Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ
દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણદહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 1

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણદહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર
દહેગામ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ

સુજાના મુવાડા ગામના એક જાગૃત નાગરિકના નામે પત્રિકા ફરતી થઇ છે
વખતસિંહ ચૌહાણના ચરિત્ર અને સ્વભાવ ઉપર કથિત સવાલો ઉઠાવાયા છે
હાલમાં દહેગામમાં કોંગ્રેસના ઉમેદવારની એક પત્રિકા ફરતી થઇ
દહેગામ સીટ પર કોંગ્રેસએ ટિકીટ નહી આપતાં પુર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડએ બળવો કરીને ભાજપનો ખેસ પહેરી લીધો.ત્યાં હવે જ્યારે મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ ઉપર સનસનીખેજ આક્ષપો કરતી પત્રિકા ફરતી થતાં ચકચાર મચી છે. સુજાના મુવાડા ગામના એક જાગૃત નાગરિકના નામે ફરતી થયેલી પત્રિકામાં કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણના ચરિત્ર અને સ્વભાવ ઉપર કથિત આક્ષેપો કરાયા છે. થોડા સમય પહેલા જ કેટલાક યુવાનોને અપશબ્દો કહેવાનો પણ ઉલ્લેખ પત્રિકામાં કરાયો છે. જેને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવા તત્વો ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની ઉમેદવારે ચિમકી ઉચ્ચારી છે.

વિવાદિત પત્રિકા ફરતી થતાં દહેગામ રાજનીતિમાં ચકચાર

મને બદનામ કરવાનુ કાવતરુ : વખતસિંહ ચૌહાણ

દહેગામમાં કોંગ્રેસના ઉમેદવાર વિશે કથિત આક્ષેપો કરતી પત્રિકા ફરતી થવા અંગે સ્પષ્ટતા કરતા વખતસિંહે ચૌહાણે જણાવ્યુ કે આ પ્રકારની પત્રિકા પહેલા હું જીલ્લા પંચાયત લડતો હતો ત્યારે પણ અમુક તત્વોએ મને બદનામ કરવા માટે વાયરલ કરી હતી. જે તથ્ય વિહોણી વાત છે. અત્યારે હાલ હુ વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છુ અને આગળ વધી રહ્યો છુ ત્યારે આવા લોકો હાર ભાળી ગયા છે. આવા લોકો ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ આક્ષેપોને લઈ હુ સો ટકા ફોજદારી કેસ કરીશ તેવું જણાવ્યું હતું. એક ઓડીયો વાઇરલ થયો હોવા અંગે પણ તેમણે જણાવ્યુ કે વિધાનસભાની ટીકીટની ચર્ચા ચાલતી હતી તે વખતે અમુક અસામજીક તત્વોએ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વાતમાં કોઇ જ તથ્ય ના હોવાની સ્પષ્ટતા કરી હતી.


ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ<br>દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Related posts

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Ritesh Parmar

12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો

Ritesh Parmar

વડોદરા / PCB ને બાતમી મળી હતી કે કાર પર ડમી નંબર પ્લેટ લગાવી બુટલેગર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવાનો છે, PCB એ કારને ઝડપી 1.66 લાખના દારૂ સહીત કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment