Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

​⚖️ ગલીના ગુંડા પર કાયદાનો કડક પ્રહાર: સરકારી વકીલશ્રીની ધારદાર દલીલોથી આરોપીને સજા કરી જેલ હવાલે કરાયો!

​⚖️ ગલીના ગુંડા પર કાયદાનો કડક પ્રહાર: સરકારી વકીલશ્રીની ધારદાર દલીલોથી આરોપીને સજા કરી જેલ હવાલે કરાયો!

Our Visitor

011980
Total Users : 11980
Total views : 14008
Who's Online : 0

​⚖️ ગલીના ગુંડા પર કાયદાનો કડક પ્રહાર: સરકારી વકીલશ્રીની ધારદાર દલીલોથી આરોપીને સજા કરી જેલ હવાલે કરાયો!

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

​ભાવનગરના ગીચ ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને કાયદાના અનાદરની ઘટનામાં અદાલતે એક દાખલારૂપ ચુકાદો આપીને સમાજ અને ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કર્યો છે.

📌 કેસની પૃષ્ઠભૂમિ અને બનાવની વિગત:-

​તા. ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં ફરિયાદી ઇમરાન ઉર્ફે રાજા સતારભાઈ હમીદાણી સાંઢીયાવાડ વિસ્તારમાં ખુશ્બુ ફરસાણ હાઉસ ખાતે ગાઠીયા લેવા ગયા હતા. ત્યાં આરોપી આમીર ઉર્ફે દત્ત ગનીભાઈ હારૂનભાઇ હમીદાણી (દલુ) (ઉં.વ. ૨૪, રહે. સાંઢીયાવાડ, ભાવનગર) અચાનક આવ્યો હતો.

​આરોપીએ ફરિયાદીને “તું હમણાથી બહુ એન્ટ્રી પાડો છો, તને બહુ હવા ભરાઈ ગઈ છે” તેમ કહી ગાળો આપી, એકદમ ઉશ્કેરાઈને મોઢા પર ઘુસા અને પાટા મારી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદીને એક્ટિવા પરથી નીચે પાડી, તેમના ખિસ્સામાંથી રૂ. ૨,૩૫૦/- (રોકડા) ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

​🏛️ નામદાર કોર્ટ અને પક્ષકારોની વિગત:-

​ન્યાયાલય: ભાવનગરના મહેરબાન સાતમાં એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટ
.
​મહેરબાન જજશ્રી: શ્રીમતી યોગીની ભીખાભાઇ પટેલ (જજ કોડ નં. GJ01223).

​કેસ નંબર: ફોજદારી કેસ નંબર ૨૪૮૮૪/૨૦૨૫ (ગંગાજળીયા પો.સ્ટે. FIR No. A/11198011251287/2025)
.
​વિદ્વાન સરકારી વકીલશ્રી (ફરિયાદપક્ષ): વિ. એ.પી.પી. શ્રી અનિલ . કે. રાઠોડ.

​બચાવપક્ષ વકીલશ્રી: વિ. વકીલશ્રી એસ. એમ. વોરા.
​આરોપી: આમીર ઉર્ફે દત્ત ગનીભાઈ હારૂનભાઇ હમીદાણી (દલુ).

​⚖️ સરકારી વકીલશ્રી અનિલ . કે. રાઠોડની ધારદાર અને દમદાર દલીલો:-

​કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલશ્રી અનિલ . કે. રાઠોડ સાહેબે તબીબી પુરાવા, ફરિયાદીની સચોટ જુબાની અને સાક્ષીઓની કડીબદ્ધ વિગતો રજૂ કરીને બચાવપક્ષની તમામ દલીલોને ધ્વસ્ત કરી દીધી હતી.

​સુનાવણી દરમિયાન આરોપીએ કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરતા તેને વી.સી. (વીડિયો કોન્ફરન્સ) દ્વારા રજૂ કરવાનો હુકમ પણ કરાવ્યો હતો.

​સજાની આખરી દલીલો વખતે વિદ્વાન સરકારી વકીલશ્રી અનિલ . કે. રાઠોડ સાહેબે અદાલત સમક્ષ આક્રમક રજૂઆત કરતા જણાવ્યું કે:
​”આરોપી એક માથાભારે અને રીઢો ગુનેગાર છે, જે આ પ્રકારના ગુના કરવા માટે ટેવાયેલો છે. નિર્દોષ નાગરિકને કોઈ પણ વાંક-ગુના વગર જાહેરમાં મારીને રોકડ રકમ લૂંટી લેવી એ ગંભીર બાબત છે. જો આવા ગુંડાતત્વો સામે નમ્ર વલણ દાખવવામાં આવશે તો સમાજમાં સદોષી ભય ઊભો થશે. સમાજમાં કાયદાનું શાસન જળવાઈ રહે અને ગુનેગારોમાં કડક દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત અને પૂરેપૂરી સજા કરવામાં આવે.”

​📜 નામદાર કોર્ટનો આખરી ચુકાદો:-

​મહેરબાન જજશ્રી યોગીની ભીખાભાઇ પટેલ સાહેબે બંને પક્ષોની રજૂઆતો, ગુનાની ગંભીરતા અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખી તારીખ ૨૦/૦૭/૨૦૨૬ ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો:

​ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ-૩૦૯(૬) (લૂંટ દરમિયાન વ્યથા પહોંચાડવી):
​૨ (બે) વર્ષની સાદી કેદની સજા.
​રૂ. ૨,૫૦૦/- નો દંડ (દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદ).

​ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ-૧૧૫(૨) (સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડવી):
​૧ (એક) વર્ષની સાદી કેદની સજા.
​રૂ. ૧,૦૦૦/- નો દંડ (દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદ).

​(નોંધ: કલમ ૩૫૨ અને ૩૫૧(૩) માંથી આરોપીને મુક્ત કરવામાં આવેલ છે.)

​ખાસ હુકમ: નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે બંને સજાઓ આરોપીએ અલગ-અલગ (એક પછી એક) ભોગવવાની રહેશે તથા વસૂલ થયેલી દંડની રકમ ક્ષતિગ્રસ્ત ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાની રહેશે.

​🛡️ પરિણામ અને સંદેશ:-

​વિદ્વાન સરકારી વકીલશ્રી અનિલ. કે. રાઠોડની ધારદાર દલીલો અને પોલીસ તપાસના સમર્થનથી ભાવનગરની અદાલતે ન્યાયનો દંડો પછાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાથી પર કોઈ નથી. આ ચુકાદાથી સરકારી વકીલ તંત્ર અને ન્યાયપ્રણાલી પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.


​⚖️ ગલીના ગુંડા પર કાયદાનો કડક પ્રહાર: સરકારી વકીલશ્રીની ધારદાર દલીલોથી આરોપીને સજા કરી જેલ હવાલે કરાયો!

Related posts

સુરતમાં ખેલાયો ખૂની ખેલ, 7 જેટલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પાના અસંખ્ય ઘા મારી માથાભારે શખ્સને મોતને ઘાટ ઉતાર્યો, લોકોમાં ભયનો માહોલ

Ritesh Parmar

ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

Ritesh Parmar

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

Ritesh Parmar

Leave a Comment