Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિરમગામમાં હાર્દિક પટેલ વિરૃદ્ધ લાગ્યા પોસ્ટર!
“જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, BJP છાવણીમાં ટેન્શન વધ્યો

વિરમગામમાં હાર્દિક પટેલ વિરૃદ્ધ લાગ્યા પોસ્ટર!“જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, BJP છાવણીમાં ટેન્શન વધ્યો

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

વિરમગામમાં હાર્દિક પટેલ વિરૃદ્ધ લાગ્યા પોસ્ટર!“જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, BJP છાવણીમાં ટેન્શન વધ્યો

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ ગતસાંજે શાંત થયા છે. તેવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને વિરમગામ બેઠક પરથી ટીકીટ મેળવનારા હાર્દિક પટેલના વિરૂદ્ધમાં પોસ્ટરો લાગ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મતદાન પહેલાના આખરી સમયે આ પ્રકારના પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુકશાન થાય છે કે નહિ તે તો મતગણતરી બાદ જ સામે આવશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને આવતી કાલે દ્વિતીય તબક્કાનું મતદાન યોજાવવા જઇ રહ્યું છે. તેવામાં અગાઉ અનેક વખત વિવાદમાં આવેલા અને તાજેતરમાં ભાજપમાં જોડાઇને વિરમગામની ટીકીટ મેળનારા હાર્દિક પટેલ વિરૂદ્ધમાં પાટીદાર અમાનત આંદોલન સમિતિના નામે પોસ્ટ લગાડવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોસ્ટરમાં ગમે તે જીતે હાર્દિક હારવો જોઇએ, હાર્દિક જાય છે, અને જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?? તેમ લખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા છેલ્લી ઘડીએ હાર્દિક પટેલ વિરૂદ્ધમાં લગાડવામાં આવેલા પોસ્ટરને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુશકાન થાય છે કે નહિ તે તો આવનાર સમય બતાવશે. પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે હાર્દિક પટેલને હરાવવાના પ્રયાસો છેલ્લી ઘડી સુધી કરવામાં આવી રહ્યા હોવાનું આ ઘટના પરથી ફલિત થાય છે.


વિરમગામમાં હાર્દિક પટેલ વિરૃદ્ધ લાગ્યા પોસ્ટર!<br>“જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, BJP છાવણીમાં ટેન્શન વધ્યો

Related posts

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Ritesh Parmar

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

Ritesh Parmar

Ahmedabad – 31st ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નો એક્શન પ્લાન તૈયાર, દારૂ ડ્રગ્સના બંધાણીઓ ચેતજો, નહીંતર જેલના સળિયા પાછળ ધકેલાશો

Ritesh Parmar

Leave a Comment