Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં લૂંટારુ ટોળકીનો આતંક, રીક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને મહિલા સહિતની લૂંટારુ ટોળકીએ માર મારી લૂંટી લીધા,

સુરતમાં લૂંટારુ ટોળકીનો આતંક, રીક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને મહિલા સહિતની લૂંટારુ ટોળકીએ માર મારી લૂંટી લીધા,

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

સુરતમાં લૂંટારુ ટોળકીનો આતંક, રીક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને મહિલા સહિતની લૂંટારુ ટોળકીએ માર મારી લૂંટી લીધા,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

*સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હસમુખભાઇ ઉકાભાઇ કાનાણી હાલમાં નિવૃત જીવન જીવે છે
*જમાઈનું અવસાન થયું હોવાથી તેઓ અમરેલી જીલ્લાના ક્મીગઢ ગામ ખાતે ગયા
*પરત આવતા દિકરીએ રોકડ અને ઝવેરાત આપી હતી
*ઘરે જતી વેળાએ રસ્તામાં રીક્ષામાં મુસાફરી દરમિયાન વૃદ્ધ લૂંટાયા
Times of amdavad

સુરતના વરાછા વિસ્તારમાં રીક્ષામાં બેસેલા વૃદ્ધને રીક્ષા ચાલક અને અગાઉ થી સવાર મહિલા સહિતના ઈસમોએ માર મારી તેઓની પાસેથી ઘરેણા ભરેલું બેગ અને રોકડા રૂપિયા 50 હજારની લુટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે વૃદ્ધે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા અને લુંટમાં ગયેલો તમામ મુદામાલ કબજે કર્યો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હસમુખભાઇ ઉકાભાઇ કાનાણી હાલમાં નિવૃત જીવન જીવે છે. અને તેઓના પુત્ર સાથે ટી સ્ટોલની દુકાનમાં કામ કરે છે. તેઓના જમાઈનું અવસાન થયું હોવાથી તેઓ અમરેલી જીલ્લાના ક્મીગઢ ગામ ખાતે ગયા હતા. ત્યારે દીકરીએ હવે ઘરે કોઈ ધ્યાન રાખવા વાળું નથી તેમ કહી તેના દાગીના તથા રોકડા રૂપિયા 50 હજાર તેઓને સાચવવા આપ્યા હતા. અને તમામ વિધિઓ પૂર્ણ કરી તેઓ 14/09/21 ના રોજ વતનથી સુરત આવ્યા હતા અને હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ માંથી ઉતર્યા હતા.

દરમ્યાન તેઓ બરોડા પ્રિસ્ટેજ પાસેથી એક રીક્ષામાં ઘરે જવા માટે બેઠા હતા. રીક્ષામાં અગાઉથી બે ઈસમો અને એક મહિલા સવાર હતી. જેથી તેઓ રીક્ષામાં ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા અને દાગીના અને રોકડ ભરેલો થેલો પોતાના ખોળામાં મુક્યો હતો. દરમ્યાન થોડે આગળ જઈ રીક્ષા ચાલકે આગળ પોલીસ છે તમે પાછળની સીટ પર બેસી જાવ તેમ કહેતા તેઓ પાછળની સીટ પર બેઠા હતા. દરમ્યાન રીક્ષા ચાલુ થતા રીક્ષામાં સવાર ઈસમોએ ગાળાગાળી કરી હતી. અને તેઓની પાસે જે કાઈ પણ હોય આપી દેવા જણાવ્યું હતું જેથી વુંર્દ્ધે રીક્ષા ચાલકને રીક્ષા રોકવા કહ્યું હતું પરંતુ રીક્ષા ચાલકે રીક્ષા રોકી ન હતી.

જેથી તેઓએ ચાલુ રીક્ષામાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રીક્ષામાં સવાર ઈસમોએ તેઓને પકડી ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. અને મહિલાએ તેઓની પાસે રહેલો દાગીના અને રોકડ ભરેલો થેલો ઝુટવી લીધો હતો. અને બાદમાં તેઓને કાલિદાસ નગર પાસે ઉતારી લુટારુ ટોળકી ફરાર થઇ ગયી હતી. બેગમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 50 હજાર હોય તેઓએ ઘરે જઈને દીકરાને સમગ્ર હક્કિત જણાવી હતી અને આ ઘટના બાદ તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ ઘટનામાં વરાછા પોલીસે બાતમીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે લીંબાયત ઈચ્છાબા સોસાયટીમાં રહેતા નુરુ ઉર્ફે નુરા ગોલ્ડન કાદરભાઈ શેખ અને લીંબાયત કમરૂનગર ટેનામેન્ટમાં રહેતા રાજિક ઉર્ફે રાજા હકીમ શેખ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તોએની પાસેથી લુંટમાં ગયેલો તમામ મુદામાલ કબજે કર્યો હતો. વધુમાં ઝડપાયેલા આરોપી નુરુ ઉર્ફે નુરા ગોલ્ડન શેખ સામે સુરત રેલ્વે, સલાબતપુરા અને કાપોદ્રા પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. તેમજ અન્ય આરપી રાજીક શેખ સામે સલાબતપુરા અને લીંબાયત પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

ડીસીપી ઝોન 1 સજ્જન સિહ પરમારે જણાવ્યું હતું કે આ લુંટ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. અને લુંટમાં ગયેલો મુદામાલ કબજે કર્યો છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ઘટનામાં ફરાર એક મહિલા અને એક ઇસમ આરોપીઓની તપાસ શરુ કરવામાં આવી છે.


સુરતમાં લૂંટારુ ટોળકીનો આતંક, રીક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને મહિલા સહિતની લૂંટારુ ટોળકીએ માર મારી લૂંટી લીધા,

Related posts

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Ritesh Parmar

નિરામય દિવસ ના રોજ બેલમપર PHC દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Ritesh Parmar

રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સામાજિક એકતા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Ritesh Parmar

Leave a Comment