Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ

સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનો ધૂમ વેચાણ થઈ રહ્યો છે. જેમાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને બુટલેગરોની મીલીભગતથી જ આવી અસામાજિક પ્રવૃતિઓ આચરવામાં આવી રહી હોવાનું ફલિત થાય છે. ત્યારે અમદાવાદ શહેરની PCB પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સંતોષીનગરના છાપરામાં એક મહિલા બુટલેગર પોતાના મકાનમાં દારૂડિયાઓને ઠાઠ માઠ અને સારી સુવિધાઓ આપી ઇંગ્લિશ દારૂ પીરસી રહ્યા છે. જેની જાણ PCB ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. સી. ચૌધરીને માલુમ પડતા તેમના માર્ગદર્શન હેઠળ PCB ના PSI બી.આર ક્રિશ્ચન અને તેમની ટીમ સાથે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. PCB ની રેડ થતા સમગ્ર વિસ્તારમાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી. PCB એ દારૂના જથ્થા તેમજ એક મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ કરી હતી.

દારૂ ઘરમાં રાખી વેચાણ:

PCB એ કરેલી કાર્યવાહી અંગે વધુ વાત કરવામાં આવે તો સરદારનગરના સંતોષીનગરમા આવેલા પોતાના રહેણાંક મકાનમાં મહિલા બુટલેગર વિદેશી દારૂ ઘરમાં રાખી વેચાણ કરતા હતા.જે અંગેની બાતમી PCB ને મળતા પોલીસ ઇન્સ્પેકટર એમ સી ચૌધરીના માર્ગદર્શનમા પીએસઆઈ બી આર ક્રિશ્ચન સહિતની ટીમે સ્થળ પર રેડ કરતા વિદેશી દારૂ અને બીયરના ટીન મળી કુલ 107બોટલો રૂપિયા 5,29,280 ની કિંમતનો મુદ્દામાલ ઝડપી મહિલા બુટલેગર સહીત કુલ 12 લોકો વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

ગુજરાતમાં અનેક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પકડાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સરદારનગરમા PCB એ દારૂના અડ્ડા ઉપર બે રોકટોક ચાલતી દારૂની મહેફિલ પર રેડ કરી વિદેશી દારૂ સહીત 12 લોકો ને ઝડપી પાડ્યા હતા. PCB દ્વારા કરાયેલ કાર્યવાહી બાદ પ્રજાની સાથે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના દારૂના વેચાણ માટે પ્રખ્યાત એવા સરદારનગર વિસ્તારમાંથી PCB એ ઇંગ્લિશ દારૂની 107 બોટલ બિયરના ટીન સહીત રૂપિયા 5 લાખ 29,280 કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છુપી રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે : સૂત્રો

જો સ્થાનિક સૂત્રોથી મળતી જાણકારી મુજબ વાત કરીયે તો આ વિસ્તારમાં હજુ પણ ઘણા બૂટલેગરો છૂટ થી દારૂનો વેપલો કરી રહ્યા છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં ચાલતી દારૂની બદીઓ ક્યારે બંધ થશે. તેવી ચર્ચા પણ લોકોમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં હજુ પણ કેટલાક ચર્ચિત વિસ્તારો એવા છે. જ્યાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. જે પોલીસની જાણ બહાર હોય એ અશક્ય માની શકાય. તેવીજ રીતે સરદારનગર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ સ્થાનિક પોલીસની જાણ બહાર હોય તેવું માની શકાય નહી.ત્યારે હાલ તો ગુજરાતને વ્યસન મુક્ત કરવા પોલીસ અને પ્રજાએ સહિયારા પ્રયત્નો થકી જ વ્યસનમુક્ત ગુજરાતનું સપનું સાકાર થશે.

