Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો નકલી નોટો છાપવાનો કૌભાંડ! હોટલમાં રૂમ ભાડે રાખી પ્રિન્ટર મશીન દ્વારા છાપી રહ્યા હતા નકલી નોટો ને ત્યાં સરદારનગર પોલીસ ત્રાટકી, ક્રેટા કાર, 2 બાઈક સહીત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

Our Visitor

003002
Total Users : 3002
Total views : 3679
Who's Online : 1

સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો નકલી નોટો છાપવાનો કૌભાંડ! હોટલમાં રૂમ ભાડે રાખી પ્રિન્ટર મશીન દ્વારા છાપી રહ્યા હતા નકલી નોટો ને ત્યાં સરદારનગર પોલીસ ત્રાટકી, ક્રેટા કાર, 2 બાઈક સહીત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

અમદાવાદ શહેરમાં છાને ખૂણે એક હોટેલમાં નકલી ચલણી નોટો છાપવાનો ષડયંત્ર ચાલતો હોવાની માહિતી અમદાવાદ પૂર્વની સરદારનગર પોલીસને મળતા હોટેલ પાલવ રેસીડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સરદારનગર પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી ભારતીય ચલણની રૂપિયા 500 ના દરની 55 નકલી નોટો તેમજ 100 રૂપિયાની 42 નકલી નોટો ઝડપી કુલ 31, 700 રૂપિયાની નકલી ચલણી નોટો સહીત એક ક્રેટા કાર બે બાઈક સહીત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ બનાવ સંદર્ભમાં 3 લોકોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના ઝોન 4 ડિસિપી સુ શ્રી કાનન દેસાઈ દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. વી. ગોહિલને કડક સૂચના આપવામાં આવી હતી કે સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવા પોલીસ ડ્રાઈવ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવે કે જેનાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી શકાય.જેના સંદર્ભમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી. વી. ગોહિલ દ્વારા તાત્કાલિક અસરે પોતાના પોલીસ સ્ટાફ ને પેટ્રોલિંગ વધારવાની સલાહ અને કડક સૂચન આપ્યા હતા.

જેથી સરદારનગર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના પીએસઆઈ એચ. બી. ચૌધરી, પીએસઆઈ બી. કે. ચૌધરી, અને પીએસઆઇ આર. વી ચીહલા સહિતના પોલીસ અધિકારીઓ પોતાના પોલીસકર્મીઓના સ્ટાફ સહીત પેટ્રોલિંગ અને ડ્રાઈવનું આયોજન કર્યું હતું. તે દરમ્યાન ડીસ્ટાફ પોલીસમાં ફરજ બજાવતા હેડ.કો રમેશભાઈ રત્નાભાઈ તેમજ પો. કો સંદીપભાઈ કોદરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પાલવ હોટેલની અંદર રૂમ ભાડે રાખી ત્રણ જેટલાં ઈસમો પ્રિન્ટર મશીન વડે ભારતીય ચલણી નોટો 500 અને 100 ના દરની નકલી નોટો છાપવાનું ષડયંત્ર રચી રહ્યા છે. જેથી હેડ. કો રમેશભાઈ રત્નાભાઇ દ્વારા આ બાબતની જાણ સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટરને કરતા પોલીસ ઇન્સ્પેકટર પી. વી ગોહિલે થોડીક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તાત્કાલિક પોતાના પોલીસકર્મીઓની ટીમ બાતમી વાળી જગ્યાએ મોકલી આપી હતી. અને ત્યારબાદ સરદારનગર પોલીસે હોટેલ પાલવમાં રેડ કરી હતી.

સરદારનગર પોલીસની રેડમાં પાલવ હોટેલના રૂમમાંથી સંજયભાઈ શામળાજી માળીને નકલી નોટ છાપતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર ભરત શંકરભાઈ ચાવડા તેમજ અન્ય એક ઈસમ જયદીપ કુમાર કનુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા. સરદારનગર પોલીસે નકલી નોટો છાપવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ ઈસમો પાસેથી ભારતીય ચલણની રૂપિયા 500 ની 55 નકલી નોટો તેમજ રૂપિયા 100 ના દરની 42 નકલી નોટો ઝડપી પાડી હતી. તેમજ આરોપીઓ પાસેથી સરદારનગર પોલીસે નકલી નોટ છાપવાની પ્રિન્ટિંગ મશીન, આધારકાર્ડ, પાનકાર્ડ, ફૂટપટ્ટી, એક ક્રેટા ફોર વહીલર કાર, 2 બાઈક સહીત કુલ 13 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી.

કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ

સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો નકલી નોટો છાપવાનો કૌભાંડ! હોટલમાં રૂમ ભાડે રાખી પ્રિન્ટર મશીન દ્વારા છાપી રહ્યા હતા નકલી નોટો ને ત્યાં સરદારનગર પોલીસ ત્રાટકી, ક્રેટા કાર, 2 બાઈક સહીત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

Related posts

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

Phone: 9998685264.

સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો

Phone: 9998685264.

શ્રી વિહત કૃપા નવયુવક મંડળ છારા સમાજ સંઘ દ્વારા આયોજિત છારા ભાંતુ સમાજમાં 70 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સમૂહ-લગ્નનો આયોજન કરાયો, 10 દુલ્હા દુલ્હનોના લગ્ન કરાવાયા, સમગ્ર પંથકમાં તહેવાર જેવો માહોલ બન્યો

Phone: 9998685264.

Leave a Comment