Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બોટાદ / ગઢડા-ગઢાળી રોડની વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો! બુટલેગરો કટિંગ કરતા હતા તે દરમ્યાન જ પોલીસની રેડ, 20.58 લાખનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો પકડાયો

બોટાદ / ગઢડા-ગઢાળી રોડની વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો! બુટલેગરો કટિંગ કરતા હતા તે દરમ્યાન જ પોલીસની રેડ, 20.58 લાખનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો પકડાયો

Our Visitor

013135
Total Users : 13135
Total views : 15374
Who's Online : 4

બોટાદ / ગઢડા-ગઢાળી રોડની વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો! બુટલેગરો કટિંગ કરતા હતા તે દરમ્યાન જ પોલીસની રેડ, 20.58 લાખનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો પકડાયો

પોલીસ દારૂના કટીંગ સમયે જ દરોડા પાડતા 7 બુટલેગરો ફરાર, દારૂ, પીકઅપ મળી રૂા. 26.68 લાખનો મુદ્દામાલ કબજે કરતી કરતી પોલીસ

બોટાદ જિલ્લા પોલીસ ના વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ તથા એલ.સી.બી. પો.ઇન્સ. એ.બી.દેવધા પોતાની પોલીસ ટીમ સાથે જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં સાથે હતા ત્યારે બાતમી હકિકત મળેલ કે ગઢડા – ગઢાળી રોડ પર ખાવેલ ભરતભાઈ વાલેરાભાઈ ચાવડાની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બીયરોનો જથ્થો ઉતારેલ છે અને ત્યાંથી અલગ – અલગ સ્થાનો પર આ જથ્થો હેરફેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.


આ બાતમીના આધારે હકિકત વાળા સ્થળ ઉપર વિભાગીય પોલીસ અધિકારી બોટાદ અને એલ.સી.બી.ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ ને સાથે રાખી સંયુક્ત રીતે રેઇડ કરતા મોટી સંખ્યામાં દારૂૂ બિયર નો ગેરકાયદેસર જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ મુદ્દે બોટાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જાણ કરેલી હકીકત મુજબ આ રેઈડ દરમિયાન અલગ – અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની કુલ બોટલ નંગ 4278 અને કુલ બીયર ટીન નંગ 3431 મળી કુલ રૂૂપિયા 20,58,710 /- કિંમતનો દારૂૂ બીયર નો જથ્થો અને ત્રણ બોલેરો પીકઅપ વાનની કુલ કિંમત રૂૂપિયા 6 લાખ ગણી કુલ રૂૂપિયા 26,68, 710 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સંદર્ભે દારૂૂ ની ગેરકાયદેસર હેરફેર કરતા અને પોતાની વાડીમાં દારૂૂનો જથ્થો ઉતારવા સબબ કુલ 7 આરોપીઓ શિવકુર જેઠસુરભાઈ કાઠી રહે. રેફડા, તા.બરવાળા, વિજય રવુભાઈ બોરીચા , રહે રાયપર તા.ગઢડા, જયવીર ઉર્ફે લાલો ભોળાભાઈ ચાવડા , રહે . ગઢડા, ભરત વાલેરાભાઈ ચાવડા, રહે . ગઢડા તથા બોલેરો પીકઅપ ગાડી – 03 ના અજાણ્યા ત્રણ વાહન ચાલકો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અંધારા નો લાભ લઇ ને આરોપીઓ નાસી છૂટતા શોધખોળ આદરવામાં આવી છે. આ રેઈડ દરમિયાન પોલીસ સ્ટાફ ના વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ, એલ.સી.બી. પી.આઈ. એ.બી. દેવધા, એ.એસ.આઈ. પ્રદીપસિંહ, હે.કો. રામદેવસિંહ મોરી, રામદેવસિંહ ચાવડા, બળભદ્રસિંહ ગોહિલ, ભગીરથસિંહ, સહદેવસિંહ તથા અશ્વિનભાઈ સહિતના જોડાયા હતા.


બોટાદ / ગઢડા-ગઢાળી રોડની વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો! બુટલેગરો કટિંગ કરતા હતા તે દરમ્યાન જ પોલીસની રેડ, 20.58 લાખનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો પકડાયો

Related posts

શ્રમિક-મઝદૂરો સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ ઊભી કરે:- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સૂચન

Ritesh Parmar

બારડોલી તાલુકા પંચાયતના કથિત સ્માર્ટ બોર્ડ કૌભાંડ મામલે કોંગ્રેસનો મોરચો!બારડોલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આ મામલે તટસ્થ તપાસની માગ કરી,બારડોલી તાલુકા પંચાયતમાં થતાં ભ્રષ્ટાચારને લઈ કોંગી કાર્યકરોએ રોષ ઠાલવ્યો

Ritesh Parmar

સુરત / તાંત્રિક વિધિના બહાને એક પરિણીતા અને તેની 14 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ! ધમકીઓ આપી ગુજારતો હતો દુષ્કર્મ! હવસખોર તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

Ritesh Parmar

Leave a Comment