Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિશેષ અહેવાલ: અમદાવાદમાં ખાખી સામે બુટલેગરો બેફામ! SMC પર જીવલેણ હુમલા પાછળ કોની ‘મહેરબાની’? SMC ના પીઆઈ એ પણ ફાયરિંગ કર્યું

વિશેષ અહેવાલ: અમદાવાદમાં ખાખી સામે બુટલેગરો બેફામ! SMC પર જીવલેણ હુમલા પાછળ કોની ‘મહેરબાની’? SMC ના પીઆઈ એ પણ ફાયરિંગ કર્યું

Our Visitor

015227
Total Users : 15227
Total views : 17888
Who's Online : 2

વિશેષ અહેવાલ: અમદાવાદમાં ખાખી સામે બુટલેગરો બેફામ! SMC પર જીવલેણ હુમલા પાછળ કોની ‘મહેરબાની’? SMC ના પીઆઈ એ પણ ફાયરિંગ કર્યું

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીપૂર્ણ ઘટના રાજ્યના પાટનગરના પ્રવેશદ્વાર સમાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સામે આવી છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ જ્યારે શાહીબાગમાં દારૂના કટિંગ પર દરોડો પાડવા પહોંચી, ત્યારે કાયદાનો કોઈ જ ડર રાખ્યા વિના બુટલેગરોએ પોલીસ અધિકારીઓ પર જ કાળી ક્રેટા કાર ચડાવી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો!

પોતાનો જીવ બચાવવા અને બુટલેગરોને રોકવા માટે SMCના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) મિતેશ ત્રિવેદીએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે અને જનતામાં એક જ મોટો સવાલ ઊભો કર્યો છે: “ગુજરાત પોલીસની સર્વોચ્ચ એજન્સી પર હુમલો કરવાની બુટલેગરોની ઓકાત કોના ઇશારે વધી?”

ફિલ્મી સ્ટાઈલ ચેઝ અને જીવલેણ હુમલાની વિગત:-

મળતી માહિતી મુજબ, શાહીબાગના અસારવા વિસ્તારમાં આવેલા ખંડુભાઈ દેસાઈ હોલ પાસે કુખ્યાત બુટલેગર અનૂપ ઠાકોર ઉર્ફે મેપો ઠાકોર દ્વારા વિદેશી દારૂનું મોટું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમી SMCને મળી હતી. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી કે પછી ઊંઘવાનો ઢોંગ કરતી રહી, પણ SMCની ટીમ ત્રાટકી હતી.

પોલીસને જોતા જ બુટલેગરો દારૂ ભરેલી ક્રેટા કાર લઈને શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ થઈ ઇન્દિરા બ્રિજ તરફ ભાગ્યા હતા. SMCની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને ઇન્દિરા બ્રિજ નજીક સરસ્વતી પાર્ક સોસાયટી પાસે તેમને ઘેર્યા, પરંતુ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા બુટલેગરોએ પોલીસના વાહન પર જ ગાડી ચડાવી દીધી હતી. જો PI મિતેશ ત્રિવેદીએ ત્વરિત નિર્ણય લઈને ફાયરિંગ ન કર્યું હોત, તો કદાચ કોઈ પોલીસકર્મીનો જીવ ગયો હોત. ફાયરિંગ બાદ બુટલેગર મેપો ઠાકોર ગાડી સહિત ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

સ્થાનિક પોલીસ અને બુટલેગરોની મિલીભગત? જનતાના તીખા સવાલો:-

આ ઘટના માત્ર કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ નથી દર્શાવતી, પરંતુ સ્થાનિક પોલીસની મિલીભગત સામે પણ સીધા આંગળી ચીંધે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહીબાગ જેવા વીઆઈપી (VIP) વિસ્તારમાં લાંબા સમયથી અંગ્રેજી દારૂના અડ્ડા, ગેરકાયદેસર કટિંગ અને સટ્ટા બજાર ધમધમી રહ્યા છે. જનતામાં ઉગ્ર ચર્ચા છે કે:

  1. પોલીસ ચોકીથી થોડે જ દૂર આટલું મોટું કટિંગ થાય અને સ્થાનિક પોલીસને ખબર ન હોય તે કેવી રીતે બને?
  2. શું શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાની લાલચ ધરાવતા અમુક સ્થાનિક પોલીસ અધિકારીઓના આશીર્વાદથી જ આ અડ્ડાઓ ચાલી રહ્યા છે?
  3. જે બુટલેગરોને સ્થાનિક પોલીસનો ‘વરદીધારી આશરો’ મળતો હોય, તેમની હિંમત આટલી ખૂલી જાય તે સ્વાભાવિક છે કે તેઓ સ્ટેટ લેવલના અધિકારીઓ પર પણ ગાડી ચડાવતા અચકાતા નથી.

