Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

ગાંધીનગર/ભાવનગર/અમરેલી:
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની છબી પર એકસાથે બે મોટા આઘાત લાગ્યા છે. એકતરફ ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ૭ થી વધુ નિર્દોષ લોકોના કાળજી ગળાઈ ગયા છે. આ હૃદયદ્રાવક ઘટનાના પગલે આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે અને ગુજરાત રાજ્યના DGP જી. એસ. મલિકે તાત્કાલિક અસરથી આખા રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવી દેવાનો અને બુટલેગરોને દબોચી લેવાનો કડક હુકમ કર્યો છે. આટલી ગંભીર સ્થિતિ અને ઉચ્ચ અધિકારીઓના કડક આદેશ હોવા છતાં, અમરેલીના સાવરકુંડલામાં એક લોભિયા પોલીસકર્મીએ ખાખીને સરેઆમ બદનામ કરી છે. માત્ર ૫,૦૦૦ રૂપિયાની લાલચમાં ASIએ પોતાની ફરજ અને ઈમાનદારી નેવે મૂકી બુટલેગર પાસે લાંચ માંગતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે.

ભાવનગર લઠ્ઠાકાંડ: ૭ ના મોત, પોલીસ બેડા પર એક્શનની ગાજ:-
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરકડી ગામે નકલી અને કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે ૭ થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ કાળમુખા લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાત પોલીસ અને સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. પોલીસની નસકોરા નીચે ચાલતા આ કાળા કારોબાર સામે DGP જી. એસ. મલિકે લાલ આંખ કરી છે.

બેદરકારી બદલ તાત્કાલિક અસરથી આ મોટા અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે:

ભાવનગર જિલ્લાના LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) PI

વરતેજ પોલીસ સ્ટેશનના PI

વરતેજ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર

અને અન્ય ૪ પોલીસ કર્મચારીઓ (D-સ્ટાફના કર્મચારીઓ સહિત)

DGPએ આ કેસની તપાસ તાત્કાલિક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપી દીધી છે અને સમગ્ર ગુજરાતમાં દારૂના તમામ અડ્ડાઓ નેસ્તનાબૂદ કરવા યુદ્ધના ધોરણે આદેશ આપ્યા છે.

DGP ના આદેશના લીરેલીરા: સાવરકુંડલામાં ASI ની લાળ ટપકી!

જ્યારે આખું ગુજરાત પોલીસ તંત્ર ભાવનગરની ઘટના બાદ એલર્ટ મોડ પર છે અને બુટલેગરો પર ધોંસ બોલાવી રહ્યું છે, ત્યારે અમરેલીના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ASI શ્યામભાઇ બગડાએ ભ્રષ્ટાચારની તમામ સીમાઓ વટાવી દીધી.

મળતી વિગત મુજબ, ASI શ્યામભાઇ બગડાએ એક વ્યક્તિને દેશી દારૂનો ખોટો કેસ કરવાની અને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. બુટલેગરને દારૂનો ધંધો શરૂ કરવા માટે દબાણ કરી પહેલાં ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ ની માંગણી કરવામાં આવી હતી. આખરે મામલો ૫,૦૦૦ રૂપિયા માં નક્કી થયો હતો.

ફરિયાદી પહોંચ્યો ACB ના શરણે અને ગોઠવાયું છટકું:-
ફરિયાદી આ લોભિયા અને ધમકાવતા ASI ને લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો. ACB ની ટીમે પ્લાનિંગ મુજબ સાવરકુંડલામાં લાંચનું છટકું ગોઠવ્યું. ફરિયાદી જ્યારે કેમિકલ યુક્ત નોટો સાથે ASI શ્યામભાઇ બગડા પાસે પહોંચ્યો અને ASI એ જેવા ૫,૦૦૦ રૂપિયાની લાંચના નાણાં સ્વીકાર્યા, કે તરત જ સંતાઈને બેઠેલી ACB ની ટીમે તેને રંગેહાથ (રેડ હેન્ડેડ) ઝડપી લીધો.

જનતાનો સવાલ: ક્યાં સુધી નિર્દોષો મરતા રહેશે અને લોભિયા પોલીસ ખિસ્સા ભરશે?

ભાવનગરના લઠ્ઠાકાંડના લીધે જ્યાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે, ત્યાં સાવરકુંડલાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે કેટલાક લોભિયા પોલીસકર્મીઓ માટે જનતાના જીવ કરતા પોતાના ખિસ્સા ભરવા વધુ મહત્વના છે. ઉચ્ચ અધિકારીઓ ભલે ગમે તેટલા કડક આદેશો આપે, પણ ગ્રાઉન્ડ લેવલ પર આવા ‘શ્યામભાઇ બગડા’ જેવા કર્મચારીઓ કાયદાની મજાક ઉડાવી રહ્યા છે.

આ સંયુક્ત ઘટનાઓના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય જનતામાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, “જો રક્ષક જ ભક્ષક બનીને લાંચના જોરે આવા કાળા કારોબારને પ્રોત્સાહન આપશે, તો ગુજરાત ક્યારેય દારૂબંધીના કાયદાનું સાચું પાલન જોઈ શકશે ખરું?”


એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Related posts

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Ritesh Parmar

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Ritesh Parmar

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Ritesh Parmar

Leave a Comment