી તરફ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ પકડાઈ રહી છે. તેવામાં સામાન્ય જનતામાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, પોલીસની આટલી સિક્યુરિટી અને કડક વલણ હોવા છતાં આ બુટલેગરો દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવે છે? આ દારૂ ઘુસાડવા પાછળ કયા મોટા માથાઓના આશીર્વાદ છે? કોના પ્રોટેક્શનથી બુટલેગરો રહેણાંક વિસ્તારોમાં આટલો મોટો જથ્થો સંતાડી રાખવાની હિંમત કરે છે?

હાલ રામોલ પોલીસે સતીશ ચુનારા સહિત આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા અને દારૂના સોર્સ સુધી પહોંચવા માટે આગળની ઊંડી તપાસ હાથ ધરી છે.


🚨 બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં; ગૃહમંત્રી અને DGPના કડક આદેશ વચ્ચે અમદાવાદના રામોલમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો!

Related posts

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

Ritesh Parmar

કાબુલમાં યુક્રેનના વિમાનને હાઈજેક કરાયું, પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું વિમાન,

Ritesh Parmar

સુરત પોલીસની દરિયાદિલીએ જીત્યા દરેક દિલ- પિતાના આપઘાતથી નોંધારી થયેલી દીકરીના માતા-પિતા બની સરથાણા પોલીસ

Ritesh Parmar

Leave a Comment