
સુરતનાં લીંબાયત વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફરી ખૂની ખેલ ખેલાયો હતો.અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ નામના યુવાનને ચપ્પુના સાતથી આઠ ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. યુવાનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોતની થયું હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો કેતન નામનો યુવાન એરલાઇન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ગત મોડી રાત્રે કેતન મમતા ટોકીઝ પાસેથી પસાર થઇ રહ્યો રહ્યો હતો એ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કેતન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગળાના ભાગે ચપ્પુના ઘા લગતા કેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ આરોપીઓ ભાગી છુટ્યા હતા.
સ્થાનિક લોકોએ 108 ને ફોન કરી કેતનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે કેતનને મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
હુમલાખોર કોણ હતા એ વિષે ચોક્કસ જાણકારી મળી નથી. પાંચેક મદ્રાસી સખ્શો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.






Total Users : 13080
Total views : 15317
Who's Online : 1