પોલીસ કમિશનર કસૂરવાર સ્થાનિક પોલીસ તેમજ બેફામ બનેલા બુટલેગરો સામે કડક પગલાં લે તેવી માંગ:-

SMC પર થયેલો આ હુમલો એ સમગ્ર ગુજરાત પોલીસના સ્વાભિમાન પર હુમલો છે. જો બુટલેગરો પોલીસને જ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું?

ઝોન-૪ ના મહેનતુ અને ઈમાનદાર ડિસિપી ની ઓફિસ શાહીબાગમા હોવા છતાં કોના ઈશારે દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે?

અમદાવાદમાં ખાખીનો ખોફ ઓગળી ગયો હોય તેમ, જ્યાં DCP ઝોન-૪ની કચેરી શાહીબાગમાં જ આવેલી છે, તે જ કડક અને ઈમાનદાર અધિકારીની નાક નીચે બુટલેગરોના આટલા બેફામ નેટવર્ક કઈ રીતે ધમધમી રહ્યા છે તે પોલીસ તંત્રની વિશ્વસનીયતા સામે મોટો સવાલ છે.

અંદરના વર્તુળો અને સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્તરે કાયદાના આંધળા આશીર્વાદ અને કોઈ વહીવટદારના ઈશારે ચાલતા આર્થિક સેટિંગ્સને કારણે જ દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે. કાયદાના રક્ષકો સામે જ આટલી હિંમત બતાવવી એ સ્પષ્ટ કરે છે કે સ્થાનિક રહેમનજરના કારણે બુટલેગરો એટલા માતેલા સાંડ બન્યા છે કે તેમને ખાખી કે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો.

આ જ સિસ્ટમની નબળાઈ અને મહેરબાનીના જોરે કુખ્યાત બુટલેગરે ખુલ્લેઆમ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) જેવા ઉચ્ચ અધિકારીઓ પર ગાડી ચઢાવી તેમને જાનથી મારી નાખવાનો દુઃસાહસિક પ્રયાસ કર્યો, જે સમગ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે એક ગંભીર લાલબત્તી સમાન છે.

અમદાવાદના જાગૃત નાગરિકો અને લોકમુખે હવે એક જ માંગ ઉઠી રહી છે કે અમદાવાદ પોલીસ કમિશનર આ મામલાને અત્યંત ગંભીરતાથી લે. માત્ર ફરાર બુટલેગર મેપો ઠાકોરને પકડવો પૂરતો નથી, પરંતુ શાહીબાગ પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારી અને સ્થાનિક સ્ટાફની ભૂમિકાની પણ તટસ્થ તપાસ થવી જોઈએ. જેમની રહેમનજર હેઠળ આ અડ્ડાઓ ચાલતા હતા, તેવા પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય અને ખાતાકીય કડક પગલાં ભરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી ખાખીનો ખોફ ગુનેગારોમાં ફરી સ્થાપિત થઈ શકે.


વિશેષ અહેવાલ: અમદાવાદમાં ખાખી સામે બુટલેગરો બેફામ! SMC પર જીવલેણ હુમલા પાછળ કોની ‘મહેરબાની’? SMC ના પીઆઈ એ પણ ફાયરિંગ કર્યું

Related posts

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ
દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Ritesh Parmar

કચ્છના રાપરમાં દોઢ કરોડના ખર્ચે હોલનું નિર્માણ કરાયું! કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના હસ્તે કરાયું લોકાર્પણ, એકલા હાથે હોલનું નિર્માણ કરનારા દાતા બાબુભાઈ રાકાણી અને તેમના પરિવારનું સન્માન કરાયું

Ritesh Parmar

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Ritesh Parmar

Leave a Comment