સરદારનગર પોલીસ સ્ટેશન ભૂતકાળમાં પણ વિવાદોથી ઘેરાયેલો પોલીસ સ્ટેશન રહ્યો છે : સૂત્રો

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષો થી સરદારનગર પોલીસ સ્ટેશન સતત વિવાદોથી ઘેરાયેલો પોલીસ સ્ટેશન રહ્યો છે તેવું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક પ્રકારની ગુનાહિત અને અસામાજિક પ્રવૃતિઓ ખુલ્લેઆમ ચાલતી હોય છે. પરંતુ સ્થાનિક પોલીસ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવામાં નિષ્ફ્ળ દેખાઈ આવે છે. એકાદ પોલીસ અધિકારીઓ જ સરદારનગર પોલીસ સ્ટેશનમાં વધુ સમય સુધી ટકી શક્યા છે. જયારે અમુક પોલીસ અધિકારીઓ તો 6 મહિના સુધી પણ ફરજ બજાવી નથી શક્યા અને કોઈના કોઈ વિવાદના લીધે તેમની બદલીઓ કરી દેવામાં આવી હતી. જો સરદારનગર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ક્યારેક જુગારધામ પકડાઈ જવાના લીધે PI ને સસ્પેન્ડ થવું પડ્યું હતું. તો ક્યારેક દારૂની ફેક્ટરી ઝડપાઈ જવાના લીધે PI અને PSI ને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો. ભૂતકાળમાં પણ સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઉપર ACB થઈ હતી જેમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો આજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની પણ ચકચારી ઘટના બની હતી જેના લીધે સરદારનગર પોલીસ વિવાદમાં સપડાઈ હતી.

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારોની ત્રિપુટીને નથી કાયદા કે પોલીસ કમિશ્નરનો ડર : સૂત્રો

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સંતોષીનગર ના છાપરા ખાતે PCB એ બાતમીના આધારે રેડ કરી હતી. જ્યાં દારૂડિયાઓને ખુરશીઓ ઉપર બેસાડી ઇંગ્લિશ દારૂ સાથે બાઇટિંગ અને ઠાઠ માઠ સાથે ઇંગ્લિશ દારૂ પીરસવામાં આવી રહ્યો હતો. જેના ઉપરથીજ અંદાજો લગાવી શકાય છે કે સ્થાનિક પોલીસની ભૂમિકા કેવી છે. બિયર બાર જેવા દ્રશ્યો જોઈને માલુમ પડે છે કે આ વિસ્તારમાં દારૂબંધીને લઈને સ્થાનિક પોલીસ કેટલી નિષ્ક્રિય છે. આખરે આ બુટલેગરોને આટલો છુટ્ટો દોર કોણે આપ્યો, જો સ્થાનિક સૂત્રોની વાત કરીયે તો સરદારનગર પોલીસ સ્ટેશનમાં હાલમાંજ વહીવટદારની ત્રિપુટીને સરદારનગર પોલીસ સ્ટેશન વહીવટદાર તરીકે નિમણુંક કર્યા હતા. ત્યારબાદ થી આ વહીવટદાર ત્રિપુટી કાયદા કે પોલીસ કમિશ્નરનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ બુટલેગરોને ઇંગલિશ, દેશીદારૂ, માદક પદાર્થો અને અન્ય ગેરકાયદેસર ધંધાઓ ચલાવવાની પરમિશન આપી રહ્યા છે. જેના બદલામાં બુટલેગરો મસમોટા હપ્તાઓ સરદારનગર પોલીસ ને આપી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેથી કહી શકાય કે વહીવટદારોના ખુલ્લા આશીર્વાદ થી જ સરદારનગર વિસ્તારમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. બીજીતરફ PCB એ કરેલી રેડમાં સ્થાનિક પોલીસ અને નવા વહીવટદાર ત્રિપુટીની બુટલેગરો સાથેની મીલીભગતની પોલ ખુલી જવા પામી છે તેવું કહેવામાં કોઈ નવાઈ નથી. PCB ની આ સફળ રેડમાં મહિલા બુટલેગર સહીત 12 દારૂડિયાઓ, ઇંગ્લિશ દારૂની 107 બોટલ, બિયરના ટીન સહીત કુલ 5,29,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.


સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ

Related posts

પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો, મહિલા પોલીસ માટે પણ છૂટ-છાટ આપવામાં આવશે

Ritesh Parmar

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીનું બાઈક સળગાવી અસામાજિક તત્વો ફરાર, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી હોવાનું અનુમાન, પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

Ritesh Parmar

ગાંધીનગરમાં અમુલ દૂધના ટેન્કરમાંથી
15 લાખ થી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચનો સપાટો

Ritesh Parmar

Leave a Comment