Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ચોરી, લૂંટ અને હત્યાના બનાવો દિનપ્રતિદિન વધતાં જઈ રહ્યા છે. તસ્કરો ભગવાનના ઘર “મંદિરો”ને પણ નિશાન બનાવવાનું ચુકતા નથી ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ આવા બનાવો વધ્યા છે. આજરોજ સવારે આમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરમાં દાનપેટી તોડી રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સવારે મંદિરના પુજારીએ જોતા અંદરનો સમાન વેરવિખેર પડ્યો હતો. અંદર આવી જોતા દાનપેટી તૂટેલી હાલતમા જોવા મળી હતી. જેથી મહારાજે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ મંદિર ખાતે આવી પહોંચી હતી. આજુબાજુ તપાસ કરી બાદમા સીસીટીવી ફૂટેજ ચેક કરી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર સંજોગોવસાત દસ દિવસ પહેલા જ દાનપેટીમાના પૈસા કાઢી લઇ બેંકમા જમા કરાવી દીધા હતા જેથી ચોરી કરનારના હાથમાં એક હજાર રૂપિયા જ આવ્યા હતા. મંદિરમાં સોના-ચાંદીના દાગીનાઓ પણ છે જો કે તેને કોઈ નુકસાન થયેલ નથી.


સેલવાસમાં ચોરો એ ભગવાનને લુંટ્યા, મંદિરની દાનપેટી તોડી, હાથ લાગ્યા માત્ર એક હજાર રૂપિયા

Related posts

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Ritesh Parmar

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Ritesh Parmar

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

Ritesh Parmar

Leave a Comment