Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

વડોદરા શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ બનવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. નાગરીકો પોતાના કામ અર્થે ઓફિસ, કંપની, દુકાન કે અન્ય એવા સ્થાન કે જ્યાં તેઓ નોકરી કરતા હોય ત્યાં જવા માટે સ્વાભાવિક રીતે મોટર ટ્રાન્સપોર્ટ, રીક્ષા, બસમા મુસાફરી કરતા હોય છે. તે દરમ્યાન આવા વાહનોમા ચોરો પણ હાથ ફેરો કરવા ગોઠવાઈ જતા હોય છે. ખિસ્સા કાતરુંઓ અને મોબાઈલની ચોરી કરતા ઈસમો મુસાફરોની બેદરકારીનો લાભ લઈ તેમના પર્સ અથવા મોબાઈલની ચોરી કરી રફુચક્કર થઈ જતા હોવાની અનેક ફરિયાદો પોલીસના ચોપડે દરરોજ નોંધાવવામાં આવતી હોય છે. પરંતુ એક વખત જે કોઈપણ વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ જાય તો તે મોબાઈલ મૂળ માલિક સુધી લગભગ નથી પહોંચતો. જેના લીધે મોબાઈલ ગુમાવી બેસનાર લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. ત્યારબાદ માત્ર પોલીસ એકમાત્ર વિકલ્પ હોય છે કે જે ફરિયાદના આધારે મોબાઈલ શોધી આપવામાં મદદ કરી શકે. પરંતુ 90 ટકા આવી ફરિયાદોમાં મોબાઈલ મૂળ માલિકને પાછો મળતો જ નથી.

જયારે વાત કરીએ વડોદરા શહેરની તો કારેલીબાગ વિસ્તારમાંથી જુદા જુદા લોકોના 21 મોબાઈલ ચોરીની, અરજી અને ફરિયાદો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી. જે વાત કારેલીબાગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સી. આર. જાદવના ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક ધોરણે પોતાના પોલીસકર્મીઓને સૂચના આપી હતી કે કોઈપણ ભોગે સારા પ્રયત્નો કરી ચોરી થયેલ મોબાઈલોના ગુનાના ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમ બનાવી રિસિવર કે મોબાઈલ ચોરો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. આ સંદર્ભમાં કારેલીબાગના પો. કો. પ્રદીપભાઈ પ્રવીણભાઈ બકલ નં 3363 તથા પો. કો. જૈમિનકુમાર લલિતભાઈ બકલ નં 1582 એ સિનિયર પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે ફોન કોલ ડિટેઈલ્સ આધારિત તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓને સફળતા મળતા જુદી જુદી કંપનીઓ અને જુદા જુદા મોડેલના કુલ 21 જેટલાં મોબાઈલ રિકવર કરી મોબાઈલનાં મૂળ માલિકોને પરત કર્યા હતા.

કારેલીબાગ પોલીસ દ્વારા ચોરી થયેલા 21 મોબાઈલો શોધી કાઢીને જયારે તેના મૂળ માલિકોને પરત કર્યા ત્યારે તેમના ચહેરા ઉપર એક અલગ જ સ્મિત જોવા મળ્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી. આર. જાદવ તેમજ સેકન્ડ પી આઈ એ. એમ. ઠાકોર સાહેબની રાહબરીમાં થયેલ મોબાઈલ ડિટેકશનની પ્રસંશનીય કામગીરીને હાજર તમામ લોકોએ બિરદાવી હતી અને કારેલીબાગ પોલીસનો દીલથી આભાર પ્રકટ કર્યો હતો.

જુદી જુદી કંપની અને જુદા જુદા મોડેલનાં કુલ 21 મોબાઈલની કિંમત અને સંપૂર્ણ માહિતી……

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Related posts

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

Ritesh Parmar

સંતાનોની આત્મહત્યા એક ભયાનક સામાજીક દુષણઃ પરિક્ષાર્થીઓના માતાપિતા રહો સાવધાન-સતર્ક

Ritesh Parmar

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment